તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓક્ટોબર સેલ્સ રિપોર્ટ કાર્ડ:ટાટાએ વાર્ષિક ધોરણે સૌથી વધારે 79%નો વધારો નોંધાવ્યો, મારુતિ સુઝુકીએ સૌથી વધુ ગાડીઓ વેચી

9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મારુતિ સુઝુકીએ ડોમેસ્ટિક માર્કેટમાં કુલ 1,82,448 વાહન વેચ્યાં
 • ટાટા મોટર્સે કુલ 23,600 યૂનિટ્સનું વેચાણ નોંધાવ્યું

ભારતની ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રી ઝડપથી રિકવર કરી રહી છે. આ વાતનો અંદાજ તેના વેચાણના આંકડા જોઈને અંદાજ લગાવી શકાય છે. ઓક્ટોબર 2020માં કાર કંપનીઓએ ફેસ્ટિવ સિઝનમાં વધુ ગ્રાહકોને આકર્ષવા માટે અને એકબીજાને ટફ કોમ્પિટિશન આપવા ડિસ્કાઉન્ટ, સ્પેશિયલ એડિશન્સ અને અટ્રેક્ટિવ ટ્રીમ લેલ રજૂ કર્યાં છે. રવિવારે ટાટા-હ્યુન્ડાઇ, મારુતિ સુઝુકી સહિત લગભગ તમામ ઓટોમોબાઇલ કંપનીઓએ ગયા મહિનાના એટલે કે ઓક્ટોબર મહિનાના વેચાણના આંકડા જાહેર કર્યાં હતાં.

મારુતિએ ડોમેસ્ટિક માર્કેટમાં કુલ 1,82,448 વાહનો વેચ્યાં છે. જેનો અર્થ એ કે કંપનીમાં વાર્ષિક ધોરણે 18.9%નો વધારો થયો છે. ટાટા મોટર્સે વાર્ષિક ધોરણે 79% વૃદ્ધિ નોંધાવી હતી, જ્યારે હ્યુન્ડાઇએ 13% વૃદ્ધિ નોંધાવી હતી. ફોક્સવેગન, નિસાન અને રેનોમાં વાર્ષિક ધોરણે 38%નો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

1. મારુતિ સુઝુકીએ કુલ 1,82,448 ગાડીઓ વેચી

 • મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (MSIL)એ રવિવારે તેના ડોમેસ્ટિક સેલ્સના આંકડા જાહેર કર્યા. કંપનીએ વાર્ષિક ધોરણે 18.9%ના વધારા સાથે 1,82,448 યૂનિટનું કુલ વેચાણ નોંધાવ્યું છે, જેમાં ડોમેસ્ટિક વેચાણ માટે 1,66,825 યૂનિટ અને અન્ય OEM (ટોયોટા ગ્લેન્ઝા અને અર્બન ક્રુઝર) માટે 6,037 યૂનિટ સામેલ છે.
 • આ ઉપરાંત, દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપનીએ ઓક્ટોબર 2020માં 9,586 યૂનિટની નિકાસ કરી. અલ્ટો અને S-Pressoએ મિનિ સેગમેન્ટમાં 28,642 યૂનિટનું વેચાણ નોંધાવ્યું, વેગનઆર, સ્વિફ્ટ, સેલેરિયો, ઇગ્નિસ, બલેનો, ડિઝાયર અને ટૂર એસની કોમ્પેક્ટ રેન્જમાં 26.6%ના ગ્રોથ સાથે 95,067 યૂનિટનું વેચાણ થયું.
 • ગયા મહિને મારુતિ સુઝુકી સિયાઝના માત્ર 1,422 યૂનિટ 40% નકારાત્મક વધારા સાથે વેચાયાં. મારુતિ સુઝુકીની પેસેન્જર UV રેન્જમાં અર્ટીગા, S-Cross, વિટારા બ્રેઝા અને XL6 જેવાં મોડેલ્સ છે અને ગયા મહિને તેણે કુલ 25,396 યૂનિટ વેચ્યાં છે. એકંદરે, પેસેન્જર વાહનોનાં 1,63,656 યૂનિટ સાથે 17.6%નો વધારો નોંધાયો, જ્યારે વર્ષ 2019ના સમાન સમયગાળા દરમિયાન 1,39,121 યૂનિટ વેચાયાં હતાં.

2. ટાટાએ વાર્ષિક સૌથી વધારે 79%નો વધારો નોંધ્યો

 • ટાટા મોટર્સે છેલ્લા મહિનાથી સારું કમબેક કર્યું છે. ઈમ્પેક્ટ ડિઝાઈન ફિલોસફી અને નવાં પ્લેટફોર્મ પર બેઝ્ડ પ્રોડક્ટની નવી રેન્જ નિશ્ચિત રીતે હાઈ સ્ટાન્ડર્ડની સ્થાપના કરે છે. ઓક્ટોબર 2020માં ટાટાએ કુલ 23,600 વાહનોનું વેચાણ કર્યું છે.
 • ગત વર્ષે આ સમયગાળામાં કંપનીએ 13,169 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. અર્થાત કંપનીએ વાર્ષિક રીતે 79%ની વૃદ્ધિ કરી છે, જે તમામ કાર નિર્માતાઓ કરતાં વધારે છે.
 • ટાટાએ ઓગસ્ટ 2020માં ડોમેસ્ટિક પેસેન્જર વાહનનાં વેચાણમાં 154%ના વધારા સાથે 18,583 યૂનિટ્સનું વેચાણ કર્યું. ઓગસ્ટ 2019માં તેની સંખ્યા 7,316 યૂનિટ્સ હતી.
 • સપ્ટેમ્બર 2020માં, ટાટા મોટર્સે 21,200 યૂનિટ્સનું વેચાણ કર્યું છે, જે ઓક્ટોબર 2012 પછી સૌથી વધારે છે.
 • ટિયાગો અને નેક્સન ગોએ 6000થી વધારે યૂનિટ્સના વેચાણ સાથે ક્રમશ: 98% અને 111% વાર્ષિક વૃદ્ધિ કરી છે. અલ્ટ્રોઝનું મહિનામાં 20% વૃદ્ધિ સાથે 5,952 યૂનિટનું વેચાણ થયું.

