• Gujarati News
  • Utility
  • Automobile
  • Tata Showcases Micro SUV Punch, Equipped With 4 Variants And 7 Color Options, This Car Can Be Booked For ₹ 21 Thousand

શોકેસ:ટાટાએ માઇક્રો SUV પંચ શોકેસ કરી, 4 વેરિઅન્ટ અને 7 કલર ઓપ્શનથી સજ્જ આ કાર ₹21 હજારમાં બુક કરી શકાશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હ્યુન્ડાઈ વેન્યૂ, ટાટા નેક્સનથી લઇને રેનો કાઇગર અને કિઆ સોનેટ જેવી ઘણી માઇક્રો SUV ગાડીઓ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે ત્યારે આ સેગમેન્ટમાં એક નવી કારની એન્ટ્રી થવા જઈ રહી છે. ટાટા મોટર્સે તેની મોસ્ટ અવેટેડ માઇક્રો SUV ટાટા પંચ ફાઇનલી શોકેસ કરી દીધી છે. કંપનીએ હાલ આ કારનો ભાવ જાહેર નથી કર્યો પણ કંપનીએ આ કારનું પ્રિ-બુકિંગ શરૂ કરી દીધું છે. ગ્રાહક 21 હજાર રૂપિયા આપીને આ કાર બુક કરાવી શકે છે. ગ્રાહકો કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને આ કાર બુક કરાવી શકશે. ટાટા 20 ઓક્ટોબરે પંચ SUVની કિંમત જાહેર કરશે. તેમજ, કારની ડિલિવરી પણ એ જ દિવસથી શરૂ થઈ જશે.

એક્સટિરિયર

સિંગલ સ્લેટ ગ્રિલ, 16 ઇંચના ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ, સી-પિલર માઉન્ટેડ રિઅર ડોર હેન્ડલ મળશે
સિંગલ સ્લેટ ગ્રિલ, 16 ઇંચના ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ, સી-પિલર માઉન્ટેડ રિઅર ડોર હેન્ડલ મળશે

આ માઇક્રો SUVમાં સ્પ્લિટ હેડલેમ્પ ડિઝાઇન આપવામાં આવી છે. તેના ઉપરના યૂનિટમાં LED DRLs સ્લોટ આપવામાં આવ્યો છે. નીચેના યૂનિટમાં હેલોજન પ્રોજેક્ટર હેડલેમ્પ આપવામાં આવ્યો છે. કારમાં ડ્યુઅલ ટોન બંપર, ફોગ લાઇટ, સિંગલ સ્લેટ ગ્રિલ, 16 ઇંચના ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ, સી-પિલર માઉન્ટેડ રિઅર ડોર હેન્ડલ, 90 ડિગ્રી ઓપનિંગ ડોર અને LED ટેલલાઇટ્સ આપવામાં આવી છે.

એન્જિન ડિટેલ્સ
ટાટા પંચ માત્ર એક એન્જિન સાથે જ લોન્ચ કરવામાં આવી છે, જે 1.2 લિટર, નેચરલી એસ્પિરેટેડ, થ્રી-સિલિન્ડર, રેવોટ્રોન પેટ્રોલ એન્જિન છે. આ 6,000rpm પર 85bhpનો પાવર અને 3,300rpm પર 113Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ અથવા AMT ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. તેનાં AMT વેરિઅન્ટમાં ટ્રેક્શન પ્રો મોડ મળશે. તેને પ્યોર, એડવેન્ચર, એકમ્પલિશ્ડ અને ક્રિએટિવ જેલા 4 વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે. તેને ઓર્કસ વ્હાઇટ, ડેટોના ગ્રે, કેલિપ્સો રેડ, ટોર્નેડો બ્લુ, ટ્રોપિકલ મિસ્ટ, એટોમિક ઓરેન્જ અને મેટિયોર બ્રોન્ઝ કલર ઓપ્શનમાં ખરીદી શકાશે.

ઇન્ટિરિયર

હર્મન ફ્રી સ્ટેન્ડિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે
હર્મન ફ્રી સ્ટેન્ડિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે

આ માઇક્રો SUVમાં ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર મળશે. કારમાં 7 ઇંચની સ્ક્રીનવાળી હર્મન ફ્રી સ્ટેન્ડિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોને સપોર્ટ કરે છે. આ સાથે જ 7 ઇંચનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, લેધર રેપ્ડ ફ્લેટ બોટમ સ્ટિયરિંગ વ્હીલ, ક્રૂઝ કન્ટ્રોલ, ઓટોમેટિક ક્લાયમેટ કન્ટ્રોલ, સ્ટિયરિંગ માઉન્ટેડ કન્ટ્રોલ, સિટી અને ઇકોના બે ડ્રાઇવ મોડ, એન્જિન સ્ટાર્ટ-સ્ટોપ બટન અને હાઇટ અડજસ્ટેબલ ડ્રાઇવર સીટ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

સેફ્ટી ફીચર્સ
કારમાં એક કૂલિંગ ગ્લોબ બોક્સ, સેકંડ રો આર્મ રેસ્ટ, ઓટોમેટિક હેડલેમ્પ, રેન સેન્સિંગ વાઇપર્સ, ડ્યુઅલ એરબેગ્સ, ABS સાથે EBD, રિઅર પાર્કિંગ સેન્સર, સીટ બેલ્ટ રિમાઇન્ડર, સ્પીડ અલર્ટ, બ્રેક કન્ટ્રોલ, રિવર્સ પાર્કિંગ કેમેરા, ટાયર પંચર રિપેર કીટ જેવાં ફીચર્સ સ્ટાન્ડર્ડ વેરિઅન્ટમાં પણ મળશે.

આ ગાડીઓ સાથે કોમ્પિટીશન
ટાટાના પ્રોડક્ટ લાઇનઅપમાં આ ટાટા નેક્સનથી નીચે અને ટાટા અલ્ટ્રોઝ કરતાં ઉપર હશે. ઇન્ડિયન માર્કેટમાં આ કારની ટક્કર મહિન્દ્રા KUV100, અને મારુતિ ઇગ્નિસ સાથે થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...