કન્ફર્મ:બ્લેક ઇન્ટિરિયર અને હાઇટેક ફીચર્સ સાથે ટાટા ટિયાગો NRG કાર 4 ઓગસ્ટે લોન્ચ થશે, અંદાજિત કિંમત 5.50 લાખ રૂપિયા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

2021 ટાટા ટિયાગો NRG ફેસલિફ્ટ ભારતમાં લોન્ચ થવા માટે તૈયાર છે. ટાટા મોટર્સ તેને 4 ઓગસ્ટ 2021ના ​​રોજ ભારતીય બજારમાં લોન્ચ કરશે. કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું ટીઝર લોન્ચ કરી દીધું છે. વર્ષ 2018થી 2020 સુધી ટિયાગો NRG ઇન્ડિયન માર્કેટમાં વેચાઇ હતી. તે ક્રોસઓવર મોડેલ પર બેઝ્ડ કંપનીની એન્ટ્રી-લેવલ કાર હતી. પરંતુ જ્યારે 2020ની શરૂઆતમાં ટાટા ટિયાગો ફેસલિફ્ટ લોન્ચ થઈ ત્યારે કંપનીએ તેનું ટિયાગો NRG વેરિઅન્ટ વેચવાનું બંધ કરી દીધું હતું.

આ ગાડીઓને ટક્કર આપશે
ઇન્ડિયન માર્કેટમાં નવી ટિયાગો NRG ફેસલિફ્ટ મારુતિ સુઝુકી સેલેરિયો X અને ફોર્ડ ફ્રી સ્ટાઇલ જેવી ગાડીઓ સાથે સ્પર્ધા કરશે. માનવામાં આવી રહ્યું છે કે કંપની તેને 5.50 લાખ રૂપિયાની પ્રારંભિક એક્સ શો રૂમ ભાવે લોન્ચ કરી શકે છે.

લુક અને ડિઝાઇન
આ ફેસલિફ્ટને નવો ફ્રંટ લુક આપવામાં આવ્યો છે. તેમાં શાર્પ ગ્રિલ અને હેડલેમ્પ્સ, નવા 14 ઇંચના એલોય વ્હીલ્સ સાથે રિવાઇઝ્ડ બંપર મળશે. ટેલેટમાં NRG બેજ સાથે રફ અને ટફ બ્લેક ક્લેડિંગ પણ મળશે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 200 થી 205mm સુધી જઈ શકે છે. આ સિવાય, તેની પર રૂફ રેલ્સ પણ આપવામાં આવશે એવી અપેક્ષા છે.

કારમાં નવી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાયમેટ કન્ટ્રોલ, હર્મન સાઉન્ડ સિસ્ટમ જેવાં ઘણાં ફીચર્સ હશે
કારમાં નવી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાયમેટ કન્ટ્રોલ, હર્મન સાઉન્ડ સિસ્ટમ જેવાં ઘણાં ફીચર્સ હશે

ફીચર્સ
ટાટા ટિયાગો NRG ફેસલિફ્ટના ઇન્ટિરિયર વિશે વાત કરીએ તો તેની અંદર ઓલ બ્લેક કેબિન મળશે. તેમાં કોન્ટ્રાસ્ટ એક્સેન્ટ સાથે એસી એર વેન્ટ બેઝલ્સ, ગિયરશિફ્ટ નોબ અને સેન્ટર કન્સોલ મળશે. આમાં નવી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાયમેટ કન્ટ્રોલ, હર્મન સાઉન્ડ સિસ્ટમ સાથે બીજાં પણ અનેક વધુ હાઇટેક ફીચર્સ આપવામાં આવી શકે છે. તેમજ, સેફ્ટી માટે તેમાં ડ્યુઅલ એરબેગ્સ, EBD સાથે ABS અને રિઅર પાર્કિંગ સેન્સર જેવાં ઘણાં ફીચર્સ આપવામાં આવશે. આ ફેસલિફ્ટમાં પ્રિ-ફેસલિફ્ટ મોડેલ કરતાં વધુ ફીચર્સ મળશે.

એન્જિન ડિટેલ્સ
2021 ટાટા ટિયાગો NRG ફેસલિફ્ટમાં પાવર માટે 1.2 લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે. તેનું એન્જિન મેક્સિમમ પાવર 84bhp અને 113Nm પીક ટોર્ક જનરેટ કરે છે. ગ્રાહકોને આમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશન યૂનિટનો ઓપ્શન મપણ મળશે.