તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિકોલ:સુઝુકીની Gixxer 250 અને Gixxer SF 250 બાઇક્સ રિકોલ કરવામાં આવી, બાઇકમાં વાઇબ્રેશનને કારણે 199 યૂનિટ પાછા મગાવાયા

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાએ તેની બે સ્પોર્ટ બાઇક Gixxer 250 અને Gixxer SF 250માં આવેલી તકનીકી ખામીને કારણે તેને રિકોલ કરી છે. મળતી માહિતી મુજબ, આ બાઇકના એન્જિનમાં વાઇબ્રેશનની સમસ્યા જોવા મળી છે. જેના કારણે કંપનીએ તેમાંથી 199 યૂનિટ રિકોલ એટલે કે પાછા બોલાવ્યા છે. કંપની આ બાઇક્સને ફ્રીમાં રિપેર કરી આપશે. આ રિકોલમાં કંપનીએ એ બાઇક્સ સામેલ કરી છે જેનું પ્રોડક્શન 12 ઓગસ્ટ 2019થી 21 માર્ચ 2021ની વચ્ચે કરવામાં આવ્યું છે.

એન્જિનમાં બેલેન્સર શાફ્ટની યોગ્ય પોઝિશન ન હોવાને કારણે વાઇબ્રેશન પેદા થયું
એન્જિનમાં બેલેન્સર શાફ્ટની યોગ્ય પોઝિશન ન હોવાને કારણે વાઇબ્રેશન પેદા થયું

બાઇક્સમાં તકનીકી ખામી કેમ આવી?
એન્જિનમાં બેલેન્સર શાફ્ટની યોગ્ય પોઝિશન ન હોવાને કારણે વાઇબ્રેશનનો અનુભવ થઈ રહ્યો છે. સોસાયટી ઓફ ઇન્ડિયા ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ અસોસિએશન (CIAM) ભારતના વોલન્ટરી રિકોલ ઇન્ફોર્મેશન પેજ પર કંપની દ્વારા પોસ્ટ કરાયેલી વિગતમાં જણાવાયું છે કે, આ સમસ્યા એટલે ઊભી થઈ કારણ કે, સુપરવાઇઝર બેલેન્સ ડ્રાઇવ ગિયર માટે ટેમ્પલેટ માર્કિંગ મેચ નહોતો કરી શકતો. જેના કારણે બેલેન્સર ડ્રાઇવ ગિયર એન્જિનમાં વધુ વાઇબ્રેશન પેદા થઈ રહ્યું છે.

Gixxer 250ની કિંમત 1,67,700 રૂપિયા અને Gixxer SF 250ની કિંમત 1,79,200 રૂપિયા
Gixxer 250ની કિંમત 1,67,700 રૂપિયા અને Gixxer SF 250ની કિંમત 1,79,200 રૂપિયા

બાઇક્સની કિંમત
સુઝુકી Gixxer 250ની દિલ્હી એક્સ-શો રૂમ કિંમત 1,67,700 રૂપિયા છે, જ્યારે Gixxer SF 250ની કિંમત 1,79,200 રૂપિયા છે. બંને બાઇક્સમાં કંપનીએ 249ccનું સિંગલ સિલિન્ડર ઓવરહેડ કેમ સિંગલ સિલિન્ડરવાળા ઓઇલ કૂલ્ડ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 26bhp પાવર અને 22.2Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6-સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે. કંપનીની આ બંને બાઇક ઘણી સફળ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો