અપકમિંગ:ટાટા ગ્રેવિટાસ 2021ની શરૂઆતમાં લોન્ચ થશે, 7 સીટર કારમાં એક્સ્ટ્રા રો સાથે લક્ઝુરિયસ લુક મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હેરિયર કરતાં ગ્રેવિટાસ 63mm લાંબી અને 80mm વધારે ઉંચી છે
  • બંને SUV 2741mmમાં એકસરખું જ વ્હીલબેઝ જોવા મળશે

ટાટા ગ્રેવિટાસ SUV આખરે આવતા વર્ષની શરૂઆતમાં જ વેચાણ માટે ઉપલબ્ધ થશે. આ નવી SUV ઇન્ડિયન માર્કેટમાં બ્રાંન્ડેડ SUV રેન્જમાં ટોપ પર આવે છે.

ટાટા ગ્રેવિટાસ: લોન્ચિંગ પોસ્ટપોન થવાનું કારણ
અગાઉ વર્ષ 2020ની ફેસ્ટિવલ સિઝન દરમિયાન માર્કેટમાં લોન્ચ માટે આ ગાડી શિડ્યૂલ કરવામાં આવી હતી. પરંતુ અન્ય મોડેલ્સની જેમ ગ્રેવિટાસનું લોન્ચિંગ પણ કોવિડ-19 મહામારીને કારણે પોસ્ટપોન થયું. સપ્લાય ચેનના કારણે તેનું લોન્ચિંગ મુલતવી રાખવું પડ્યું.

ટાટા ગ્રેવિટાસ: હેરિયર કરતાં કેટલી અલગ છે?

  • ટાટા ગ્રેવિટાસ હેરિયરની જેમ જ 7 સીટર મોડેલથી ઇન્સ્પાયર્ડ છે. પરંતુ સીટ્સની એક્સ્ટ્રા રો સાથે આ હેરિયર કરતાં વધુ લક્ઝુરિયસ છે. હેરિયર કરતાં ગ્રેવિટાસ 63mm લાંબી અને 80mm વધારે ઊંચી છે. તેમ છતાં આ બંને SUVમાં એકસરખું જ 2741mm વ્હીલબેઝ જોવા મળે છે.
  • ગ્રેવિટાસમાં બી-પીલર સુધી હેરિયર સાથે તેની સ્ટાઇલ શેર કરી છે. ત્યારબાદ તેમાં એક લાંબી રિઅર ઓવરહાંગ અને ત્રીજી રોને સમાવવા માટે એક સ્ટેપ્ડ રૂફ સાથે યૂનિક ડિઝાઇન આપવામાં આવી છે.
  • આ ઉપરાંત, 7 સીટર SUVમાં એક યૂનિક એલોય વ્હીલ ડિઝાઇન અને કલર પ્લેટ્સ જોવા મળે છે, જે આ હેરિયરને અલગ બનાવે છે.
  • એન્જિન વિશે વાત કરીએ તો, હેરિયર પાસે ફક્ત 170hp, 2.0 લિટર Kryotec ડીઝલ એન્જિન છે, જે ગ્રેવીટાસમાં પણ મળશે. ટ્રાન્સમિશન માટે તેમાં 6 સ્પીડ મેન્યુઅલ અથવા 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ઉમેરવામાં આવ્યું છે.

ટાટા ગ્રેવિટાસઃ કોની સાથે ટક્કર થશે?
ગ્રેવિટાસની ટક્કર સેગમેન્ટમાં પહેલેથી આવતી MG હેક્ટર પ્લસ અને મહિન્દ્રા XUV500 સાથે છે. મહિન્દ્રા XUV500માં એપ્રિલ 2021 સુધી સંપૂર્ણ રીતે ફેરફાર થયેલા જોવા મળશે. આ ઉપરાંત, હ્યુન્ડાઇ લોકપ્રિય હ્યુન્ડાઇ ક્રેટા SUVનું 7 સીટર વેરિઅન્ટ લોન્ચ કરવાની પણ તૈયારી કરી રહી છે, જેની ટક્કર વર્ષ 2021માં લોન્ચિંગ બાદ ગ્રેવિટાસ સાથે થશે.