• Gujarati News
  • Utility
  • Automobile
  • Tata Punch Gets 5 star Safety Rating, Parents And Children Will Be Safer In Case Of Accident, Car Price To Be Announced On October 18

NCAP ટેસ્ટ:ટાટા પંચને 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યાં, એક્સિડન્ટ થયો તો વડીલો અને બાળકો વધુ સુરક્ષિત રહેશે, 18 ઓક્ટોબરે કારની કિંમત જાહેર થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાટા મોટર્સ તરફથી તાજેતરમાં રજૂ કરાયેલી મિડ-સાઇઝ SUVને અડલ્ટ્સની સેફ્ટી માટે 5-સ્ટાર રેટિંગ (16.453) અને ગ્લોબલ NCAP તરફથી બાળકોની સેફ્ટી માટે 4-સ્ટાર રેટિંગ (40.891) મળ્યાં છે. જાન્યુઆરી 2020માં અલ્ટ્રોઝ અને ડિસેમ્બર 2018માં નેક્સન પછી 5-સ્ટાર સિક્યોરિટી રેટિંગ મેળવનાર નવી પંચ ટાટાની ત્રીજી ગાડી છે.

ટાટા પંચના સિક્યોરિટી ફીચર્સ
નવી ટાટા પંચ કંપનીએ એડવાન્સ્ડ એજાઇલ લાઇટ ફ્લેક્સિબલ એડવાન્સ્ડ (ALFA) આર્કિટેક્ચર પર બનાવી છે. પંચનું ઊંચું સ્ટાન્સ, હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને ડ્રાઇવિંગ પોઝિશન યુઝરને રસ્તાનો કમાન્ડિંગ વ્યૂ આપે છે.

પંચ સિક્યોરિટી ફીચર્સ સાથે આવે છે, જેમાંથી કેટલાંક સેગમેન્ટ-ફર્સ્ટ ફીચર્સ છે. તેમાં ડ્યુઅલ એરબેગ્સ, EBD સાથે ABS અને કોર્નર સ્ટેબિલિટી કંટ્રોલ, કોર્નરિંગ ફંકશન સાથે ફ્રંટ ફોગ લેમ્પ્સ, ચાઈલ્ડ સીટ ISO ફિક્સ્ડ એન્કર પોઈન્ટ, પેરિમેટ્રિક એલાર્મ સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ કેમેરા, ડ્રાઈવર અને કો-ડ્રાઈવર સીટ બેલ્ટ રિમાઈન્ડર, ટાયર પંચર રિપેર કીટ આપવામાં આવી છે. તેનાં ફર્સ્ટ ફીચર સેગમેન્ટમાં બ્રેક સ્વે કંટ્રોલનો સમાવેશ થાય છે.

SUVમાં પર્ફોર્મન્સ, કમ્ફર્ટ અને સ્ટેબેલિટીનું યોગ્ય કોમ્બિનેશન
ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ સેગમેન્ટના પ્રેસિડન્ટ, શૈલેષ ચંદ્રનું કહેવું છે કે, આ SUV ભારતીય રસ્તાઓ પર પર્ફોર્મન્સ, કમ્ફર્ટ અને સ્ટેબિલિટીનું બેસ્ટ કોમ્બિનેશન ઓફર કરે છે. જ્યારે અમે પંચ કાર ડેવલપ કરતા હતા ત્યારે અમે એ બાબત ધ્યાનમાં રાખી કે તેની કોમ્પેક્ટ સાઇઝ હોવા છતાં ગ્રાહકોને વધુ સારું પેકેજ મળી શકે. પંચ એ ચાર મુખ્ય પિલર્સને મજબૂત બનાવે છે જે તમામ ટાટા SUVને ડિફાઇન કરે છે. એટલે કે, તે અદભૂત ડિઝાઇન અને આકર્ષક પર્ફોર્મન્સ, મોટી કેબિન અને ફુલ સેફ્ટીથી સજ્જ છે.

કિંમત 18 ઓક્ટોબરે રિવીલ થશે
ટાટા મોટર્સે પુષ્ટિ કરી છે કે 2021 પંચ SUVની કિંમત 18 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. પંચ SUV આ મહિનાની શરૂઆતમાં રજૂ કરવામાં આવી હતી અને તેનું બુકિંગ 21,000 રૂપિયામાં શરૂ થઈ ગયું છે. ટાટા પંચ ડ્યુઅલ ટોન કલર ઓપ્શન સહિત 7 રંગોમાં ખરીદી શકાશે. તે ફ્રંટ ગ્રિલ હેડલાઇટ સાથે LED DRLથી સજ્જ છે. તેમાં 16 ઇંચના એલોય વ્હીલ્સ પણ આપવામાં આવ્યાં છે.

ગાડીની સેફ્ટી કેવી રીતે મપાય છે ચાલો જાણીએ...
સ્કેલ નંબર 1: ક્રેશ ટેસ્ટ રેટિંગ

ભારતમાં વેચાતી લગભગ તમામ ગાડીઓનો ગ્લોબલ કાર સેફ્ટી એજન્સી (NCAP) દ્વારા ક્રેશ ટેસ્ટ કરાય છે. વિવિધ સ્કેલ પર ક્રેશ ટેસ્ટ કર્યાં બાદ કારને સેફ્ટી રેટિંગ આપવામાં આવે છે. ક્રેશ ટેસ્ટ માટે કારમાં ડમીનો ઉપયોગ થાય છે. આ ડમી મનુષ્યની જેમ બનાવવામાં આવે છે.

ટેસ્ટિંગ દરમિયાન, ગાડીને ફિક્સ સ્પીડથી હાર્ડ ઓબ્જેક્ટ સાથે અથડાવવામાં આવે છે. આ દરમિયાન કારમાં 4થી 5 ડમી બેસાડવામાં આવ્યા હોય છે. પાછળની સીટ પર બેબી ડમી મૂકવામાં આવે છે. તેને ચાઇલ્ડ સેફ્ટી સીટ પર ફિક્સ કરવામાં આવે છે. ક્રેશ ટેસ્ટ બાદ કારની એરબેગ કામ કરે છે કે નહીં, ડમીને કેટલું નુકસાન થયું તેના આધારે રેટિંગ આપવામાં આવે છે.

સ્કેલ નંબર 2: કારનાં સેફ્ટી ફીચર્સ
કાર ખરીદતી વખતે ક્રેશ ટેસ્ટ રેટિંગ સાથે અન્ય સેફ્ટી ફીચર્સ જેવાં કે એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક બ્રેક-ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન, રિઅર કેમેરા, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઓટો ડોર લોક/અનલોક, વેરેબલ લોક/અનલોક, ડે ટાઈમ રનિંગ લાઈટ્સ, રિઅર ડિફોગર અને વાઈપર્સ, રિવર્સ પાર્કિંગ સેન્સર, ડે/નાઇટ મિરર્સ અને ફોગ લેમ્પ વગેરેનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...