ડિસ્કાઉન્ટ / ટાટાએ યર એન્ડિંગ સેલ શરૂ કર્યો, ગાડીઓ પર 1.65 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

Tata launches Year End Sale, get discounts up to Rs 1.65 lakh on cars

Divyabhaskar.com

Dec 03, 2019, 12:23 PM IST
ઓટો ડેસ્કઃ વર્ષ 2019 પૂરું થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને એટલે તમામ કંપનીઓ તેની યર એન્ડ ડિસ્કાઉન્ટ ઓફર્સ માર્કેટમાં ઉતારી રહી છે. ટાટા મોટર્સ પણ સ્ટોક ખાલી કરવા માટે ભારતમાં તેનાં કેટલાક જૂનાં મોડલ પર બંપર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ ઓફર હેઠળ કેટલાક મોડલ્સ પર 1.65 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો ચાલો જાણીએ કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
  • કોમ્પેક્ટ હેચબેક ટિઆગો પર 75,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. બીજીબાજુ, ટિગોર પર કંપની 1 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
  • સબ-કોમ્પેક્ટ SUV નેક્સન પર કંપની 1.07 લાખ રૂપિયા સુધીની છૂટ આપી રહી છે.
  • હેક્સા પર 1.65 લાખ રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટનો લાભ મળી રહ્યો છે.
  • કોમ્પેક્ટ SUV હેરિયર પર પણ કંપની 65,000 રૂપિયાનો બેનિફિટ આપી રહી છે.
X
Tata launches Year End Sale, get discounts up to Rs 1.65 lakh on cars

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી