અપકમિંગ / 3 ડિસેમ્બરે ‘Tata Altroz’ રજૂ થશે , બુકિંગ અમાઉન્ટ 21,000 રૂપિયા

'Tata Altroz' will be released on December 3, booking amount is Rs 21,000

  • આ પ્રીમિયમ હેચબેકમાં ત્રણ એન્જિનના ઓપ્શન મળશે, જે BS6 કમ્પ્લાયંટ હશે
  • અલ્ટ્રોઝ ટાટા મોર્ટસના નવા ALFA (એજલ, લાઈટ, ફ્લેક્સિબલ અને એડવાન્સ્ડ) પ્લેટફોર્મ પર આધારિત કંપનીની પહેલી કાર છે
  • લોન્ચિંગના સમયે અલ્ટ્રોઝની કિંમતની જાહેરાત કરવામાં આવશે

Divyabhaskar.com

Dec 01, 2019, 11:43 AM IST

ઓટો ડેસ્ક. ભારતીય માર્કેટમાં Tata Altrozની ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. કંપનીએ આ પ્રીમિયમ હેચબેકનું પ્રમોશન કેમ્પેન ઘણા સમય પહેલા જ શરૂ કરી દીધું હતું. ટાટા મોટર્સ 3 ડિસેમ્બરે જેસલમેરમાં યોજાનાર ‘ગ્લોબલ અનવીલ ઈવેન્ટ’માં અલ્ટ્રોઝને લોન્ચ કરશે. ટાટા અલ્ટ્રોઝ ભારતીય માર્કેટમાં મારુતિ બલેનો, હ્યુન્ડાઈ આઈ20, ટોયોટા ગ્લેંજા અને હોન્ડા જેજ જેવી કારને ટક્કર આપશે.

લોન્ચિંગ પહેલાં અલ્ટ્રોઝની ઘણી માહિતી સામે આવી છે. આ પ્રીમિયમ હેચબેકમાં ત્રણ એન્જિનના ઓપ્શન મળશે, જે BS6 કમ્પ્લાયંટ હશે. તેમાં બે પેટ્રોલ અને એક ડીઝલ એન્જિન હશે. અલ્ટ્રોઝ ટાટા મોર્ટસના નવા ALFA (એજલ, લાઈટ, ફ્લેક્સિબલ અને એડવાન્સ્ડ) પ્લેટફોર્મ પર આધારિત કંપનીની પહેલી કાર છે. સાથે તે ટાટાની નવી ઈમ્પેક્ટ 2.0 ડિઝાઈન લેગ્વેંજ સપોર્ટ કરનારી કાર છે, જેના લીધે તેનો લુક એકદમ અટ્રેક્ટિવ લાગે છે.

ઇન્ટિરિઅર્
અલ્ટ્રોઝનું ઇન્ટિરિઅર એકદમ પ્રીમિયમ હશે. તેમાં ફ્રી-સ્ટેન્ડિંગ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, નવા સ્ટીયરિંગ વ્હીલ, એમ્બિએન્ટ લાઈટિંગ, ગૂગલ આસિસ્ટન્ટ, ક્રૂઝ કંટ્રોલ, ક્લાઈમેન્ટ કંટ્રોલ, સેગમેંટ ફર્સ્ટ પાર્ટ ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર અને 12V ચાર્જિંગ પોર્ટ જેવા ફીચર્સ હશે.

બુકિંગ અને લોન્ચિંગ
ટાટા મોટર્સ આ નવી કારનું ઓફિશિયલ બુકિંગ 4 ડિસેમ્બરથી શરૂ કરશે. બુકિંગ અમાઉન્ટ 21 હજાર રૂપિયા હશે. જો કે, રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, કંપનીના ડીલર આ કારનું બુકિંગ સમય પહેલાં કરી રહ્યા છે. 3 ડિસેમ્બરે આ કારને રજૂ કરવામાં આવશે, જ્યારે જાન્યુઆરીમાં તેને લોન્ચ કરવામાં આવશે. લોન્ચિંગના સમયે અલ્ટ્રોઝની કિંમતની જાહેરાત કરવામાં આવશે.

એન્જિન
નવી અલ્ટ્રોઝમાં 2 પેટ્રોલ અને એક ડીઝલ એન્જિનનું ઓપ્શન મળી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, તેમાં ટિયાગોવાળુ 1.2 લીટર પેટ્રોલ એન્જિન હોઈ શકે છે પરંતુ તેવો પાવર ટિયાગો કરતા થોડો વધારે હોય શકે છે. તે ઉપરાંત તેમાં 1.2 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન અને 1.5 લીટર ડીઝલ એન્જિન પણ હોય શકે છે.

X
'Tata Altroz' will be released on December 3, booking amount is Rs 21,000

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી