ન્યૂ લોન્ચ:ટાટા મોટર્સે Xpres-T EV લોન્ચ કરી, સિંગલ ચાર્જમાં 213 કિમીનું અંતર કાપતી આ સિડેનની કિંમત 9.54 લાખ રૂપિયા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા હવે ઓટોમોબાઇલ કંપનીઓ ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં પોતાની નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી રહી છે. ટાટા મોટર્સે ઇન્ડિયન માર્કેટમાં Xpres-T હેઠળ તેની ફર્સ્ટ ઇલેક્ટ્રિક સિડેન લોન્ચ કરી દીધી છે. કંપનીએ જુલાઈ મહિનામાં આ કાર શોકેસ કરી હતી. ત્યારબાદ હવે કંપનીએ ઓફિશિયલી આ કાર લોન્ચ કરી દીધી છે. Xpres-T એ ટાટા ટિગોર EVનું રિ-બ્રાંડેડ મોડેલ છે. FAME-2 સબસિડી હેઠળ ઇન્ડિયન માર્કેટમાં આ કારની પ્રારંભિક કિંમત 9.54 લાખ રૂપિયા છે, જેનાં ટોપ વેરિઅન્ટનો ભાવ 10.64 લાખ રૂપિયા સુધી જાય છે.

કાર 213 કિમી અને 165 કિમી એમ 2 રેન્જમાં આવશે
કાર 213 કિમી અને 165 કિમી એમ 2 રેન્જમાં આવશે

આ EV ટેક્સી સેગમેન્ટમાં વેચાશે
ટાટા મોટર્સ આ ઇલેક્ટ્રિક કારને ટેક્સી સેગમેન્ટમાં વેચશે. તેમાં ઇન્ટરનલ કમ્બશન એન્જિન (ICE) વ્હીકલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ બંને સામેલ છે. આ ઇલેક્ટ્રિક સબકોમ્પેક્ટ સિડેન 213 કિમી અને 165 કિમી (ARAI સર્ટિફાઇડ) જેવી બે રેન્જમાં આવે છે. તેનું 21.5 kWh બેટરી પેક 213 કિમીની રેન્જ આપે છે. તેમજ, તેનું 16.5 kWh બેટરી પેક 165 કિમીની રેન્જ આપે છે.

80% સુધી ચાર્જ થવામાં 90 મિનિટનો સમય લે છે
80% સુધી ચાર્જ થવામાં 90 મિનિટનો સમય લે છે

90 મિનિટમાં 80% સુધી ચાર્જ થઈ જશે
કંપનીના જણાવ્યાનુસાર, 16.5 kWh બેટરી પેક 80% સુધી ચાર્જ થવામાં 90 મિનિટનો સમય લે છે. તેમજ, 21.5 kWh બેટરી પેક 80% સુધી ચાર્જ થવામાં 110 મિનિટનો સમય લાગે છે. આ ઇલેક્ટ્રિક કારને નોર્મલ ચાર્જર અથવા કોઇપણ 15A પ્લગ પોઇન્ટની મદદથી ચાર્જ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...