3. હ્યુન્ડાઈનું ડોમેસ્ટિક વેચાણ વધ્યું, પરંતુ નિકાસ ઘટી

 • હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડ (HMIL)એ ઓક્ટોબર 2020 માટે ડોમેસ્ટિક વેચાણનાં આકંડાઓની જાહેરાત કરી છે. છેલ્લા 4 મહિનામાં ઓટો સેક્ટરમાં સારો ગ્રોથ મળી રહ્યો છે અને કંપની ઝડપથી રિકવરી કરતા જોવા મળી રહી છે.
 • દેશની બીજી સૌથી મોટી કાર નિર્માતા કંપની અને કારની સૌથી વધારે નિકાસ કરનાર હ્યુન્ડાઈએ ગત મહિને વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. કારણ કે અત્યાર સુધી સૌથી વધારે ડોમેસ્ટિક વેચાણ 56,606 યૂનિટ્સનું કર્યું છે. દક્ષિણ કોરિયાઈ બ્રાન્ડે 12,230 યૂનિટ્સનું નિકાસ પણ કર્યું છે, જેણે કુલ સેલ્સને વધારી 68,835 યૂનિટ પહોંચાડ્યું છે.

4. ઓક્ટોબરમાં કુલ 3,33,759 યૂનિટનું વેચાણ થયું, વાર્ષિક આધારે 18%નો વધારો

 • કુલ મળીને ઓક્ટોબર 2020માં ડોમેસ્ટિક વેચાણનો આંકડો 3,33,759 યૂનિટ્સ રહ્યો, જ્યારે ગયા વર્ષે આ સમયગાળામાં કુલ 2,84,048 યૂનિટ વેચાયાં હતાં. એટલે કે વર્ષને આધારે 18% વધારો થયો. મારુતિ સુઝુકીએ 1,63,600 યૂનિટ્સ સાથે વેચાણમાં 18% વધારો નોંધાયો. ગયા વર્ષે આ સમયગાળામાં કંપનીએ 1,39,121 વહન વેચ્યાં હતાં. સપ્ટેમ્બર 2020ની સરખામણીએ કુલ કાર વેચાણમાં 14% વધારો દેખાયો.
 • દક્ષિણ કોરિયન ઓટો પ્રમુખ હ્યુન્ડાઈએ વર્ષે 13.2%ને આધરે વૃદ્ધિ કરી અને તેનું નવું વેરિઅન્ટ આવ્યા પછી આ આંકડો વધવાની આશા છે કારણ કે, નેક્સ્ટ જનરેશન i20ના લોન્ચિંગને થોડા જ દિવસોની વાર છે.
 • સતત ત્રણ મહિનાના વર્ષના આધારે વેચાણમાં વધારા પછી ટાટા મોટર્સ પર ફરીથી અસર થઇ છે. ભારતીય મેકર્સે ગયા મહિને સૌથી વધારે વર્ષના આધારે વધારાની સાથે ત્રીજું સ્થાન પણ મેળવ્યું છે. ગયા મહિને 23,600 યૂનિટનું વેચાણ કર્યું, જે 2019માં આ સમયગાળામાં 13,169 યૂનિટ હતું. વેચાણમાં 79% વધારો થયો હતો.
 • કિઆની કોમ્પેક્ટ SUV સોનેટને મળેલા સારા રિસ્પોન્સને લીધે કંપની 21,021 યૂનિટ્સની સાથે ચોથા સ્થાન પર રહી. સોનેટ અને સેલ્ટોસ પોતાના સેગમેન્ટમાં નવું સ્ટાન્ડર્ડ સ્થાપી રહ્યા છે અને તેની અસર વેચાણ ચાર્ટ પર દેખાય છે. કંપનીએ ઓક્ટોબર 12,854 યૂનિટ સામે 21,021 યૂનિટ સાથે વર્ષને આધારે 64% વધારો નોંધાયો છે.
 • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 18,600 યૂનિટ સાથે પાંચમા સ્થાન પર છે, જ્યારે 17,923 યૂનિટની સાથે 4% વોલ્યુમ વધારો થયો. કંપનીએ 2 ઓક્ટોબરે સેકન્ડ જનરેશન થાર રજૂ કર્યું હતું અને તેનું બુકિંગ 15,000 યૂનિટનો આંકડો વટાવી ચૂક્યું છે. કંપની હવે નેક્સ્ટ જનરેશન XUV500 અને સ્કોર્પિયોને આવતા વર્ષના પ્રથમ 6 મહિનામાં લોન્ચ કરવાની સાથે પોતાના ડોમેસ્ટિક પોર્ટફોલિયોને વધારે મજબૂત બનાવવા પર કામ કરી રહી છે.
 • ટોયોટાએ રેનો, હોન્ડા, ફોર્ડ, MG,ફોક્સવેગન, સ્કોડા, નિસાન અને FCAને પાછળ મૂકીને છઠ્ઠું સ્થાન મેળવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...