તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોકેસ:ટાટા મોટર્સે નેક્સન અને હેરિયર જેવી દેખાતી મિડ સાઇઝ SUV 'PUNCH' માર્કેટમાં શોકેસ કરી, અંદાજિત કિંમત 5 લાખ રૂપિયા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાટા મોટર્સે તેની HBX મિડ સાઇઝ SUVને PUNCH નામથી માર્કેટમાં શોકેસ કરી છે. આ SUV કંપની દ્વારા 2020 ઓટો એક્સ્પોમાં HBXના નામે રજૂ કરવામાં આવી હતી. ત્યારથી આ SUVના લોન્ચિંગની રાહ જોવાઈ રહી હતી. પરંતુ જાન્યુઆરી 2020માં શરૂ થયેલા ઓટો સેક્ટરમાં મંદી અને પછી કોરોના રોગચાળાને કારણે ટાટા મોટર્સે PUNCH SUVનું લોન્ચિંગ પોસ્ટપોન કર્યું હતું. જ્યારે હવે ઓટો સેક્ટરે વેગ પકડતાની સાથે જ કંપનીએ PUNCH SUV શોકેસ કરી છે અને કંપની આ SUVને ફેસ્ટિવ સિઝનમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

ફ્રંટ ગ્રિલ અને એર ડેમ પર દેખાતી સિગ્નેચર ટ્રાઇ એરો ડિઝાઇન ટાટા નેક્સન જેવી જ આપવામાં આવી
ફ્રંટ ગ્રિલ અને એર ડેમ પર દેખાતી સિગ્નેચર ટ્રાઇ એરો ડિઝાઇન ટાટા નેક્સન જેવી જ આપવામાં આવી

લુક નેક્સન અને હેરિયર જેવો
નાની SUV ટાટા PUNCHના પ્રોટોટાઇપ પરથી અંદાજ લગાવવામાં આવે તો કારનો લુક નેક્સન અને હેરિયર જેવો છે. આ કારમાં હેરિયર જેવાં LED DRL પ્રોજેક્ટર હેન્ડલેમ્પ મળશે. બીજીબાજુ, નાની SUV ટાટા PUNCHની ફ્રંટ ગ્રિલ અને એર ડેમ પર દેખાતી સિગ્નેચર ટ્રાઇ એરો ડિઝાઇન ટાટા નેક્સન જેવી જ આપવામાં આવી છે. તેમજ, તેની કિંમત વિશે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કારની પ્રારંભિક કિંમત 5 લાખ રૂપિયા હોઈ શકે છે.

ટાટા અલ્ટ્રોઝથી ઇન્સપાયર થઈ
Small SUV Tata PUNCH કાર લુકમાં નાની હશે. પરંતુ તેનું એન્જિન પાવરફુલ છે. આ સ્મોલ SUV ટાટા PUNCHમાં ટાટાની અલ્ટ્રોઝ કાર જેવાં કેટલાક ફીચર્સ પણ હશે. જેમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી, મલ્ટી-ફંક્શન સ્ટિયરિંગ વ્હીલ અને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કારમાં 1.2 લિટરનું નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન
કારમાં 1.2 લિટરનું નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન

એન્જિન ડિટેલ્સ
આ કારમાં 1.2 લિટરનું નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવશે, જે 86 PS પાવર અને 113 Nm ટોર્ક જનરેટ કરી શકે છે. ટાટા આ કારને મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ઓપ્શનમાં લોન્ચ કરી શકે છે. આ કારની પહેલી ઝલક ઓટો એક્સ્પોમાં જોવા મળી હતી. ત્યારથી જે લોકો સ્મોલ SUVનો ક્રેઝ ધરાવે છે તેઓ આ કારના લોન્ચિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેમની રાહ આગામી ફેસ્ટિવલ સિઝનમાં પૂરી થઈ શકે છે.