ન્યૂ લોન્ચ:5 સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવતી ટાટા પંચ લોન્ચ થઈ, 7 કલરથી સજ્જ આ કારની પ્રારંભિક કિંમત 5.49 લાખ રૂપિયા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાટા મોટર્સે તેની મોસ્ટ અવેટેડ માઇક્રો SUV ટાટા પંચ ફાઇનલી લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેની પ્રારંભિક કિંમત 5.49 લાખ રૂપિયા નક્કી કરી છે. કારનું પ્રિ-બુકિંગ પહેલેથી જ શરૂ થઈ ગયું છે. ગ્રાહકો 21 હજાર રૂપિયા આપીને તેનું બુકિંગ કરાવી શકે છે. આ માઇક્રો SUVને NCAP ગ્લોબલ રેટિંગમાં 5 સ્ટાર મળ્યા છે. SUVને અડલ્ટ્સની સુરક્ષા માટે 5 સ્ટાર રેટિંગ (16.453) અને બાળકોની સુરક્ષા માટે 4 સ્ટાર રેટિંગ (40.891) મળ્યા છે.

પંચનાં 4 વેરિઅન્ટના ભાવ

વેરિઅન્ટમેન્યુઅલઓટોમેટિક
પ્યોર5.49 લાખ રૂપિયા-
એડવેન્ચર6.39 લાખ રૂપિયા6.99 લાખ રૂપિયા
એકમ્પ્લિશ7.29 લાખ રૂપિયા7.89 લાખ રૂપિયા
ક્રિએટિવ8.49 લાખ રૂપિયા9.09 લાખ રૂપિયા

ફીચર્સ
નવી ટાટા પંચને કંપનીએ એડવાન્સ એજાઇલ લાઇટ ફ્લેક્સિબલ એડવાન્સ્ડ (ALFA) આર્કિટેક્ચર પર બનાવવામાં આવી છે. પંચનું લાંબું સ્ટાન્સ, હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને ડ્રાઇવિંગ પોઝિશન યુઝરને રસ્તાનો એક કમાન્ડિંગ વ્યૂ આપે છે.

પંચ સિક્યોરિટી ફીચર્સ સાથે આવે છે, જેમાંથી કેટલાંક સેગમેન્ટ-ફર્સ્ટ ફીચર્સ છે. તેમાં ડ્યુઅલ એરબેગ્સ, EBD સાથે ABS અને કોર્નર સ્ટેબિલિટી કંટ્રોલ, કોર્નરિંગ ફંકશન સાથે ફ્રંટ ફોગ લેમ્પ્સ, ચાઈલ્ડ સીટ ISO ફિક્સ્ડ એન્કર પોઈન્ટ, પેરિમેટ્રિક એલાર્મ સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ કેમેરા, ડ્રાઈવર અને કો-ડ્રાઈવર સીટ બેલ્ટ રિમાઈન્ડર, ટાયર પંચર રિપેર કીટ આપવામાં આવી છે. તેનાં ફર્સ્ટ ફીચર સેગમેન્ટમાં બ્રેક સ્વે કંટ્રોલનો સમાવેશ થાય છે.

એન્જિન ડિટેલ્સ
ટાટા પંચ ફક્ત એક જ એન્જિન સાથે લોન્ચ થઈ છે, જે 1.2 લિટર, નેચરલી એસ્પિરેટેડ, થ્રી-સિલિન્ડર, રેવોટ્રોન પેટ્રોલ એન્જિન છે. આ 6,000rpm પર 85bhp પાવર અને 3,300rpm પર 113Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ અથવા AMT ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. તેનાં AMT વેરિઅન્ટમાં ટ્રેક્શન પ્રો મોડ મળશે. તેને પ્યોર, એડવેન્ચર, એકમ્પ્લિશ્ડ અને ક્રિએટિવ જેવાં 4 વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. તેમજ, આ કાર ઓર્કસ વ્હાઇટ, ડેટોના ગ્રે, કેલિપ્સો રેડ, ટોર્નેડો બ્લુ, ટ્રોપિકલ મિસ્ટ, એટોમિક ઓરેન્જ અને મેટિયોર બ્રોન્ઝ કલર ઓપ્શનમાં ખરીદી શકાશે.

એન્જિન ટાઇપ1.2-લિટર રેવોટ્રોન
ફ્યુલપેટ્રોલ
એન્જિન કેપેસિટી1199cc
મેક્સ પાવર86Ps @ 6000 rpm
મેક્સ ટોર્ક113 Nm
ડ્રાઇવ મોડ્સઈકો અને સિટી
ટ્રાન્સમિશન ટાઇર5-સ્પીડ મેન્યુઅલ/5-સ્પીડ ઓટોમેટિક

ઇન્ટિરિયર
આ માઇક્રો SUVમાં ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર મળશે. કારમાં 7 ઇંચની સ્ક્રીનવાળી હર્મન ફ્રી સ્ટેન્ડિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોને સપોર્ટ કરે છે. આ સાથે જ 7 ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, લેધર રેપ્ડ ફ્લેટ બોટમ સ્ટિયરિંગ વ્હીલ, ક્રૂઝ કન્ટ્રોલ, ઓટોમેટિક ક્લાયમેટ કન્ટ્રોલ, સ્ટિયરિંગ માઉન્ટેડ કન્ટ્રોલ, સિટી અને ઇકોના બે ડ્રાઇવ મોડ, એન્જિન સ્ટાર્ટ-સ્ટોપ બટન, હાઇટ અડજસ્ટેબલ ડ્રાઇવર સીટ વગેરે જેવાં ફીચર્સ પણ મળશે.

કારમાં 7 ઇંચની સ્ક્રીનવાળી હર્મન ફ્રી સ્ટેન્ડિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે
કારમાં 7 ઇંચની સ્ક્રીનવાળી હર્મન ફ્રી સ્ટેન્ડિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે

આ ગાડીઓને ટક્કર આપશે
ટાટાની પ્રોડક્ટ લાઇનઅપમાં તે ટાટા નેક્સનથી નીચે અને ટાટા અલ્ટ્રોઝ કરતાં ઉપર હશે. ઇન્ડિયન માર્કેટમાં આ ગાડી મહિન્દ્રા KUV100, મારુતિ ઇગ્નિસને ટક્કર આપશે.

અન્ય સમાચારો પણ છે...