• Gujarati News
  • Utility
  • Automobile
  • Tata Tigor EV Launched In Teal Blue Color, Ready To Accelerate From 0 To 60 Kmph In Just 5.7 Seconds, Estimated Starting Price ₹ 13.99 Lakh

ન્યૂ લોન્ચ:ટીલ બ્લુ કલરમાં ટાટા ટિગોર EV લોન્ચ થઈ, માત્ર 5.7 સેકંડમાં 0થી 60 કિમીની સ્પીડ પકડવા તૈયાર, અંદાજિત પ્રારંભિક કિંમત ₹13.99 લાખ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાટા મોટર્સે આખરે તેની નવી ઇવી ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દીધી. ટાટા મોટર્સે ભારતમાં તેની ઇલેક્ટ્રિક કાર Tigor EV લોન્ચ કરી દીધી છે. દેશની ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સે ટિગોરના ઇલેક્ટ્રિક વર્ઝનનું ટીઝર પણ રિલીઝ કર્યું છે. તેમજ, આ સાથે કંપનીની પ્રીમિયમ હેચબેક અલ્ટ્રોઝ પણ ટૂંક સમયમાં લોન્ચ થશે એવી ચર્ચા ચાલી રહી છે.

ઓનલાઇન અને ઓફલાઇન બુકિંગ
ગયા વર્ષે Nexon EV લોન્ચ થયા બાદ Tata Tigor EVની જાહેરાત કરવામાં આવી હતી. ગ્રાહકો ટાટા મોટર્સની ડીલરશીપ પર જઇને આ નવી ઇવીનું પ્રિ -બુકિંગ કરાવી શકશો. Tigor EVને સિલેક્ટેડ ડીલરશીપ પરથી 21,000 રૂપિયાની બુકિંગ અમાઉન્ટથી બુક કરાવી શકાશે. આ કારને ટીલ બ્લુ કલરમાં લોન્ચ કરવામાં આવી છે. આ કાર ઓનલાઇન પણ બુક કરાવી શકાશે. અત્યાર સુધી ટિગોર ઇલેક્ટ્રિક સરકારી કચેરીઓ અને ઓપરેટર્સ માટે જ ઉપલબ્ધ હતી. પરંતુ હવે આ કાર ખાનગી ગ્રાહકો માટે પણ રજૂ કરવામાં આવી છે. અત્યારે કંપનીએ માત્ર આ કાર લોન્ચ કરી છે. તેનું વેચાણ 31 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે.

એક્સટિરિયરમાં સમગ્ર સેટઅપને હાઇલાઇટ કરતા ઇલેક્ટ્રિક બ્લુ એક્સેન્ટ્સનો સમાવેશ કરાયો
એક્સટિરિયરમાં સમગ્ર સેટઅપને હાઇલાઇટ કરતા ઇલેક્ટ્રિક બ્લુ એક્સેન્ટ્સનો સમાવેશ કરાયો

કારમાં શાઇની બ્લેક પેનલ મળશે
આ નવી ઇલેક્ટ્રિક કાર ટિગોરના પેટ્રોલ ફેસલિફ્ટ મોડલ પર જ બેઝ્ડ છે, જેને કંપનીએ ગયા વર્ષે રજૂ કરી હતી. ડિઝાઇનની દૃષ્ટિએ આ કાર પેટ્રોલ મોડેલ જેવી જ છે. તેમાં ટ્રેડિશનલ ગ્રિલને બદલે એક નવી શાઇન કરતી બ્લેક પેનલ આપવામાં આવી છે, જેમાં સમગ્ર સેટઅપને હાઇલાઇટ કરતા ઇલેક્ટ્રિક બ્લુ એક્સેન્ટ્સનો સમાવેશ થાય છે. Tigor EVમાં હેડલેમ્પ્સની અંદર અને 15-ઇંચના એલોય વ્હીલ્સ પર બ્લુ હાઇલાઇટ્સ પણ આપવામાં આવી છે.

