તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Suzuki Hayabusa 2021 Bike Makes Global Debut With Advanced Features And Powerful Engine, Likely To Launch In India After Mid 2021

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેબ્યૂ:એડવાન્સ્ડ ફીચર્સ અને પાવરફુલ એન્જિન સાથે સુઝુકી હાયાબુસા 2021 બાઇકનું ગ્લોબલ ડેબ્યૂ થયું, 2021ના મિડ પછી ભારતમાં લોન્ચ થવાની શક્યતા

3 મહિનો પહેલા

જાપાનની પોપ્યુલર ઓટોમોબાઇલ કંપની સુઝુકી મોટર કોર્પોરેશને તેની સુપરબાઇક સુઝુકી હાયાબુસાની થર્ડ જનરેશનને ઓફિશિયલી શોકેસ કરી દીધી છે. સુઝુકી તેની નવી બાઇકને વિશ્વભરના માર્કેટમાં વેચશે. નવી 2021 હાયાબુસામાં ઘણા મોટા ફેરફારા જોવા મળ્યા છે.

લુક અને ડિઝાઇન
થર્ડ જનરેશન મોડેલમાં ડ્યુઅલ ટોન બોડી કલર્સ સાથે એક શાર્પ લુકની એક્સટિરિયર ડિઝાઇન આપવામાં આવી છે. ફ્રંટમાં બિલ્ટ ઇન પોઝિશન લાઇટ્સ સાથે ટર્ન સિગ્નલ અને એક ઓલ LED હેડલાઇટ આપવામાં આવી છે. આ લાઇટ્સને ફ્રંટ એર ઇનટેકની બહારની લાઇન પર મૂકવામાં આવી છે.

નવું ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ
કંપનીના ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલની ટ્વીન એનાલોગ ક્લોક પણ અપડેટ કરવામાં આવી છે. હવે એનાલોગ ડાયલ વચ્ચે એક નાની TFT પેનલ આપવામાં આવી છે. અપડેટ થયું હોવા છતાં ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ હજી પણ એકદમ જૂની સ્કૂલ બાઇક જેવું લાગે છે. નવી હાયાબુસાના અન્ય અપડેટ્સમાં મલ્ટિ એન્જિન પાવર મોડ, ક્વિકશીફટર અને નવા ઇલેક્ટ્રોનિક સસ્પેન્શન સામેલ છે. તેમાં કોમ્પ્રિહેન્સિવ ઇલેક્ટ્રોનિક્સ સ્યુટ સામેલ હોઈ શકે છે, જેમાં એક ઇનર્શિયલ મેઝરમેન્ટ યૂનિટ (IMU) સામેલ છે, જે કોર્નરિંગ ABS અને ટ્રેક્શન કન્ટ્રોલ સિસ્ટમને પાવર આપશે.

નવું પારવફુલ એન્જિન
નવી 2021 સુઝુકી હાયાબુસા બાઇકમાં અપડેટેડ એન્જિન આપવામાં આવ્યું છે. તેમાં 1,340cc, ઇનલાઇન 4 સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે હવે યુરો 5 ઉત્સર્જન ધોરણોનું પાલન કરે છે. આ એન્જિન રાઇડ બાય વાયર ઇલેક્ટ્રોનિક થ્રોટલ સિસ્ટમથી સજ્જ છે. આ સાથે, તેમાં અપડેટેડ ઇનટેક અને એક્ઝોસ્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે. કંપનીના જણાવ્યા મુજબ, આ નવા સેટઅપનો લાભ લો અને તેનાથી મિડ-રેન્જમાં પાવર અને ટોર્ક આઉટપુટ વધારી શકાશે.

પાવર અને એવરેજ
આ એન્જિન 9,700rpm પર 187.7bhp પાવર અને 7,000rpm પર 150Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનમાં પહેલાની જેમ 6-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. બાઇકનું કુલ વજન 264 કિલો છે. કંપનીનો દાવો છે કે નવી 2021 હાયાબુસા 14.9 kmpl એવરેજ આપે છે.

નવાં ફીચર્સ
આ બાઇક SDMS-α સાથે કંપનીની નવી સુઝુકી ઇન્ટેલિજન્ટ રાઇડ સિસ્ટમ (S.I.R.S.)થી સજ્જ છે. આ બાઇકમાં 5 રાઇડિંગ મોડ, પાવર મોડ સિલેક્ટર, એન્જિન બ્રેક કંટ્રોલ, ટ્રેક્શન કંટ્રોલ, બાય-ડિરેશનલ ડાયલ શિફ્ટ સિસ્ટમ અને એન્ટી લિફ્ટ કંટ્રોલ સિસ્ટમ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. તેમજ, તેમાં એક્ટિવ સ્પીડ લિમિટર જેવું ફીચર પણ મળે છે. તેનો ફાયદો એ છે કે બાઇક રાઇડર બાઇકની સ્પીડ લિમિટ નક્કી કરી શકે છે.

ભારતમાં લોન્ચિંગ
આ કંપની પ્રથમ તેની નવી બાઇક યુરોપના માર્કેટમાં વેચશે, જે આ મહિનાના અંત સુધીમાં શરૂ થશે. યુરોપિયન માર્કેટ પછી બાઇક જાપાન અને ઉત્તર અમેરિકામાં લોન્ચ કરવામાં આવશે. વર્ષ 2021ના ​​બીજા ભાગમાં આ બાઇક ઇન્ડિયન માર્કેટમાં પણ લોન્ચ થાય એવી સંભાવના છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો