ટાટા મોટર્સે આજે એટલે કે 1 મેએ નેક્સન ઈવી મેક્સ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી. આ ગાડી સિંગલ ચાર્જ પર 437 કિલોમીટર સુધીની રેન્જ આપશે. તેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 17.74 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
56 મિનિટમાં 80% ચાર્જ થઈ જશે
નેક્સન ઈવી મેક્સમાં ફાસ્ટ ચાર્જિંગની સુવિધા પણ મળશે. 7.2kW AC ફાસ્ટ ચાર્જર સાથે, તેને રેગ્યુલર ટાઈમમાં 6.5 કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે. જ્યારે કોમર્શિયલી ઉપયોગમાં લેવાતા 50kW ડીસી ચાર્જરથી તે માત્ર 56 મિનિટમાં 80% સુધી ચાર્જ થઈ જશે.
મોટી બેટરી પેક, વધારે સ્પીડ-પાવર
નેક્સન ઈવી મેક્સમાં 40.5kWh પાવરફૂલ લિથિયમ આયન બેટરી પેક આપવામાં આવી છે. તે વર્તમાન ટાટા નેક્સન ઈવી કરતા 33% વધારે બેટરી કેપેસિટી ધરાવે છે.
140 કિલોમીટર પ્રતિ કલાક ટોપ સ્પીડ રહેશે
આ ગાડી 143 PSનો મેક્સ પાવર જનરેટ કરે છે, જ્યારે તેમાં તમને 250 Nmનો ઈન્સટન્ટ ટોર્ક મળે છે. આ કાર 0-100 કિમીની સ્પીડ માત્ર 9 સેકેન્ડમાં પકડી લે છે. તેમજ તેની ટોપ-સ્પીડ પણ 140 કિમી પ્રતિ કલાક રહેશે.
કેટલામાં આ કાર મળશે
આ કારને કંપનીએ બે વેરિઅન્ટ XZ+ અને XZ+ Luxમાં રજૂ કર્યા છે. તેમજ તેમાં ચાર્જિંગના બે ઓપ્શન મળશે. તેની એક્સ શોરૂમ કિંમત 17.74 લાખથી શરૂ થશે અને તે 19.24 લાખ રૂપિયા સુધી જશે.
ઘણા ખાસ ફીચર્સ મળશે
ફીચર્સની વાત કરીએ તો તેમાં 30 નવા ફીચર્સ મળે છે, જેમાં લેધરેટ વેન્ટિલેટેડ સીટ્સ, જ્વેલરી કંટ્રોલ નોબ, વાયરલેસ ચાર્જિંગ, ઓટો ડિમિંગ IRVM, સ્માર્ટવોચ ઈન્ટીગ્રેશન અને એક એર પ્યુરિફાયર સામેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.