• Gujarati News
  • Utility
  • Automobile
  • Tata Nano Now In EV Version, Ratan Tata Also Travels In Battery Powered Nano Car, Can Cover A Distance Of 160 Km On A Single Charge

ન્યૂ વર્ઝન:ટાટા નેનો હવે EV વર્ઝનમાં, રતન ટાટાએ પણ બેટરીવાળી નેનો કારમાં મુસાફરી કરી, સિંગલ ચાર્જમાં 160 કિમીનું અંતર કાપી શકાશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

'કાર ફોર મિડલક્લાસ પીપલ' તરીકે ઓળખાતી નેનો કાર ભલે માર્કેટમાં એટલી સફળ ન થઈ શકી હોય અને તેનું પ્રોડક્શન બંધ કરવું પડ્યું હોય પણ માર્કેટમાં ફરી એકવાર લોકોને ઇમ્પ્રેસ કરવા કંપની તેનું ઇલેક્ટ્રિક વર્ઝન લઇને આવી રહી છે. ટાટા મોટર્સે ભલે નેનોનું પ્રોડક્શન બંધ કરી દીધું હોય, પરંતુ આ કાર હજી પણ રસ્તાઓ પર દોડતી જોવા મળે છે. રતન ટાટાની આ ડ્રીમ કારને હાલમાં જ તેમની કંપનીએ નવી ફ્લેવર આપી છે. જ્યારે રતન ટાટાને બદલાયેલી ફ્લેવરમાં નેનો ડિલિવરી કરવામાં આવી તો તેઓ એટલા ખુશ થઈ ગયા કે પોતાની જાતને આ કારમાં ફરવા રોકી શક્યા નહીં.

ઇલેક્ટ્રિક નેનો રતન ટાટાને ઇમ્પ્રેસ કરી ગઈ
ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે પાવરટ્રેન બનાવનારી કંપની ઇલેક્ટ્રા EVએ આ કારને કસ્ટમાઇઝ કરીને ઇલેક્ટ્રિક કારનું સ્વરૂપ આપ્યું છે. કંપનીએ પોતે લિંક્ડઇન પર આ માહિતી આપી હતી. કંપનીએ કહ્યું કે તેના ફાઉન્ડર રતન ટાટાને આ કાર માત્ર પસંદ જ નથી આવી પણ તેમણે નેનો EVમાં મુસાફરી કરવાનો આનંદ પણ લીધો હતો.

ઇલેક્ટ્રા EV માટે મૂમેન્ટ ઓફ ટ્રુથ
ઇલેક્ટ્રા EVએ રતન ટાટા સાથે નેનો EVનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. એ ફોટામાં શાંતનુ નાયડુ, જે રતન ટાટાના સહયોગી છે તે પણ ફોટામાં રતન ટાટા, નેનો EV સાથે જોવા મળી રહ્યા છે. કંપનીએ ઈમેજ પોસ્ટ કરીને લખ્યું, 'આ ટીમ ઈલેક્ટ્રા EV માટે મૂમેન્ટ ઓફ ટ્રુથ છે. અમારા ફાઉન્ડરે કસ્ટમ-બિલ્ટ નેનો EVમાં મુસાફરી કરી. તે ઈલેક્ટ્રા EVની પાવરટ્રેન પર બનેલી છે. અમે રતન ટાટાને નેનો EV ડિલિવર કરીને અને તેમની પાસેથી ફીડબેક મેળવીને ગર્વ અનુભવીએ છીએ.'

નેનો કાર 10 સેકંડથી પણ ઓછા સમયમાં કલાક દીઠ 0થી 60 કિમીની સ્પીડ પકડી લેશે
નેનો કાર 10 સેકંડથી પણ ઓછા સમયમાં કલાક દીઠ 0થી 60 કિમીની સ્પીડ પકડી લેશે

નેનો EVમાં 160 કિમીની રેન્જ મળશે
નેનો EV એ 4 સીટર કાર છે અને તેની રેન્જ 160 કિમી છે. કાર 10 સેકંડથી પણ ઓછા સમયમાં 0થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. આમાં લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટાટા મોટર્સનું આ કાર વિશે કહેવું છે કે આ કાર રિયલ કાર જેવી ફીલ આપે છે.

આ કસ્ટમ બિલ્ટ નેનો EVમાં 72V આર્કિટેક્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જ પાવરટ્રેનનો ઉપયોગ ટિગોર EVમાં પણ કરવામાં આવ્યો છે. કંપનીએ તેની ડિઝાઇનમાં ફેરફાર કર્યો અને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI) દ્વારા 213 કિમીની સર્ટિફાઇડ રેન્જ અચીવ કરી લીધી છે. આ નવું વર્ઝન બનાવવામાં કંપનીએ પાવરટ્રેનમાં કોઈ ફિઝિકલ ચેન્જિન પણ કર્યા નથી.

અન્ય સમાચારો પણ છે...