ટીઝર:ટાટાએ 'Punch' SUVનું ટીઝર લોન્ચ કર્યું, એક કરતાં વધુ ટેરેન મોડ મળશે, ફેસ્ટિવ સિઝનમાં લોન્ચ થવાની શક્યતા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાટા મોટર્સે તેની અપકમિંગ માઇક્રો SUV Punchનું ટીઝર રિલીઝ કરી દીધું છે. આ ટીઝરમાં આ કાર અટ્રેક્ટિવ લુકમાં જોવા મળી રહી છે. તેનું આ ટીઝર જોઇને અંદાજ લગાવી શકાય કે કંપનીએ Punch SUVમાં એડવાન્સ્ડ ફીચર્સ એડ કર્યાં છે.

આ ટીઝર લોન્ચ કરવાની સાથે કંપનીએ દાવો કર્યો છે કે, ટાટા Punch કારમાં એક કરતાં વધુ ટેરેન મોડ આપશે. આ એક એવું ફીચર છે જે મોટાભાગે કોમ્પેક્ટ અને સબકોમ્પેક્ટ સેગમેન્ટમાં જ જોવાં મળે છે. નાની ગાડીઓમાં અત્યાર સુધી આ ફીચર આપવામાં નથી આવ્યું. તેમજ, થોડા સમય પહેલાં ટાટા મોટર્સે એ પણ દાવો કર્યો હતો કે Punch નાની કાર હોવા છતાં ભારતના રસ્તાઓ પર ચાલનારી સૌથી સુરક્ષિત કાર હશે. ટીઝરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ટાટા Punch અનેક સેફ્ટી ફીચર્સથી સજ્જ હશે. જો કે, હજી સુધી આ કારની સેફ્ટી ટેક્નોલોજી વિશે સ્પષ્ટ જાણવા નથી મળ્યું.

કારમાં હેરિયર જેવી LED અને DRL હેડલાઇટ્સ આપવામાં આવી છે
કારમાં હેરિયર જેવી LED અને DRL હેડલાઇટ્સ આપવામાં આવી છે

ફેસ્ટિવ સિઝનમાં લોન્ચિંગ
ટાટા મોટર્સે SUV Punch ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં શોકેસ કરી હતી. તેમાં ફ્રંટ અને રિઅરમાં બોલ્ડ લુક આપવામાં આવ્યો છે. આ કારમાં હેરિયર જેવી LED અને DRL હેડલાઇટ્સ આપવામાં આવી છે. એક મોટું બોનેટ ડિઝાઇન કરવામાં આવ્યું છે અને એક ગ્રિલ આપવામાં આવી છે, જે આ કારના લુકને બોલ્ડ બનાવે છે. Punchમાં પાછળની બાજુ ચારેબાજુ એરો શેપની ટેલલાઇટ આપવામાં આવી છે. તેની એલોય ડિઝાઇન પણ અટ્રેક્ટિવ લાગે છે. તેનાં મોટાં વ્હીલ્સ તેને સામાન્ય રોડ પર પકડ બનાવી રાખવામાં સક્ષમ કરે છે.

નવી ટેક્નોલોજી અને લેન્ગ્વેજીસથી સજ્જ ફીચર્સ મળશે
ટાટા મોટર્સે માઇક્રો SUV Punchની કેબિનમાં કેટલાક ફીચર્સ ઉમેર્યાં છે, જે નવી ટેક્નોલોજી અને લેન્ગ્વેજીસને સપોર્ટ કરશે. આ કાર ALFA – ARC બનાવનારી પહેલી કાર હશે, જે ઇમ્પેક્ટ 2.0 ડિઝાઇન લેન્ગ્વેજ હેઠળ બનાવવામાં આવી છે. આ માઇક્રો SUVનો દાવો છે કે, તે હાઇવે પર રેગ્યુલર સિટી ટ્રાન્સપોર્ટેશન માટે બેસ્ટ ડ્રાઇવ ઓપ્શન બનશે.

અન્ય સમાચારો પણ છે...