સુઝુકીનું એવેનિસ સ્કૂટર લોન્ચ:ડિજિટલ મીટર પર વ્હોટ્સએપના મેસેજ અને મિસ કોલ અલર્ટ મળશે, પ્રારંભિક કિંમત 86,700 રૂપિયા

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SEP ટેક્નોલોજી અને સુઝુકી રાઈટ કનેક્ટથી સજ્જ, ન્યૂ સુઝુકી એવેનિસ એકદમ સ્પોર્ટી અને જોરદાર સ્પીડ આપશે
  • સ્કૂટરમાં 125ccનું એન્જિન મળશે

સુઝુકીએ પોતાનું નવું સ્કૂટર સુઝુકી એવેનિસ લોન્ચ કર્યું છે. આ સ્કૂટરમાં લાગેલી ડિજિટલ ડિસ્પ્લેને સુઝુકી રાઈડ કનેક્ટ એપ્લિકેશનની મદદથી મોબાઈલ સાથે સિંક કરી શકાશે.આ ફીચરથી SMS અને વ્હોટ્સએપ, મિસ્ડ કોલ અલર્ટ સ્કૂટરની ડિસ્પ્લે પર જ મળી જશે. કંપનીના જણાવ્યા પ્રમાણે, સુઝુકી એવેનિસનું વેચાણ ડિસેમ્બર મહિનામાં શરૂ થઈ જશે. બ્રાન્ડ ન્યૂ સ્કૂટર સમગ્ર ભારતમાં રેસ એડિશનમાં રજૂ કરેલા મેટલિક ટાઇટન બ્લૂ કલર સહિત 5 નવા કલર ઓપ્શન મળશે. રેસ એડિશનનું આ વેરિઅંટ સુઝુકી રેસિંગ ગ્રાફિક્સથી સજ્જ હશે.

એવેનિસ સ્કૂટરની કિંમત 86,700 રૂપિયા
નવા સુઝુકી એવેનિસ સ્કૂટરની કિંમત એક્સ-શોરૂમ કિંમત 86,700 રૂપિયા છે. અમે તમને કલર ઓપ્શનને આધારે સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત જણાવી રહ્યા છીએ.

કલર વેરિઅન્ટકિંમત(રૂપિયા)
મેટેલિક મેટ ફાઇબ્રાઇન ગ્રે/ મેટેલિક લશ ગ્રીન86,700
પર્લ બ્લેઝ ઓરેન્જ / ગ્લાસ સ્પાર્કલ બ્લેક86,700
મેટેલિક મેટ બ્લેક / ગ્લાસ સ્પાર્કલ બ્લેક86,700
પર્લ મિરાજ વ્હાઇટ / મેટેલિક મેટ ફાઇબ્રાઇન ગ્રે86,700

અલોય ટ્રાઈટન બ્લૂ (રેસિંગ વર્ઝન)

87,000

સ્કૂટરની ડિજિટલ સ્ક્રીન મોબાઈલ સાથે કનેક્ટ થઈ જશે
SEP ટેક્નોલોજી અને સુઝુકી રાઈટ કનેક્ટથી સજ્જ, ન્યૂ સુઝુકી એવેનિસ એકદમ સ્પોર્ટી અને જોરદાર સ્પીડ આપશે. સ્કૂટરમાં બ્લૂટૂથવાળા ડિજિટલ કન્સોલને સુઝુકી રાઈટ કનેક્ટ એપ્લિકેશન દ્વારા પોતાના ફોનમાં સિંક કરી શકો છો. તેમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, ઇનકમિંગ કોલ, SMS અને વ્હોટ્સએપ અલર્ટ ડિસ્પ્લે, મિસ્ડ કોલ અને અનરીડ SMS અલર્ટ, સ્પીડ વધતા વોર્નિંગ અને ફોન બેટરી લેવલ ડિસ્પ્લે જેવાં ફીચર્સ સામેલ છે. ટર્ન-બાય-ટર્ન નેવિગેશન ડેસ્ટિનેશન સુધી પહોંચાડે છે.

સ્કૂટરનાં ફીચર્સ
પેટ્રોલ ભરાવવાની પ્રોસેસ સરળ બનાવવા માટે સ્કૂટરમાં બહારના ભાગમાં એક હિંજ ટાઈપ ફ્યુઅલ કેપ આપી છે. રાઇડરને મેક્સિમમ સર્વિસ આપવા માટે સુઝુકી એવેનિસમાં USB સોકેટની સાથે મોટી અંડર સીટ સ્પેસ અને ફ્રન્ટ બોક્સ જેવા ફીચર્સ મળે છે. એડવાન્સ સ્પોર્ટી સ્ટાઈલિંગ, રિયર ઈન્ડિકેટર્સ, બોડી માઉન્ટ બ્રાઇટ LED હેડલેમ્પ અને LED ટેલ લેમ્પ સ્કૂટરની સ્ટાઈલમાં ચાર ચાંદ લગાવી દે છે.

125ccનું એન્જિન મળશે સુઝુકી એવેનિસમાં FI ટેક્નોલોજીની સાથે પાવરફુલ 125cc એન્જિન મળે છે. આ એન્જિન 6750 rpm પર 8.7 psનો પાવર અને 5500 rpm પર 10 Nmનો ટૉર્ક જનરેટ કરે છે.