7.0 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 4 સ્પીકર, મલ્ટી-ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ, ઓટોમેટિક ક્લાયમેટ કંટ્રોલ જેવાં ફીચર્સ મળશે
7.0 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 4 સ્પીકર, મલ્ટી-ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ, ઓટોમેટિક ક્લાયમેટ કંટ્રોલ જેવાં ફીચર્સ મળશે

કારને ઇલેક્ટ્રિક અપીલ આપવા બ્લુ એક્સેન્ટનો ઉપયોગ
આ કારની કેબિન પણ કરન્ટ ટિગોરના મોડેલ જેવી જ છે. કારની અંદર પણ બ્લુ એક્સન્ટનો સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. જે આ કારને ઇલેક્ટ્રિક અપીલ આપે છે. ફીચર્સની વાત કરીએ તો આ કારમાં એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે 7.0 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 4 સ્પીકર અને 4 ટ્વીટર, iRA કનેક્ટેડ કાર ટેકનોલોજી, મલ્ટી-ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ, ઓટોમેટિક ક્લાયમેટ કંટ્રોલ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. તેમજ, સેફ્ટી ફીચર્સ તરીકે ટિગોર EVમાં ડ્યુઅલ એરબેગ્સ, EBD સાથે ABS, રિઅર પાર્કિંગ સેન્સર, રિઅર પાર્કિંગ કેમેરા, સીટ બેલ્ટ રિમાઇન્ડર આપવામાં આવ્યાં છે.

એન્જિન ડિટેલ્સ
Tigor EV 55 kWનું પીક પાવર આઉટપુટ અને 170 Nmનો ટોર્ક ટોર્ક જનરેટ કરે છે. તે ફક્ત 5.7 સેકંડમાં કલાક દીઠ 0થી 60 કિમીની સ્પીડ પકડી લેશે. તેમાં 26 kWh લિથિયમ-આયન બેટરી પેક આપવામાં આવ્યું છે. Tigor EVને વોટરપ્રૂફ બનાવવા માટે IP67 રેટેડ બેટરી પેક અને મોટર આપવામાં આવી છે. તેમજ, આ કાર 8 વર્ષ અને 1,60,000 કિમીની બેટરી અને મોટર વોરંટી સાથે આવે છે. આ કાર ODB 64 પરીક્ષણ ધોરણનું પણ પાલન કરે છે.

15A પ્લગ પોઇન્ટથી ફાસ્ટ ચાર્જિંગ સાથે સ્લો ચાર્જિંગ પણ કરી શકાશે
15A પ્લગ પોઇન્ટથી ફાસ્ટ ચાર્જિંગ સાથે સ્લો ચાર્જિંગ પણ કરી શકાશે

ફાસ્ટ ચાર્જિંગની સાથે સ્લો ચાર્જિંગ પણ કરી શકાશે
નવી ટિગોર EV ગ્લોબલ લેવલે સ્વીકૃત CCS2 ચાર્જિંગ પ્રોટોકોલ સાથે આવી છે અને તેને 15A પ્લગ પોઇન્ટથી ફાસ્ટ ચાર્જિંગ સાથે સ્લો ચાર્જિંગ પણ કરી શકાય છે. આ કાર એ જ Ziptron પાવરટ્રેનનો ઉપયોગ કરશે જે Nexon EVને પણ પાવર આપે છે. જો કે, પાવર 100hpની નજીક મળવાની અપેક્ષા છે, જ્યારે બેટરી પેક 30.2kWh કેપેસિટી પર સમાન રહે છે. નવી Tigor EVમાં ગ્રાહકોની સુવિધા માટે ફાસ્ટ ચાર્જિંગ કેપેસિટી પણ મળશે.

કિંમત
કંપનીએ નવી ટાટા ટિગોર ઇલેક્ટ્રિકની કિંમત અંગે કોઈ જાહેરાત કરી નથી. પરંતુ નિષ્ણાતો માને છે કે આ કારની કિંમત 13.99 લાખ રૂપિયાથી 16.85 લાખ રૂપિયા વચ્ચે રાખવામાં આવી શકે છે. તે સ્ટાન્ડર્ડ પેટ્રોલ વર્ઝન ટિગોરની સરખામણીએ 1.5 લાખથી 2 લાખ રૂપિયા મોંઘી હોઈ શકે છે, જેની પ્રારંભિક કિંમત 7.81 લાખ રૂપિયા છે.

અન્ય સમાચારો પણ છે...