ડિસ્કાઉન્ટ / ટાટા મોટર્સ ‘હેરિયર’થી લઈને ‘સફારી’ સુધીની કાર પર 1 લાખ કરતાં વધુ ડિસ્કાઉન્ટ આપી રહી છે

Tata Motors is offering over 1 lakh discounts on cars from Harrier to Safari.

  • આ મહિનામાં કંપનીએ કુલ 13, 169 યુનિટનું વેચાણ કર્યું હતું
  • કંપની વેચાણ વધારવા માટે પોતાના ઘણા મોડેલ પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે
  • ટાટા ટિયાગો  પર કંપની 45, 000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે

Divyabhaskar.com

Nov 06, 2019, 04:35 PM IST

ઓટો ડેસ્ક. ટાટા મોટર્સના વેચાણ પર મંદીની અસર જોવા મળી રહી છે. ઓક્ટોબર 2019માં કંપનીના ‘યર ઓન યર’ (YoY) ગ્રોથમાં 28 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ મહિનામાં કંપનીએ કુલ 13, 169 યુનિટનું વેચાણ કર્યું હતું. જ્યારે ગત વર્ષે સમાન મહિનામાં કંપનીએ 18, 290 યુનિટનું વેચાણ કર્યું હતું. હવે કંપની વેચાણ વધારવા માટે પોતાના ઘણા મોડેલ પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. એટલે કે જો તમે નવી કાર લેવાનું વિચારી રહ્યા હો તો આ સમય તમારા માટે યોગ્ય છે. જાણો ટાટા પોતાની કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

ટાટા ટિયાગો
ટાટાની આ પોપ્યુલર કાર પર કંપની 45, 000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપની ડીઝલ એન્જિનને BS-VIમાં અપગ્રેડ નથી કરી રહી એટલા માટે કંપની આ કારનાં વધુ ને વધુ યુનિટસનું વેચાણ કરવાનો પ્રયાસ કરી રહી છે.

ટાટા ટિગોર
આ કાર પર અત્યારે 62, 000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. મંદીના કારણે આ કારના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. વર્તમાન સમયમાં આ કારનું સરેરાશ વેચાણ દર મહિને 2,500 યુનિટ છે.

ટાટા ઝેસ્ટ
ટાટાની આ કાર પર આ મહિને 70,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ છૂટ કારની પૂરી રેન્જ પર ઓફર કરવામાં આવી આવી રહી છે.

ટાટા નેક્સાન
ટાટા નેક્સાનને વર્તમાન સમયમાં 52, 000 રૂપિયાના ડિસ્કાઉન્ટની સાથે ખરીદી શકાય છે. આ કોમ્પેક્ટ SUVના વેચાણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

ટાટા હેક્સા
આ કાર પર કંપની 1.1 લાખનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ કાર માત્ર ડીઝલ એન્જિનની સાથે આવે છે.

સફારી સ્ટોર્મ SUV
આ કાર કંપનીની પોપ્યુલર કારમાંની એક છે. ગ્રાહકોને આકર્ષિત કરવા માટે કંપની આ કાર પર 75,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

ટાટા હેરિયર
આ કાર હાલમાં જ લોન્ચ કરવામાં આવી છે. હેક્ટર અને સેલ્ટોસનાં લોન્ચિંગ પહેલાં ભારતમાં આ કારને સારો રિસ્પોન્સ મળી રહ્યો હતો. અત્યારે આ કાર પર કંપની 70,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

ટાટા બોલ્ટ
ટાટા બોલ્ટ કાર પર 70,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કારના વેચાણમાં ઘટાડો થયો હોવા બાદ કંપની ડિસ્કાઉન્ટ ઓફર કરીને વેચાણ વધારવા માગે છે.

X
Tata Motors is offering over 1 lakh discounts on cars from Harrier to Safari.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી