ઓટો એક્સપો 2023 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ વધ્યા છે. 13 જાન્યુઆરીના રોજ ગ્રેટર નોઈડામાં ગોલ્ફ કોર્સની પાસે ઈન્ડિયા એક્સપો માર્ટમાં તેનું આયોજન થશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ એક્સપોમાં મારુતિ સુઝુકીની જિમ્ની લોન્ચ કરવામાં આવી શકે છે ને સાથે જ મારુતિ સુઝુકી પોતાની પહેલી EV પણ આ જ એક્સપોમાં બહાર પાડે તેવી ચર્ચા થઈ રહી છે. આ સિવાય ઓટો એક્સપોમાં ટાટા પંચ પણ જોવા મળી શકે. તો ચાલો આ એક્સપોમાં સામે આવનારી સંભવિત SUV ગાડીઓ, તેની અંદાજિત કિંમત અને કયાં-કયાં ફીચર્સ મળશે તે જાણીએ.
સામાન્ય લોકો માટે 13 થી 18 સુધી ઓટો એક્સપો યોજાશે
ઓટો એક્સપો મોટર શો ગ્રેટર નોઈડાના ઇન્ડિયા એક્સપો માર્ટમાં યોજાશે. ઓટો એક્સપો-2023 11 જાન્યુઆરીથી શરૂ થશે પરંતુ, 11 અને 12 જાન્યુઆરી મીડિયા માટે રિઝર્વ્ડ (આરક્ષિત) છે. 13 થી 18 જાન્યુઆરી દરમિયાન સામાન્ય લોકો માટે તેનું આયોજન કરવામાં આવશે. તેનો સમય સવારે 11 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીનો રહેશે.
આ એક્સપો જોવા માટે કેટલી ટિકિટ રહેશે?
જો તમે આ કાર્યક્રમમાં ભાગ લેવા માગતા હો તો તમારે તેના માટે ટિકિટ લેવી પડશે. ટિકિટની કિંમત દિવસ પ્રમાણે બદલાશે. 13 જાન્યુઆરીએ તેની કિંમત 750 રૂપિયા રાખવામાં આવી છે. ટિકિટ પર માત્ર એક જ વ્યક્તિને એન્ટ્રી મળે છે. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોની ટિકિટ લેવી પડશે નહીં. આ ઇવેન્ટની ટિકિટ તમે ‘bookmyshow’ પરથી ખરીદી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.