ન્યૂ લોન્ચ / ટાટાએ પ્રીમિયમ હેચબેક કાર અલ્ટ્રોઝ લોન્ચ કરી, પ્રારંભિક કિંમત 5.29 લાખ રૂપિયા

Tata launched premium hatchback car altroz, starting at Rs 5.29 lakh
Tata launched premium hatchback car altroz, starting at Rs 5.29 lakh

Divyabhaskar.com

Jan 22, 2020, 03:23 PM IST

ઓટો ડેસ્કઃ ટાટાએ તેની પ્રીમિયમ હેચબેક અલ્ટ્રોઝ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. તેના પેટ્રોલ વેરિઅન્ટની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 5.29 લાખ રૂપિયા અને ડીઝલ વેરિઅન્ટની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 6.99 લાખ રૂપિયા છે. તેમાં BS-6 ધોરણોનુસાર એન્જિન અને તમામ મહત્ત્વપૂર્ણ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યાં છે. ઇન્ડિયન માર્કેટમાં આ કારની ટક્કર મારુતિ બલેનો, ટોયોટા ગ્લેન્ઝા, હ્યુન્ડાઇ i20 અને હોન્ડા જેઝ સાથે થઈ શકે છે.

અલ્ટ્રોઝનના પેટ્રોલ વેરિઅન્ટ્સની કિંમત

વેરિઅન્ટ કિંમત
XE 5,29,000 રૂપિયા
XM 5,15,000 રૂપિયા
XT 6,84,000 રૂપિયા
XZ 7,44,000 રૂપિયા
XZ (O) 7,69,000 રૂપિયા

ડીઝલ એન્જિન વેરિઅન્ટ્સની કિંમત

વેરિઅન્ટ કિંમત
XE 6,99,000 રૂપિયા
XM 7,75,000 રૂપિયા
XT 8,44,000 રૂપિયા
XZ 9,04,000 રૂપિયા
XZ (O) 9,29,000 રૂપિયા

5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળી ચૂક્યાં છે
ગ્લોબલ NCAP દ્વારા આ કારને સેફ્ટી માટે 5 સ્ટાર રેટિંગ મળ્યાં છે. સેફર કાર ફોન ઇન્ડિયા ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મેળવનારી આ પહેલી ઇન્ડિયા મેડ હેચબેક પણ છે. ટેસ્ટમાં અડલ્ટ સેફ્ટી માટે તેને 5 સ્ટાર અને ચાઇલ્ડ સેફ્ટી માટે 3 સ્ટાર રેટિંગ મળ્યાં છે. અગાઉ ટાટા નેક્સનને 5 સ્ટાર રેટિંગ મળ્યાં હતાં. આટલું રેટિંગ મેળવનાર અલ્ટ્રોઝ દેશની પહેલી કાર પણ છે.

પાવરફુલ એન્જિન
અલ્ટ્રોઝમાં BS-6 નોર્મ્સવાળું 1.2 લિટર થ્રી સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ 85 bhp પર 6000 rpm પાવર અને 113 Nm પર 3300 rpm પીક ટોર્ક જનરેટ કરે છે. બીજીબાજુ, ડીઝલ વેરિઅન્ટમાં 1.5 લિટર ટર્બો ઇન્ટરકૂલ્ડ, ફોર સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ 89 bhp પર 4000 rpm પાવર અને 200 Nm પર 1250-3000 rpm પીક ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે.

X
Tata launched premium hatchback car altroz, starting at Rs 5.29 lakh
Tata launched premium hatchback car altroz, starting at Rs 5.29 lakh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી