ફર્સ્ટ લુક / સુઝુકીએ સ્પોર્ટી લુકવાળી Swift Extreme કોન્સેપ્ટ કાર રજૂ કરી, ડિઝાઇન અને ઇન્ટિરિયરમાં અનેક ફેરફાર કરાયા

Suzuki Introduces Sporty Look Swift Extreme Concept Car

Divyabhaskar.com

Dec 10, 2019, 10:52 AM IST

ઓટો ડેસ્કઃ સ્વિફ્ટ હેચબેક કાર સુઝુકીની ગ્લોબલ પ્રોડક્ટ છે, જે બહુ લોકપ્રિય છે. આ કારને ભારતીય માર્કેટમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી છે. હવે સુઝુકીએ થાઇલેન્ડમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય મોટર એક્સ્પોમાં સ્વિફ્ટ એક્સ્ટ્રીમ નામની કોન્સેપ્ટ કાર રજૂ કરી છે. આ કન્સેપ્ટ કારમાં સ્ટાન્ડર્ડ સ્વિફ્ટની તુલનામાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જે કારને સ્પોર્ટી અને અગ્રેસિવ લુક આપે છે.

સ્વિફ્ટ એક્સ્ટ્રીમ કોન્સેપ્ટ કારની ગ્રિલ નાની અને અલગ ડિઝઇન કરવામાં આવી છે. ફ્રંટ બંપરમાં પ્રોમિનન્ટ એર ડેમ અને રેડ હાઇલાઇટ સાથે લિપ-સ્પોઇલર એલિમેન્ટ આપવામાં આવ્યા છે. અપર ઇનસાઇડ એજ સાથે હેડલેમ્પને બોડી-કલર પેનલ એક્સટેન્શન આપવામાં આવ્યું છે, જેનાથી બોનેટનો લુક પણ બદલાઈ ગયો છે. બોનેટ પર સેન્ટરમાં બ્લેક ટ્રિમિંગ કરવામાં આવ્યું છે. બોનેટ પર આપવામાં આવેલી ઊંડી લાઇન્સ અને બ્લેક ટ્રિમિંગ સ્વિફ્ટ એક્સ્ટ્રીમને અગ્રેસિવ લુક આપે છે.

આ કોન્સેપ્ટ કાર પર ગ્લોસ બ્લેક ફિનિશ ફેન્ડર એક્સટેન્શન આપવામાં આવ્યું છે, જે કોઈ SUV પર મળતી ક્લેન્ડિંગ જેવું દેખાય છે. આ ઉપરાંત, ડોર સિલ્સ પર પણ આ જ પ્રકારનું ક્લેન્ડિંગ આપવામાં આવ્યું છે. કારમાં મોટા અને મલ્ટિ-સ્પોક એલોય વ્હીલ્સ છે.

કોન્સેપ્ટ કારનો રીઅર લુક પણ સ્ટાન્ડર્ડ સ્વિફ્ટથી અલગ અને સ્પોર્ટી છે. કારની બાછળ બહારની બાજુ કાઢેલું ગ્લોસ બ્લેક રૂફ માઉન્ટેડ સ્પોઇલર આપવામાં આવ્યું છે. આ સિવાય, ટેલ લેમ્પ્સ વચ્ચે એક મોટી ગ્લાસ બ્લેક પટ્ટી અને ફોક્સ ડિફ્યૂઝર એલિમેન્ટ સાથે નવું રીઅર બંપર આપવામાં આવ્યું છે. રીઅર બંપરની બંને બાજુ કોર્નરમાં સ્ક્વેર શેપમાં એક્ઝોસ્ટ માટે એક્ઝિટ આપવામાં આવી છે. મોટર શોમાં રજૂ કરવામાં આવેલી કારનાં ઇન્ટિરિયર અને એન્જિન વિશે કોઈ જાણકારી આપવામાં નથી આવી.

સ્વિફ્ટ ભારતમાં 2005માં લોન્ચ થઈ હતી
સ્વિફ્ટને ઇન્ડિયન માર્કેટમાં વર્ષ 2005માં લોન્ચ કરવામાં આવી હતી. અત્યારે ભારતમાં સ્વિફ્ટનું થર્ડ જનરેશન મોડલ અવેલેબલ છે, જેને ઓટો એક્સપો 2018માં લોન્ચ કરવામાં આવ્યું હતું. અત્યારે સ્વિફ્ટ બે એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે, જેમાં BS-6 કમ્પ્લાયન્ટ 1.2 લિટર પેટ્રોલ અને 1.3 લિટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે.

X
Suzuki Introduces Sporty Look Swift Extreme Concept Car

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી