ન્યૂ લોન્ચ:ટાટા ટિયાગોનું નવું વેરિઅન્ટ XTO લોન્ચ થયું, પ્રારંભિક કિંમત 6.14 લાખ રૂપિયા

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશની મુખ્ય ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સે તેની લાઇનઅપમાં બીજા કાર વેરિઅન્ટનો સમાવેશ કર્યો છે. ટાટાએ તેની હેચબેક કાર ટિયાગોના XTO વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. ટાટા ટિયાગોનું આ કાર મોડેલ SE અને XT મોડેલની વચ્ચેનું મોડેલ હશે. કંપનીએ ટાટા ટિયાગોના નવાં XTO વેરિઅન્ટની કિંમત 5.47 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ) નક્કી કરી છે. ટાટાનું આ મોડેલ જૂનાં મોડેલથી લગભગ 48,000 રૂપિયા મોંઘું છે, જ્યારે XTO મોડેલ કરતાં XT મોડેલ લગભગ 15,000 સસ્તું છે.

ટાટા ટિયાગો XTO મોડેલમાં 1.2L, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળશે
ટાટા ટિયાગો XTO મોડેલમાં 1.2L, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળશે

એન્જિન ડિટેલ્સ
કંપનીએ ટાટા ટિયાગો XTO મોડેલમાં 1.2L, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે, આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ કોમ્બો સાથે આવે છે. ટાટાએ આ કારમાં સ્ટિયરિંગ માઉન્ટેડ ફોન, ઓડિયો કંટ્રોલ્સ અને 4 સ્પીકર ઓડિયો સિસ્ટમ આપી છે. કારમાં હર્મન મ્યૂઝિક સિસ્ટમ, સ્પીડ ડિપેન્ડન્ટ વોલ્યૂમ કંટ્રોલ અને USB અને બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે AM/FM જેવાં સ્પેશિયલ ફીચર્સ સામેલ નથી કર્યાં.

કાર સ્પીડ અલર્ટ, ડ્યુઅલ એરબેગ્સ, મલ્ટિ ડ્રાઇવ મોડ્સ, અડજસ્ટેબલ ફ્રંટ અને ઇન્ટિગ્રેટેડ રિઅર હેડ રેસ્ટ જેવાં સેફ્ટી ફીચર્સથી સજ્જ
કાર સ્પીડ અલર્ટ, ડ્યુઅલ એરબેગ્સ, મલ્ટિ ડ્રાઇવ મોડ્સ, અડજસ્ટેબલ ફ્રંટ અને ઇન્ટિગ્રેટેડ રિઅર હેડ રેસ્ટ જેવાં સેફ્ટી ફીચર્સથી સજ્જ

સેફ્ટી ફીચર્સ
ટાટાએ તેના આ કારનાં મોડેલમાં સેફ્ટી ફીચર્સનું પણ ધ્યાન રાખ્યું છે. કંપનીએ તેમાં સ્પીડ અલર્ટ, ડ્યુઅલ એરબેગ્સ, મલ્ટિ ડ્રાઇવ મોડ્સ, અડજસ્ટેબલ ફ્રંટ અને ઇન્ટિગ્રેટેડ રિઅર હેડ રેસ્ટ, EBD સાથે ABS, રિઅર પાર્કિંગ સેન્સર, બોડી કલર બંપર, 14 ઇંચના સ્ટીલ રિમ્સ, ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર થીમ, 2.5 ઇંચના MID, ટેકોમીટર અને ટિલ્ટેડ પાવર સ્ટિયરિંગ જેવાં ફીચર્સ આપ્યાં છે.

કિંમત
ટાટા ટિયાગોના કુલ 4 ઓટોમેટિક કાર મોડેલ છે, જેમાં XTA 6.14 લાખ રૂપિયા, XZA 6.59 લાખ રૂપિયા, XZA+ 6.85 લાખ રૂપિયા અને XZA+ DT વેરિઅન્ટની કિંમત 6.95 લાખ રૂપિયા છે. તેમજ, આ કાર 6 મેન્યુઅલ કાર વેરિઅન્ટ સાથે આવે છે, જેની પ્રારંભિક કિંમત 4.99 લાખ રૂપિયાથી વધીને 6.43 લાખ રૂપિયા થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...