ન્યૂ ફીચર / ટાટા અલ્ટ્રોઝના XT વેરિઅન્ટમાં ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ ફીચર ઉમેરાયું, કિંમત જૂનાં મોડેલ જેટલી જ ₹6.84 લાખ

X

દિવ્ય ભાસ્કર

Jul 27, 2020, 02:53 PM IST

દિલ્હી. ટાટા મોટર્સે તેની પ્રીમિયમ હેચબેક અલ્ટ્રોઝનું મિડ વેરિઅન્ટ XT અપડેટ કર્યું છે. કંપનીએ ટાટા અલ્ટ્રોઝ XTમાં ઓટોમેટિક ક્લાઇમેટ વેરિઅન્ટ ફીચર સામેલ કર્યું છે. અગાઉ આ ફીચર કારના XZ અને XZ(O) વેરિઅન્ટમાં જ મળતું હતું. કંપનીએ મિડ રેન્જ XT વેરિઅન્ટને વધુ અટ્રેક્ટિવ બનાવવા માટે હવે તેમાં પણ આ ફીચર આપ્યું છે.

ફીચર્સ
નવા ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ ફીચર સિવાય અલ્ટ્રોઝના XT વેરિઅન્ટ અન્ય ઘણા ફીચર્સથી સજ્જ છે. તેમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સપોર્ટ સાથે 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સેમી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ, કી-લેસ એન્ટ્રી, ઇલેક્ટ્રિકલી અડજસ્ટેબલ આઉટ સાઇડ રિઅર વ્યૂ મિરર્સ, LED ડેટાઇમ રનિંગ લાઇટ્સ, રિઅર વ્યૂ કેમેરા અને 16 ઇંચના એલોય વ્હીલ્સ વગેરે ફીચર્સ સામેલ છે.

અપડેટ થવા છતાં કિંમતમાં કોઈ વધારો નહીં
ખાસ વાત એ છે કે નવું ફીચર ઉમેરાયા બાદ પણ અલ્ટ્રોઝના XT વેરિઅન્ટની કિંમતમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો. અગાઉની જેમ પેટ્રોલ મોડેલના XT વેરિઅન્ટની કિંમત 6.84 લાખ રૂપિયા અને ડીઝલ મોડેલ XT વેરિઅન્ટના 8.44 લાખ રૂપિયા છે. કંપની XT LUXE વેરિઅન્ટ પણ ઓફર કરે છે, જેની કિંમત પેટ્રોલ મોડેલમાં 7.23 લાખ રૂપિયા અને ડીઝળ મોડેલની 8.83 લાખ રૂપિયા છે.

એન્જિન ડિટેલ્સ
ટાટા અલ્ટ્રોઝમાં 1.2 લિટરનું નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.5 લિટરનું ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. પેટ્રોલ એન્જિન 85 bhp પાવર અને 113 Nm ટોર્ક, જ્યારે ડીઝલ એન્જિન 89 bhp પાવર અને 200 Nm ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.

વેરિઅન્ટ પ્રમાણે કિંમત
ટાટા અલ્ટ્રોઝના પેટ્રોલ મોડેલની કિંમત 5.29 લાખ રૂપિયાથી લઇને 7.74 લાખ રૂપિયા સુધી જ્યારે ડીઝલ મોડેલની કિંમત 6.99 લાખ રૂપિયાથી 9.34 લાક રૂપિયા વચ્ચે છે. આ કારની માર્કેટમાં ટક્કર મારુતિ બલેનો, હ્યુન્ડાઇ i20, ટોયોટા ગ્લેન્ઝા અને હોન્ડા જેઝ વગેરે ગાડીઓ સાથે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી