તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવવધારો:ટાટા સફારીના ભાવમાં ₹36,000 સુધીનો વધારો કરાયો, હવે ગ્રાહકોએ બેઝ વેરિઅન્ટ ખરીદવા ₹14.99 લાખ ચૂકવવા પડશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાટા મોટર્સે 2021 ટાટા સફારીના ભાવ વધારીને ગ્રાહકોને મોટો ઝાટકો આપ્યો છે. કંપનીની આ નવી SUV હવે 36,000 રૂપિયા સુધી મોંઘી થઈ ગઈ છે. કંપનીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં જ 2021 ટાટા સફારી લોન્ચ કરી હતી. કંપનીએ તેની આઈકોનિક SUV ઇન્ડિયન માર્કેટમાં પ્રારંભિક એક્સ-શો રૂમ 14.69 લાખ રૂપિયાના ભાવે લોન્ચ કરી હતી, જેની કિંમત તેના ટોપ વેરિઅન્ટ પર 21.45 લાખ રૂપિયા સુધી જતી હતી. જો કે, હવે ભાવવધાર્યા પછી ટાટા સફારીની પ્રારંભિક કિંમત 14.99 લાખ રૂપિયા થઈ ગઈ છે. તેમજ, તેના ટોપ એન્ડ વેરિઅન્ટની કિંમત 21.81 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

સફારીનું ટોપ એન્ડ વેરિઅન્ટ ખરીદવા 21.81 લાખ રૂપિયા ચૂકવવા પડશે
સફારીનું ટોપ એન્ડ વેરિઅન્ટ ખરીદવા 21.81 લાખ રૂપિયા ચૂકવવા પડશે

વેરિઅન્ટ પ્રમાણે નવી કિંમત

ટાટા સફારી વેરિઅન્ટ્સનવી કિંમતજૂની કિંમત
Tata Safari XE14.99 લાખ રૂપિયા14.69 લાખ રૂપિયા
Tata Safari XM16.36 લાખ રૂપિયા16.00 લાખ રૂપિયા
Tata Safari XMA17.61 લાખ રૂપિયા17.25 લાખ રૂપિયા
Tata Safari XT17.81 લાખ રૂપિયા17.45 લાખ રૂપિયા
Tata Safari XT+18.61 લાખ રૂપિયા18.25 લાખ રૂપિયા
Tata Safari XZ19.51 લાખ રૂપિયા19.15 લાખ રૂપિયા
Tata Safari XZA20.76 લાખ રૂપિયા20.40 લાખ રૂપિયા
Tata Safari XZ+20.34 લાખ રૂપિયા19.99 લાખ રૂપિયા
Tata Safari XZA+21.61 લાખ રૂપિયા21.25 લાખ રૂપિયા
Tata Safari XZ+ Adventure20.56 લાખ રૂપિયા20.20 લાખ રૂપિયા
Tata Safari XZA+ Adventure21.81 લાખ રૂપિયા21.45 લાખ રૂપિયા

એન્જિન ડિટેલ્સ
ટાટા સફારીમાં પાવર માટે BS6 કમ્પ્લાયન્ટ 2.0 લિટરનું 4 સિલિન્ડર Kryotec ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 3,750 rpm પર 168PS પાવર અને 1,750-2,500 rpm પર 350Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ જ એન્જિન ટાટાની હેરિયર SUVમાં પણ જોવા મળે છે. નવી સફારીના ટ્રાન્સમિશનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ SUVનું એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનથી સજ્જ છે. આ સિવાય હ્યુન્ડાઇના 6 સ્પીડ ઓટોમેટિક ટોર્ક કન્વર્ટર યૂનિટનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...