અપકમિંગ:ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થયું ટાટા નેનોનું ઈલેક્ટ્રિક વર્ઝન, દાવો- ફુલ ચાર્જમાં 203 કિલોમીટરની રેન્જ મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઈલેક્ટ્રિક વર્ઝનને ટેસ્ટિંગ દરમિયાન પુણેના રસ્તા પર સ્પોટ કરવામાં આવ્યું
  • ટેસ્ટિંગ દરમિયાન નેનોને બદલે નિયો બ્રાન્ડિંગ જોવા મળ્યું

ટાટા નેનો હવે નવા અવતાર અને નવા અંદાજમાં કમબેક કરવાની તૈયારીમાં છે. રતન ટાટાનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી ટાટા નેનો ભલે માર્કેટથી બહાર થઈ હોય પરંતુ હવે તે ઈલેક્ટ્રિક પાવરમાં કમબેક કરવા તૈયાર છે. તાજેતરમાં જ ટાટા નેનોના ઈલેક્ટ્રિક વર્ઝનને ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવ્યું છે. જોકે ટેસ્ટમાં નેનોને બદલે નિયો બ્રાન્ડિંગ જોવા મળ્યું છે.

આશરે 3 વર્ષ પહેલાં નવેમ્બર 2017માં ટાટા મોટર્સે ઝેયમ ઓટોમેટિવ સાથે પાર્ટનરશિપમાં ટાટા નેનોના ઈલેક્ટ્રિક વર્ઝનની જાહેરાત કરી હતી. આ કારને ઝેયમ નિયો બ્રાન્ડ સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

ઓલા ઈલેક્ટ્રિક ફ્લીટમાં લોન્ચ કરવાની હતી

  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કારને ઓલા ઈલેક્ટ્રિક ફ્લીટમાં લોન્ચ કરવાની હતી. જોકે વર્ષો પછી પણ આ કારના પ્રોડક્શન અને તૈયારી વિશે કોઈ માહિતી સામે આવી નહિ. રશલેનના એક રિપોર્ટ પ્રમાણે, નિયો ઈલેક્ટ્રિક કાર ટેસ્ટિંગ દરમિયાન પુણેના રસ્તા પર સ્પોટ થઈ છે.
  • ટાટા મોટર્સ અને નિયોની પાર્ટનરશિપ આશરે 2 વર્ષ પછી મિડ 2019માં આ રિપોર્ટ સામે આવ્યો કે ઓલા ઈલેક્ટ્રિકે ઝેયમ નિયો ઈલેક્ટ્રિક કારને સિટી ટેક્સી રૂપમાં ખરીદવા માટે ટાટા મોટર્સ ફાયનાન્સ પાસેથી 40 કરોડ રૂપિયાનો ડેટ ફંડ હાંસલ કર્યો છે. આ જાહેરાત પછી હવે ટાટા નેનો ઈલેક્ટ્રિક કાર ન તો ફ્લીટ ઓપરેટર્સ માટે લોન્ચ થઈ ન તો પ્રાઈવેટ કાર તરીકે.

ટાટા નેનો ઈલેક્ટ્રિક કારમાં શું ખાસ મળશે

  • નવા રિપોર્ટ પ્રમાણે, ટાટાની આ ઈલેક્ટ્રિક કારમાં 17.7 kWની ક્ષમતાની 48 વોલ્ટ (23 હોર્સ પાવર)ની ઈલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવશે. આ મોટરનો સપ્લાય ઈલેક્ટ્રા ઈવીએ કર્યો છે. આ જ કંપનીએ ટિયાગો અને ટિગોર માટે ઈલેક્ટ્રિક મોટર સપ્લાય કરી હતી.
  • જોકે બંને કંપનીઓના ઓરિજિનલ એગ્રીમેન્ટ અનુસાર, ટાટા મોટર્સે ઝેયમના કારની બોડી પેનલ સપ્લાય કરવાની હતી અને કોયમ્બતૂર બેઝ્ડ કંપનીએ ઈલેક્ટ્રિક મોટર ઈન્સ્ટોલ કરવાની હતી.
  • આ કારને ટાટા નેનોના નામથી લોન્ચ કરવામાં આવશે કે ઝેયમ નિયોના નામથી તેના માટે લોન્ચિંગની રાહ જોવી પડશે. જોકે ટેસ્ટિંગ દરમિયાન કારનો બેચ જોવા મળ્યો નથી.
  • રિપોર્ટ પ્રમાણે આ કારમાં એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ, ફ્રન્ટ સીટ માટે બેલ્ટ રિમાઈન્ટડર, રિવર્સ પાર્કિંગ સેન્સર જેવાં ફીચર્સ મળશે. કારની ટૉપ સ્પીડ 85 કિલોમીટર પ્રતિ કલાક હશે. આ કાર સિંગલ ચાર્જમાં 203 કિલોમીટર સુધી રેન્જ આપશે. રિપોર્ટ પ્રમાણે AC અને 4 એડલ્ટ સાથે આ કેર આશરે 140 કિલોમીટરની સફર કરશે. જોકે અપકમિંગ કાર વિશે કંપનીએ કોઈ ઓફિશિયલ માહિતી આપી નથી.
અન્ય સમાચારો પણ છે...