બંપર વેચાણ:ટાટા મોટર્સને ફેસ્ટિવ સિઝન ફળી, ચિપની અછત હોવા છતાં જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિકગાળામાં કંપનીનું ગ્લોબલ સેલ્સ 24% વધ્યું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશ અને દુનિયાની તમામ કંપનીઓ ચિપની ચિંતામાં ચિંતિંત થઇને ફરે છે. સમયસર ચિપ ન મળવાના કારણે કારનું પ્રોડક્શન ઘટી ગયું છે. બીજીબાજુ, કાર ડિલિવરીનો વેટિંગ પિરિયડ વધી રહ્યો છે. તેમજ, કંપનીઓએ તેમની ઈચ્છા વગર પણ તેમના પ્લાન્ટ્સ ફરીથી બંધ કરવા પડી રહ્યા છે. જો કે, ચિપના આટલા હાહાકાર વચ્ચે ટાટા મોટર્સના વેચાણના આંકડા આશ્ચર્યજનક રીતે બહાર આવ્યા છે. કંપનીએ જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિકગાળા દરમિયાન ગ્લોબલ વેચાણમાં 24%નો ગ્રોથ મેળવ્યો છે.

ટાટા મોટર્સનું વેચાણ વધારવામાં ગાડીઓ અને કોમર્શિયવ વ્હીકલ્સ બંનેએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. છેલ્લાં ત્રિમાસિકગાળામાં કંપનીએ 2,51,689 યૂનિટ વેચ્યાં હતાં. તેણે ગયા વર્ષના સમાન ત્રિમાસિકગાળામાં 2,02,873 યૂનિટ વેચ્યાં હતાં.

પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં 10% ગ્રોથ નોંધાયો
જુલાઈ-સપ્ટેમ્બરમાં કંપનીએ પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં 1,62,634 યૂનિટ વેચ્યાં. આ ગયા વર્ષના સમાનગાળામાં પેસેન્જર વ્હીકલ્સના કુલ વેચાણ કરતાં 10% વધારે છે. આ વર્ષે એપ્રિલ-જૂનમાં ટાટા મોટર્સનું કુલ વેચાણ 2,14,250 યૂનિટ હતું. વર્ષ 2020ના સમાન સમયગાળાની સરખામણીમાં આ 17%નો વધારો છે. ટાટા મોટર્સ તેના કુલ વેચાણના આંકડા દર ત્રણ મહિને જાહેર કરે છે. છેલ્લાં ત્રણેય ત્રિમાસિકગાળા દરમિયાન કંપનીએ નફો કર્યો છે.

વિશ્વભરની કંપનીઓમાં ચિપની અછત જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, ટાટા મોટર્સના લક્ઝરી કાર યૂનિટ જગુઆર લેન્ડ રોવર (JLR)ના વેચાણમાં પણ જબરદસ્ત વધારો થયો છે. કંપનીએ આ સમયગાળામાં 78,251 JLR ગાડીઓ વેચી છે. આમાં, જગુઆરનું વેચાણ 13,944 યૂનિટ અને લેન્ડ રોવરનું વેચાણ 64,307 યૂનિટ રહ્યું હતું.

દર મહિને ગાડીના વેચાણના આંકડા જાહેર થાય છે
ટાટા મોટર્સ દર મહિનાની પહેલી તારીખે ભારતના વેચાણના આંકડા જાહેર કરે છે. તેમજ, FADA દ્વારા પણ કંપનીઓના વ્હીકલ રજિસ્ટ્રેશનનો ડેટા જાહેર કરવામાં આવે છે. સપ્ટેમ્બરમાં કંપનીએ 59,156 યૂનિટના વેચાણ સાથે 28%નો વાર્ષિક ગ્રોથ નોંધાવ્યો છે. સપ્ટેમ્બર 2020માં આ 46,129 યૂનિટ હતું. અગાઉ, કંપનીએ જુલાઈ 2021માં 51,981 અને ઓગસ્ટ 2021માં 54,190 યૂનિટ વેચ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...