અપકમિંગ / ટાટા નેક્સનનું સ્પેશિયલ એડિશન મોડલ Kraz ટૂંક સમયમાં જ લોન્ચ થશે, ઓરેન્જ અને બ્લેક કલર સ્કીમમાં આવશે

Tata Nexon's special edition model Kraz to launch soon in orange and black color scheme

Divyabhaskar.com

Sep 09, 2019, 12:33 PM IST

ઓટો ડેસ્કઃ ટાટા મોટર્સ ફેસ્ટિવ સિઝન માટે એકવાર ફરી Nexon Kraz લાવવાની તૈયારીમાં છે. કંપનીએ આ સ્પેશિયલ એડિશન નેક્સનનું ટીઝર ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ગયા વર્ષે પણ ટાટાએ ફેસ્ટિવ સિઝન દરમિયાન Tata Nexon Kraz Edition માર્કેટમાં લોન્ચ કરી હતી. આ વખતે તેને નવા કલરમાં લોન્ચ કરવામાં આવશે. ટીઝર વીડિયોમાં નેક્સન પર ઓરેન્જ અને બ્લેક કલર સ્કીમ જોવા મળી રહી છે, જેથી એવી ધારણા છે કે નેક્સનની નવી Kraz એડિશન આ જ કલર સાથે આવશે.

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નેક્સનનાં આ સ્પેશિયલ એડિશન મોડલમાં ગ્રિલ, આઉટ સાઇડ રીઅર વ્યૂ મિરર્સ અને કેબિન અપહોલ્સ્ટ્રી પર પેઇન્ટ હાઇલાઇટ્સ જોવા મળી શકે છે. વર્ષ 2018માં આવેલી નેક્સન Kraz એડિશનમાં સીટ્સ પર લેધર અપહોલ્સ્ટ્રી આપવામાં આવી હતી, જે આ વખતે પણ મળવાની અપેક્ષા છે.

Kraz એડિશન નેક્સનનાં ટોપ વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ થશે. આ કારણોસર તેમાં હાર્મન કાર્ડન ઓડિયો સિસ્ટમ, બ્લુટૂથ કનેક્ટિવિટી, ઓટો ક્લાઇમેટ કન્ટ્રોલ અને રીઅર એસી વેન્ટ્સ સહિત અન્ય ફીચર્સ મળશે. આ ઉપરાંત, ડ્યુઅલ ફ્રંટ એરબેગ્સ, રીવર્સ પાર્કિંગ સેન્સર્સ, સીટ બેલ્ટ રિમાઇન્ડર્સ અને હાઈસ્પીડ અલર્ટ સિસ્ટમ જેવાં સેફ્ટી ફીચર્સ સ્ટાન્ડસ્ડ મળશે. ટોપ વેરિઅન્ટ Kraz+માં એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ મળશે.

પાવર
નેક્સનની Kraz એડિશનમાં વર્તમાન મોડલવાળું 1.2 લિટર ટર્બો પેટ્રોલ અને 1.5 લિટર ટર્બો ડીઝલ એન્જિન મળશે. બંને એન્જિન સાથે 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સના ઓપ્શન ઉપલબ્ધ છે. માનવામાં આવી રહ્યું છે કે આ સ્પેશિયલ એડિશન મોડલ કંપનીને નેક્સનનો BS-4 સ્ટોક ક્લીયર કરવામાં મદદ કરશે. ટાટા નેક્સનનું BS-6 મોડલ આ વર્ષના અંત અથવા આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થશે.

X
Tata Nexon's special edition model Kraz to launch soon in orange and black color scheme
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી