શોકેસ:સુઝુકીએ નવી બાઇક SV 650 શોકેસ કરી, ઇન્ડિયન માર્કેટમાં અંદાજિત કિંમત 7 લાખ રૂપિયા

ઓટો2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ સુઝુકી SV 650 બાઇકનું ગ્લોબલ માર્કેટ વર્ઝન લઇને આવી છે. આ બાઇક સૌપ્રથમ જાપાનમાં લોન્ચ થશે અને ત્યારબાદ કંપની દુનિયાના અન્ય માર્કેટમાં તેને ઉતારશે. જો કે, આ વિશે હજી કંપની તરફથી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ આબાઇક ટૂંક સમયમાં ઇન્ડિયન માર્કેટમાં પણ આવે એવી શક્યતા છે. જો ભારતમાં આ બાઇક લોન્ચ થાય તો તે ઓછામાં ઓછી 7 લાખ રૂપિયાની કિંમતે ઉતારાશે.

ફીચર્સ
આ બાઇકમાં 645ccનું V ટ્વીન એન્જિન આપવામાં આવ્યું છે, જે 77PS પાવર અને 64Nm ટોર્ક જનરેટ કરે છે. લો RPM પર પણ આ એન્જિન પાવરફુલ ટોર્ક જનરેટ કરે છે. અગાઉ આ એન્જિન V-Strom 650માં પણ જોવા મળી ચૂક્યું છે. બાઇકમાં 6 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. આ બાઇક એકદમ લાઇટવેટ બોડી સાથે આવે છે, જેને સરળતાથી હેન્ડલ કરી શકાય છે.

3 કલરમાં અવેલેબલ
આ બાઇકમાં ટેલિસ્કોપિક ફ્રંટ આપવામાં આવ્યા છે. બાઇકમાં બ્રેકિંગ પર્ફોર્મન્સ સારું બનાવવા માટે એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) આપવામાં આવી છે. બાઇકમાં સુઝુકી ઇઝી સ્ટાર્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે. આ બાઇક 3 કલર ઓપ્શનમાં અવેલેબલ છે. આ બાઇકને મિસ્ટિક સિલ્વર અને મેટ બ્લેક તેમજ ગ્લાસ સ્પાર્કલ બ્લેક કલરમાં ખરીદી શકાશે.  સુઝુકીની આ નવી બાઇક કાવાસાકી Z650 અને યામાહા MT 07ને ટક્કર આપશે.