તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Tata Tiago's New Variant XT (O) Launched For ₹ 5.48 Lakh, The New Variant Will Be ₹ 15,000 Cheaper Than The XT Variant

ન્યૂ લોન્ચ:ટાટા ટિયાગોનું નવું વેરિઅન્ટ XT(O) ₹5.48 લાખમાં લોન્ચ થયું, નવું વેરિઅન્ટ XT વેરિઅન્ટ કરતાં ₹15,000 સસ્તું મળશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાટા મોટર્સ તેની હેચબેક ટિયાગોનું નવું વેરિઅન્ટ લઈને આવી છે. કંપનીએ ટાટા ટિઆગોના નવાં XTO વેરિઅન્ટ સાથે હેચબેક મોડેલ લાઇનઅપ વધાર્યું છે. ટિયાગોના આ નવાં વેરિઅન્ટની એક્સ શો રૂમ કિંમત 5.48 લાખ રૂપિયા છે. ટિયાગો XTO વેરિઅન્ટ એ હેચબેકના એન્ટ્રી-લેવલ XE અને XT ટ્રીમ વચ્ચે હશે.

ટિયાગોનું નવું વેરિઅન્ટ XTO તેનાં બેઝ XE વેરિઅન્ટ કરતાં લગભગ 48,000 રૂપિયા વધુ ખર્ચાળ છે. તેમજ, તે XT વેરિઅન્ટ કરતાં 15,000 રૂપિયા સસ્તું છે.

4 સ્પીકર્સ ઓડિયો સિસ્ટમ મળશે
ટાટા ટિઆગોનું નવું XTO વેરિઅન્ટ 1.2L, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિનથી સજ્જ છે અને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ કોમ્બો સાથે આવે છે. ફીચર્સની વાત કરીએ તો નવાં ટાટા ટિઆગો XTO વેરિઅન્ટમાં 4-સ્પીકર ઓડિઓ સિસ્ટમ, સ્ટિયરિંગ માઉન્ટ થયેલો ફોન અને ઓડિયો કન્ટ્રોલ્સ આપવામાં આવ્યાં છે.

જો કે, તેમાં બ્લુટૂથ કનેક્ટિવિટી, મ્યુઝિક સિસ્ટમ, સ્પીડ ડિપેન્ડન્ટ વોલ્યૂમ કંટ્રોલ અને AM/FM સાથે USB જેવાં કેટલાંક મહત્ત્વપૂર્ણ ફીચર્સ આપવામાં આવ્યાં છે.

કાર સ્પીડ અલર્ટ સેફ્ટી ફીચરથી સજ્જ
ટિયાગોના XTO વેરિઅન્ટમાં બોડી કલર્ડ બંપર્સ, 14 ઇંચની સ્ટીલ રિમ્સ, ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર થીમ, 2.5 ઇંચની MID, ટેચોમીટર, ટિલ્ટ એન્ડ પાવર સ્ટિયરિંગ, મલ્ટિ ડ્રાઇવ મોડ્સ, અડજસ્ટેબલ ફ્રંટ અને ઇન્ટિગ્રેટેડ રિઅર હેડ રેસ્ટ, EBD સાથે ABS, રિઅર પાર્કિંગ સેન્સર્સ, સ્પીડ અલર્ટ, ડ્યુઅલ એરબેગ્સ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

ટિયાગો રેન્જના ભાવ
ટાટા ટિયાગો હેચબેક અત્યારે 9 વેરિઅન્ટ અને 4 ટ્રીમ ઓપ્શન XE, XT, XZ અને XZ+માં મળે છે. તેની પ્રારંભિક એક્સ-શો રૂમ કિંમત 4.99 લાખ રૂપિયા છે, જે તેના ટોપ વેરિઅન્ટમાં 6.95 લાખ રૂપિયા સુધી જાય છે. ટાટા ટિયાગો મોડેલ લાઇનઅપમાં 5 મેન્યુઅલ વેરિઅન્ટ છે, જેની કિંમત રૂપિયા 4.99 લાખથી લઇને 6.43 લાખ રૂપિયા સુધીની છે.

ટિયાગોના 4 ઓટોમેટિક વેરિઅન્ટ્સ (XTA, XZA, XZA+ અને XZA+ DT) છે, જેની કિંમત અનુક્રમે 6.14 લાખ રૂપિયા, 6.59 લાખ રૂપિયા, 6.85 લાખ રૂપિયા અને 6.95 લાખ રૂપિયા છે. આ તમામ એક્સ-શો રૂમ ભાવ છે.

અન્ય સમાચારો પણ છે...