ગ્રીન મોબિલિટી પર ફોકસ:સુઝુકી-ટોયોટાની નાની ઇ-કાર આ વર્ષે આવી શકે છે, હ્યુન્ડાઇની ઇ-કાર 500 કિમીનું અંતર કાપી શકશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • રિપોર્ટમાં જણાવ્યાનુસાર, ટોયોટા 560B કોડનેમ સાથે એક નાની કાર બનાવી રહી છે
 • હ્યુન્ડાઇની ઇ-કાર સંપૂર્ણ રીતે નવાં પ્લેટફોર્મ (e-GMP) પર બેઝ્ડ હશે

નવા વર્ષમાં ઓટો કંપનીઓ કમ્બશન એન્જિનને બદલે ઇલેક્ટ્રિક મોબિલિટી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તાજેતરમાં ટોયોટા-સુઝુકીએ જાહેરાત કરી હતી કે તે વર્ષ 2021ના ​​અંત સુધીમાં એક નાની ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. તેમજ, હ્યુન્ડાઇ પણ આ વર્ષે તેના નવાં પ્લેટફોર્મ પર બેઝ્ડ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જેમાં 500 કિમી સુધીની રેન્જ મળશે. આ બંને ડેવલપમેન્ટ વિશે વિગતવાર જાણીએ.

1. ટોયોટા-સુઝુકી સ્મોલ ઇલેક્ટ્રિક કાર

 • જાપાનની બે ઓટોમોબાઇલ કંપનીઓ સુઝુકી અને ટોયોટા અનેક વિભાગોમાં એકબીજાની શક્તિનો લાભ ઉઠાવીને પરસ્પર લાભ મેળવવા માટે ભાગીદારી કરી રહ્યા છે. આ માત્ર વૈશ્વિક બજારો માટે જ નહીં પણ ભારત માટે પણ મહત્ત્વપૂર્ણ છે. ગયા વર્ષે ટોયોટાની લોકલ પ્રોડક્ટ સિરીઝને ગ્લેન્ઝા સાથે વધારવામાં આવી હતી, જે બલેનોનું રીબેઝ્ડ વર્ઝન હતું.
 • થોડા મહિના પહેલાં અર્બન ક્રુઝર પણ આ બેજ સ્વેપિંગ એક્સર્સાઇઝ દ્વારા બહાર આવી હતી અને બંને વેચાણના સારા આંકડા પ્રાપ્ત કરી રહ્યા છે. આ ઉપરાંત, ઇનોવા ક્રિસ્ટા અને ફોર્ચ્યૂનર પણ વર્ષોથી ટોયોટાના પોર્ટફોલિયોમાં ઉપલબ્ધ છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, મારુતિ સુઝુકી અને ટોયોટા લાંબા સમયથી રેઇઝ પ્લેટફોર્મ પર આધારીત મિડ સાઇઝ SUV પર કામ કરી રહ્યા છે.
 • તે આવતા વર્ષે લોન્ચ થઈ શકે છે અને બેજ સ્વેપિંગ એક્સર્સાઇઝથી વિપરિત શક્ય છે કે તેને દરેક બ્રાંડ પ્રેફરન્સ સાથે ડેવલપ કરવામાં આવશે અને પ્રોડક્શન કોસ્ટ ઘટાડવા માટે પ્લેટફોર્મ અને કમ્પોનન્ટ્સ શેર કરશે. તે હ્યુન્ડાઇ ક્રેટા, કિઆ સોનેટ, નિસાન કિક્સ, ટાટા હેરિયર, MG હેક્ટર જેવી મિડ સાઇઝ SUVને ટક્કર આપશે.

