તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લાંબી રાહ જોયા પછી અંતે ટાટાએ 2021 સફારી ભારતમાં લોન્ચ કરી છે. તેની એક્સ-શોરૂમ કિંમત 14.69-21.45 લાખ રૂપિયાની વચ્ચે છે. કંપનીએ તેનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. 30 હજાર રૂપિયામાં કાર બુક કરી શકાશે. નવી સફારી લેન્ડ રોવરના D8- ડિરાઈવ્ડ ઓમેગા આર્કિટેક્ચર પર બેઝ્ડ છે. કંપનીએ તે હેરિયરમાં આપ્યું છે. હકીકતમાં નવી સફારીને હેરિયરનું સ્ટ્રેચ્ડ-આઉટ વર્ઝન પણ કહી શકાય છે, તેમાં બેસવા માટે વધારે સીટ્સની સાથે થોડા ચેન્જીસ કર્યા છે.
મહિન્દ્રા XUV500ને ટક્કર મળશે
નવી સફારીને 6 અને 7 સીટ કન્ફિગ્રેશનમાં લોન્ચ કરી છે. 5 સીટર સિબલિંગ હેરિયરથી અલગ દેખાવ તેને થોડી લાંબી અને ઊંચી બનાવી છે. નવાઈ સફારી હેરિયરથી 63mm લાંબી અને 80mm ઊંચી છે. તેના ફ્રન્ટ લુકને રિ-ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં ક્રોમ એલિમેન્ટ્સ પણ આપ્યા છે. તેમાં 18 ઇંચના અલૉય વ્હીલ છે. તેની ડિઝાઇન હેરિયર જેવી જ છે. 2021 ટાટા સફારીની ભારતીય માર્કેટમાં MG હેક્ટર પ્લસ અને મહિન્દ્રા XUV500 સાથે ટક્કર થશે.
2021 ટાટા સફારી વેરિઅંટ વાઈઝ પ્રાઈઝ લિસ્ટ:
ટ્રિમ | એક્સ શોરૂમ, કિંમત |
XE | 14.69 લાખ રૂપિયા |
XM | 16.00 લાખ રૂપિયા |
XT | 17.45 લાખ રૂપિયા |
XT+ | 18.25 લાખ રૂપિયા |
XZ | 19.15 લાખ રૂપિયા |
XZ+ | 19.99 લાખ રૂપિયા |
XMA | 17.25 લાખ રૂપિયા |
XZA | 20.40 લાખ રૂપિયા |
XZA+ | 21.25 લાખ રૂપિયા |
XZ+એડવેન્ચર એડિશન | 20.20 લાખ રૂપિયા |
XZA+ એડવેન્ચર એડિશન | 21.45 લાખ રૂપિયા |
7 સીટ કન્ફિગ્રેશનમાં મળશે
ઇક્વિપમેન્ટ લિસ્ટની વાત કરીએ તો નવી સફારીનાં ટોપ XZ+ વેરિઅંટમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સપોર્ટ સાથે 8.8 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સામેલ છે. તેમાં 9 સ્પીકરની સાથે જેબીએલ ઓડિયો સિસ્ટમ, પેનોરમિક સનરૂફ, ઓટોમેટિક ક્લાઇમેન્ટ કન્ટ્રોલ, માઉન્ટેડ કન્ટ્રોલની સાથે મલ્ટી-ફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ, પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ, ઓટો હોલ્ડની સાથે ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેકિંગ વગેરે ફીચર્સ છે. સ્ટાર્ન્ડ વર્ઝનમાં તેમાં 7 સીટ કન્ફિગ્રેશન છે. તેમાં 6 સીટ ઓપશન માત્ર ટોપ XZ + અને XZA + વેરિઅંટમાં અવેલેબલ છે.
2 લિટરના ચાર સિલિન્ડર ડીઝલ એન્જિન મળશે
પર્ફોર્મન્સ માટે નવી સફારીમાં હેરિયરની જેમ જ 2.0 લીટર ચાર સિલિન્ડર ડીઝલ એન્જિન છે, તે 170hp નો મેક્સિમમ પાવર અને 350Nm પીક ટૉર્ક જનરેટ કરે છે. ગિયરબોક્સ ઓપશન હેરિયર જેવા જ છે. નવી સફારીમાં 6 સ્પીડ મેન્યુઅલ કે 6 સ્પીડ ટૉર્ક કન્વર્ટ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળશે.
ઑલ-વ્હીલ ડ્રાઈવ કે હાઈબ્રીડ વેરિઅંટ આવવાની આશા
હજુ આમાં ઑલ વ્હીલ ડ્રાઈવનો કોઈ ઓપશન નથી, તેમાં ઓરિજિનલ સફારી લવર્સને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. કંપનીએ કહ્યું કે, ઓમેગા પ્લેટફોર્મ ઑલ-વ્હીલ ડ્રાઈવની સાથોસાથ ઇલેક્ટિક પાવરટ્રેન માટે પણ તૈયાર છે. આશા છે કે, ભવિષ્યમાં ઑલ- વ્હીલ ડ્રાઈવ કે હાઈબ્રીડ વેરિઅંટ મળી શકે છે. હાઈબ્રીડ વેરિઅંટ આવવાની વધારે સંભાવના છે. કારણકે ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગ ધીમે-ધીમે સતત ઇલેક્ટ્રીફિકેશન સ્વીકારી રહ્યું છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.