ટાટા મોટર્સે પોતાની એક ન્યૂ કોન્સેપ્ટ કાર ટાટા અવિન્યાને દુનિયા સમક્ષ રજૂ કરી હતી. આ કાર ટાટાના નવા ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લેટફોર્મ પર આધારિત છે. ટાટા ગ્રુપે આ મહિનાની શરૂઆતમાં ટાટા કર્વ કોન્સેપ્ટ કાર પણ લોન્ચ કરી હતી. આ કારની ડ્રાઇવર અને ફ્રન્ટ પેસેન્જર સીટ 360 ડીગ્રી સુધી ફરતી હશે. આ ઇલેક્ટ્રિક કાર 30 મિનિટના ચાર્જિંગમાં 500 કિમીની રેન્જ આપે છે.
અવિન્યાનો અર્થ થાય છે નવીનતા
આ કોન્સેપ્ટ કાર અવિન્યાના નામ અંગે ટાટા મોટર્સના એમડી શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે આ સંસ્કૃત ભાષા પરથી ઊતરી આવેલો શબ્દ છે. એનો અર્થ થાય છે નવીનતા. આ ઉપરાંત આ નામથી IN પણ આવે છે, જે ભારતની ઓળખ છે. અવિન્યાને ભવિષ્ય અને સુખાકારીના સંગમથી તૈયાર કરવામાં આવી છે. આ કાર મુસાફરી દરમિયાન લોકોને રાહત આપવાનું કામ પણ કરશે.
કારના સ્ટીયરિંગ વ્હીલ પર તમને ટચ પેનલ મળશે
ટાટા અવિન્યાની ડિઝાઇનને એકદમ ફ્યુચરિસ્ટિક બનાવવામાં આવી છે. એને સરળ અને મિનિમલિસ્ટિક રાખવામાં આવ્યું છે. એનું મિનિમલિસ્ટિક હોવાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કારના સ્ટીયરિંગ વ્હીલ પર ટચ પેનલ આપવામાં આવી છે અને એના પરથી કારની સંપૂર્ણ સુવિધાઓ કંટ્રોલ કરવામાં આવે છે. કારનું ડેશબોર્ડ એ ખરેખર એક સંપૂર્ણ સાઉન્ડ બાર છે, જે એને એક લક્ઝુરિયસ કાર બનાવે છે. દરેક મુસાફરના હેડરેસ્ટ પર સ્પીકર્સ આપવામાં આવ્યા છે, જેથી સંગીત સાંભળતી વખતે તેને વ્યક્તિગત અનુભવ થાય.
એની સીટ 360 ડીગ્રી ફરશે
ટાટા અવિન્યાનું ટીઝર જે કંપનીએ લોન્ચ કર્યું છે એમાં બતાવવામાં આવ્યું છે કે આ કારની ડ્રાઇવર અને ફ્રન્ટ પેસેન્જર સીટ 360 ડીગ્રી ફરશે. એટલું જ નહીં, કારમાં પગની જગ્યાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જ્યારે આ કારનું ઇન્ટીરિયર એવું બનાવવામાં આવ્યું છે કે મુસાફરોને આરામદાયક લાગે. આ માટે મિડલ હૈદરાબાદ પાસે એરોમા ડિફ્યુઝર પણ આપવામાં આવ્યું છે. કારના ઇન્ટીરિયરમાં કોઇપણ પ્રકારના ભડકીલા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
મોટા વિન્ડસ્ક્રીન અને કૂલ ટાયર્સ
ટાટા અવિન્યાની વિન્ડસ્ક્રીન ઘણી મોટી છે. એ સનરૂફ સાથે એવી રીતે ભળી જાય છે કે એવું લાગે છે કે એ આખી એક સ્ક્રીન છે, સાથે જ એનાં એલોય વ્હીલ્સ ટાટા કર્વના વ્હીલના કેટલાક ટચ છે, પરંતુ એના ફ્લોવર ડિઝાઇનથી અલગ હોય છે.
હેચબેક, SUV અને MPVનું ક્રોસઓવર
ટાટા અવિન્યાની બીજી વિશેષ વાત એ છે કે એનો લુક પ્રીમિયમ હેચબેક જેવો લાગે છે, પરંતુ એની કાર્યક્ષમતા MPV જેવી છે અને એને SUV ક્રોસઓવર તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. એની ફ્રન્ટ ગ્રિલને એકદમ બોલ્ડ લુક આપવામાં આવ્યો છે, જે બીએમડબ્લ્યુ અને ઓડી જેવી લક્ઝરી કાર્સ જેવી લાગી રહી છે.
આખી કાર AI સાથે કનેક્ટેડ હશે
આ વખતે ટાટા મોટર્સનું ફોકસ કારના સોફ્ટવેર પર વધુ છે. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને પહેલીવાર આ કારની એક ઝલક દુનિયાને આપતાં કહ્યું કે હકીકતમાં ભવિષ્યની ગાડીઓ માટે સોફ્ટવેર સૌથી મહત્ત્વનું રહેશે. આ AI મશીન લર્નિંગ પર આધારિત હશે. આવી સ્થિતિમાં એવો અંદાજ લગાવી શકાય છે કે નવી ટાટા અવિન્યામાં કનેક્ટેડ કારના ઘણા ફીચર્સ હશે.
ટાટાનો નવો લોગો જોવા મળશે
ટાટા મોટર્સે હાલમાં જ ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવી કંપની ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી બનાવી છે. ટાટા અવિન્યાને આ કંપની હેઠળ બનાવવામાં આવી છે. ટાટા અવિન્યાને ટાટા મોટર્સનો એક નવા પ્રકારનો લોગો આપવામાં આવ્યો છે, જે ખરેખર કારના હેડલેમ્પની જેમ કામ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.