પ્રાઇસ ડ્રોપ:ટાટાની અલ્ટ્રોઝ 40 હજાર રૂપિયા સુધી સસ્તી થઈ, બેઝ વેરિઅન્ટ સિવાય અન્ય 4 વેરિઅન્ટની કિંમતમાં ઘટાડો નોંધાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અલ્ટ્રોઝ ડીઝલના એન્ટ્રી-લેવલ XE વેરિઅન્ટની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યા
  • ઓગસ્ટમાં જ કંપનીએ અલ્ટ્રોઝ રેન્જની કિંમતમાં 16 હજાર રૂપિયા સુધીનો વધારો કર્યો હતો

ટાટા મોટર્સે લોકલ માર્કેટમાં પ્રીમિયમ હેચબેક અલ્ટ્રાઝના ભાવમાં ઘટાડો કર્યો છે. માર્કેટમાં ચાલતી મારુતિ સુઝુકી બલેનો, હ્યુન્ડાઇ એલિટ i20, હોન્ડા જેઝ અને ફોક્સવેગન પોલોને પડકારવા માટે આ વર્ષના પ્રારંભમાં અલ્ટ્રોઝ ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી. ફેસ્ટિવ સિઝનમાં ગ્રાહકોને આકર્ષવા ટાટાએ અલ્ટ્રોઝના ડીઝલ મોડેલની કિંમતમાં 40 હજાર સુધીનો ઘટાડો કર્યો છે.

ઘટાડા પછી નવી કિંમત

  • અલ્ટ્રોઝ ડીઝલના એન્ટ્રી લેવલના XE વેરિએન્ટની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેને પહેલાની જેમ જ 6.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)માં વેચવામાં આવી રહ્યું છે. જો કે, તમામ ટ્રીમ્સ XM, XT, XZ અને XZ (O)ની કિંમતમાં રૂ. 40,000નો ઘટાડો કરવામાં આવ્યો છે.
  • XM વેરિઅન્ટ હવે 7.90 લાખ રૂપિયાને બદલે 7.50 લાખ રૂપિયામાં મળશે. જો કે, ટોપ XZ (O) ટ્રીમ ઘટાડા બાદ રૂ. 9.35 લાખને બદલે 8.95 લાખ રૂપિયામાં મળશે. ઓગસ્ટમાં જ કંપનીએ બેઝ XE ટ્રીમને બાદ કરતાં અલ્ટ્રોઝ રેન્જની કિંમતમાં 16,000 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો.
વેરિઅન્ટજૂની કિંમતનવી કિંમતતફાવત
1.XE6.99 લાખ રૂ.6.99 લાખ રૂ.કોઈ ફેરફાર નહીં
2.XM7.90 લાખ રૂ.7.50 લાખ રૂ.-40 હજાર
3.XT8.59 લાખ રૂ..8.19 લાખ રૂ..-40 હજાર
4.XZ9.19 લાખ રૂ.8.79 લાખ રૂ.-40 હજાર
5.XZ (O)9.35 લાખ રૂ.8.95 લાખ રૂ..-40 હજાર

અલ્ટ્રોઝ પેટ્રોલ-ડીઝલ બંને એન્જિનમાં અવેલેબલ

  • ​​​​​​​અલ્ટ્રોઝમાં 1.2 લિટરનું રેવોટ્રોન પેટ્રોલ અને 1.5 લિટરનું રેવોટ્રક ડીઝલ એન્જિન ઓપ્શન આપવામાં આવ્યા છે અને તેને પાંચ-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે.
  • ટિયાગોમાં પણ 1.2 લિટરનું થ્રી સિલિન્ડર ગેસોલિન યૂનિટ આપવામાં આવ્યું છે, જે 6000rpm પર 85bhp પાવર અને 3300rpm પર 113Nm પીક ટોર્ક પેદા કરે છે.
  • જ્યારે, 4 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન 4000rpm પર 89bhp પાવર અને 1250થી 3000rpm વચ્ચે 200Nm ટોર્ક પેદા કરે છે.

ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર મેળવનારી સૌથી સસ્તી કાર
ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર મેળવનારી અલ્ટ્રોઝ ભારતનું સૌથી સસ્તું વાહન છે. તે ALFA (એઝાઇલ લાઇટ ફ્લેક્સિબલ એડવાન્સ્ડ) આર્કિટેક્ચર પર આધારિત પ્રથમ મોડેલ છે અને વર્ષ 2021ની શરૂઆતમાં HBX બેઝ્ડ માઇક્રો SUV જેવાં વધુ કોમ્પેક્ટ વાહનોને નવો માર્ગ ચીંધશે.

તેનું ઇલેક્ટ્રિક વર્ઝન આવતા વર્ષે આવી શકે છે
આ સિવાય, અલ્ટ્રોઝનું ઓલ-ઇલેક્ટ્રિક વેરિઅન્ટ પણ આવતા વર્ષ સુધીમાં આવી શકે છે. ટાટા અલ્ટ્રોઝ માટે વધુ પાવરફુલ ટર્બોચાર્જ્ડ પેટ્રોલ વેરિઅન્ટ પર પણ કામ કરી રહ્યું છે, જેને આવતા મહિને DCT ટ્રાન્સમિશન સાથે રજૂ કરવામાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...