ન્યૂ ઈલેક્ટ્રિક સ્કૂટર:સુઝુકીનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર આજે ભારતીય બજારમાં લોન્ચ થઈ શકે છે; ઓલા, બજાજ અને TVS સાથે ટક્કર થશે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયા પોતાનું પહેલું ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ઘણા રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે તે આજે જ લોન્ચ થશે. જો કે, કંપનીએ હજુ સુધી ઇલેક્ટ્રિક સ્કૂટરનું નામ નથી જણાવ્યું. કંપનીએ તેના નવા ટુ-વ્હીલરનો એક ટીઝર વીડિયો જાહેર કર્યો છે.

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સુઝુકીનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર બજાજ ચેતક અને નવા Ola S1ને ટક્કર આપનાર ઈલેક્ટ્રિક સ્કૂટર હશે. તે પોતાના પોપ્યુલર બર્ગમેન મેક્સી-સ્કૂટરનું ઈલેક્ટ્રિક વર્ઝન પણ હોય શકે છે.

લુક અને ડિઝાઈન
કંપનીએ તેના આવનારા ઈલેક્ટ્રિક સ્કૂટરના કેટલાક મહત્વના ફીચર્સની એક ઝલક બતાવી છે. તેના અનુસાર, સ્કૂટરની સ્ટાઈલ એકદમ સ્પોર્ટી હશે. હેન્ડલબારમાં બ્લિંકર્સ હશે, જ્યારે ફ્રંટ એપ્રનમાં ફ્રંટ મેન હેડલેંપ એસેમ્બલી હશે. સાથે જ ડાર્ક કલર થીમ બેઝ પર નિયોન યલોઈશ હાઈલાઈટ્સના ઉપયોગથી ટુ-વ્હીલરનું એન્ગ્યુલર ડિઝાઈન ખાસ જોવા મળી રહી છે.

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફૂલ LED લાઈટિંગ અને બાહ્ય સ્ટાઇલ મોટા સ્કૂટર્સ જેવી હશે.

ફીચર્સ
તે ઉપરાંત સ્કૂટર સંપૂર્ણ રીતે ડિજિટલ ડિસ્પ્લેથી સજ્જ હશે. ડિસ્પ્લેને સ્માર્ટફોન પર બ્લુટુથની સાથે કનેક્ટ કરી શકાય છે જેનાથી આ ટુ-વ્હીલરના ઘણા કનેક્ટિવિટી ફીચર્સનો ઉપયોગ કરી શકાશે.

150 કિમી સુધી રેન્જ હોઈ શકે છે
ફૂલ ચાર્જ પર ડ્રાઈવિંગ રેન્જની વાત કરીએ તો આશા છે કે બેટરીથી ચાલતા ઈલેક્ટ્રિક સુઝુકી સ્કૂટર ઓછામાં ઓછા 100 કિમીથી 150 કિમીની ફૂલ સાયકલ રેન્જની સાથે આવશે

1.20 લાખ રૂપિયા કિંમત હશે
ઓલા S1 ઈલેક્ટ્રિક સ્કૂટર અને TVS આઈક્યુબ ઈવી સાથે તેની ટક્કર થશે, તેથી તેની પ્રારંભિક કિંમત 1 લાખ રૂપિયાથી લઈને 1.20 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.