2. કંપની સસ્તી ઇલેક્ટ્રિક કાર પર કામ કરી રહી છે

 • તાજેતરમાં જ ઇન્ટરનેટ પર પ્રકાશિત તાજેતરના રિપોર્ટ મુજબ, ટોયોટા કોડનેમ 560B નામની એક નાની કાર ડેવલપ કરી રહી છે અને આ વર્ષના અંતમાં અથવા વર્ષ 2022ની શરૂઆતમાં તે લોન્ચ થવાની સંભાવના છે. આ એક બજેટ ફ્રેન્ડલી અને માસ માર્કેટ ફોકસ્ડ ઇલેક્ટ્રિક કાર હોઈ શકે છે.
 • આ સિવાય રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ટોયોટા MPV પર પણ કામ કરી રહી છે, જે મારુતિ સુઝુકી અર્ટિગા અને ટોયોટા ઇનોવા ક્રિસ્ટા વચ્ચેના સ્લોટમાં મૂકવામાં આવશે. એટલે કે, તે સીધી મહિન્દ્રા મરાજોને ટક્કર આપશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બેજ એક સ્વેપિંગ પ્રોડક્ટ નહીં પણ એક સંપૂર્ણપણે નવી પ્રોડક્ટ હશે. તેને આવતા વર્ષના બીજા ભાગમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

3. હ્યુન્ડાઇની ઇલેક્ટ્રિક કારમાં 500 કિમીની રેન્જ મળશે

 • હ્યુન્ડાઇ મોટર ગ્રુપના ચેરમેન યુઇસુન ચુંગે પણ નવા વર્ષે તેના વિશ્વવ્યાપી કર્મચારીઓને સંદેશ આપ્યો, જેમાં તેમણે કંપનીની વ્યૂહરચના અને કમિટમેન્ટ વિશે સમજાવ્યું. તેમના મેસેજમાં તેમણે ઇકો-ફ્રેન્ડલી તેમજ ભાવિ તકનીકીમાં નોંધપાત્ર પ્રગતિ કરવા પર ભાર મૂક્યો.
 • કંપનીના વિઝન વિશે વાત કરતા ચુંગે કહ્યું કે, હ્યુન્ડાઇ એક ટોપ-ટાયર ગ્લોબલ ઇકો ફ્રેન્ડલી બ્રાંડ બની ગઈ છે. તાજેતરમાં જ રિલીઝ થયેલાં ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લેટફોર્મ, e-GMP (ઇલેક્ટ્રિક-ગ્લોબલ મોડ્યુલર પ્લેટફોર્મ)ના આધારે નવા વાહનોના લોન્ચ સાથે અમે આકર્ષક ઇકો-ફ્રેન્ડલી મોબિલિટીનો ઓપ્શન આપવાની યોજના બનાવીએ છીએ.
 • ગયા વર્ષે ડિસેમ્બરમાં હ્યુન્ડાઇએ તેનું નવું ઇલેક્ટ્રિક-ગ્લોબલ મોડ્યુલર પ્લેટફોર્મ (e-GMP) રજૂ કર્યું હતું, જે એક ડેડિકેટેડ બેટરી ઇલેક્ટ્રિક વાહન પ્લેટફોર્મ છે. આ વર્ષથી નવું e-GMP પ્લેટફોર્મ હ્યુન્ડાઇ ગ્રૂપની EV રેન્જ (જેમાં હ્યુન્ડાઇની IONIQ5 સામેલ છે), કિઆની પહેલી ડેડિકેટેડ BEV, જે આ વર્ષે સામે આવશે અને જેનેસિસ લક્ઝરી બ્રાંડના ક્રોસઓવર ઇલેક્ટ્રિક વાહનોમાં જોવા મળશે.
 • હ્યુન્ડાઇના જણાવ્યા અનુસાર, e-GMP પર બેઝ્ડ EV ફુલ ચાર્જમાં 500 કિલોમીટરથી વધુની રેન્જ આપશે (WLTP ટેસ્ટ સાઇકલ અનુસાર) આપશે. આ ઉપરાંત, બેટરી ફક્ત 18 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ થઈ જશે અને ચાર્જિંગના પાંચ મિનિટમાં જ 100 કિમી સુધીનું અંતર કાપી શકશે.