ટાટાની ક્રિસમસ સરપ્રાઇઝ:ટાટા અલ્ટ્રોઝ નવાં વેરિઅન્ટમાં લોન્ચ થઈ શકે છે, કંપનીએ સોશિયલ મીડિયા પર વીડિયો ટીઝર રિલીઝ કર્યું

2 વર્ષ પહેલા
  • રિપોર્ટ્સમાં જણાવ્યાનુસાર, આ લિમિટેડ એડિશન અથવા સંપૂર્ણ નવું વેરિઅન્ટ હોઈ શકે છે
  • કરન્ટ મોડેલની કિંમત 5.44-8.95 લાખ રૂપિયા વચ્ચે છે (એક્સ શો-રૂમ દિલ્હી)

ટાટા મોટર્સે આ વર્ષની શરૂઆતમાં અલ્ટ્રોઝ શોકેસ કરી હતી અને આ ડોમેસ્ટિક ઓટો ઉત્પાદક કંપની માટે તે ઘણી હિટ રહી છે. પ્રીમિયમ હેચબેકે પ્રીમિયમ પેકેજ સાથે સેગમેન્ટમાં ત્રીજા બેસ્ટ સેલર તરીકે સ્થાપિત કરી છે અને તેને 5.44 લાખ રૂપિયાથી લઇને 8.95 લાખ રૂપિયાની પ્રાઇસ રેન્જ વચ્ચે XE, XM, XM +, XT, XZ અને XZ (O) વેરિઅન્ટમાં વેચવામાં આવી રહ્યું છે.

અત્યારે બે એન્જિન ઓપ્શનમાં અવેલેબલ
5 સીટર હેચબેકની ટક્કર મારુતિ સુઝુકી બલેનો સાથે છે. તેમજ, તે તાજેતરમાં જ લોન્ચ થયેલી ન્યૂ જનરેશન હ્યુન્ડાઈ i20, હોન્ડા જેઝ અને ફોક્સવેગન પોલોને પણ ટક્કર આપે છે. તેમાં 1.2 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.5 લિટર ફોર સિલિન્ડર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. જૂનું થ્રી સિલિન્ડર એન્જિન 6000rpm પર 86PS મેક્સિમમ પાવર અને 3300rpm પર 113Nm પીક ટોર્ક જનરેટ કરે છે.

તે પછીનું ડીઝલ એન્જિન 4,000rpm પર 90PS અને 1,250 અને 3,000rpm વચ્ચે 200Nm પીક ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિનને ફક્ત 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. અલ્ટ્રોઝ, ALAFA (એજાઇલ લાઇટ ફ્લેક્સિબલ એડનાન્સ્ડ) પ્લેટફોર્મ પર આધારિત પહેલું ટાટા મોટેલ છે અને ગેસોલીન મિલ જે ટિયાગો હેચબેકને પણ પાવર આપે છે.

કંપનીએ સોશિયલ મીડિયા પર વીડિયો ટીઝર રિલીઝ કર્યું
તેથી, આ જ પાવરટ્રેનનું ટર્બોચાર્જ્ડ વર્ઝન આવતા અઠવાડિયે લોન્ચ થવાની સંભાવના છે. આ લેટેસ્ટ ટીઝર વીડિયો ટાટા દ્વારા ક્રિસમસ પહેલાં બહાર પાડવામાં આવ્યો છે. તેમાં લાલ રંગની અલ્ટ્રોઝને "યોર સાન્ટા અલ્ટ્રોઝ" શબ્દો સાથે બતાવવામાં આવી છે. આ ઉપરાંત, આ કાર એક લિમિટેડ એડિશન હશે કે સંપૂર્ણ રીતે નવું વેરિઅન્ટ હશે તે અંગે હજી મૂંઝવણ છે.

તાજેતરમાં જ ટાટાએ તેનાં લોકપ્રિય વાહનો જેવા કે હેરિયર અને નેક્સનમાં નવાં વેરિઅન્ટ ઉમેર્યાં છે. જો આ 1.2 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન તરીકે નીકળે તો તે સંભવિત 1,500-5,500rpm પર 110PS નજીક મેક્સિમમ પાવર અને 5,500rpm પર અને 140Nm અને પીક ટોર્કનો મેક્સિમમ પાવર આઉટપુટ જનરેટ કરશે. સ્ટાન્ડર્ડ 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અથવા એક ઓપ્શનલ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે તેને રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે.