ટાટા હેરિયરનું XMS અને XMAS વેરિઅન્ટ લોન્ચ:SUVની કિંમત 17.20 લાખ રૂપિયાથી શરૂ, પેનોરેમિક સનરૂફ અને રિવર્સ પાર્કિંગ કેમેરા જેવા ફિચર્સ મળશે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટાટા મોટર્સે હેરિયર SUVના XMS અને XMAS વેરિઅન્ટને ભારતમાં લોન્ચ કર્યા છે. ટાટા હેરિયર SUVના XMS વેરિઅન્ટની કિંમત 17.20 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ કિંમત)થી શરૂ થાય છે. આ કાર SUVના XM અને XT વેરિઅન્ટ વચ્ચેનું મોડેલ છે. બીજી તરફ ટાટા હેરિયરનું XMAS વેરિઅન્ટ એ XMS મોડલનું ઓટોમેટિક વેરિઅન્ટ છે, જેની શરૂઆતી કિંમત 18.50 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ કિંમત)છે. નવી લોન્ચ થયેલા ટાટા હેરિયર XMS અને XMAS વેરિઅન્ટમાં પેનોરેમિક સનરૂફ જેવી ઘણી શાનદાર સુવિધાઓ મળી રહેશે. ટાટા હેરિયર એ ભારતીય ઓટોમોબાઈલ બજારની શ્રેષ્ઠ SUVમાંની એક છે.

ફિચર્સ
આ બંને વેરિઅન્ટમાં લાર્જ પેનોરેમિક સનરૂફ, સ્ટીયરિંગ માઉન્ટેડ કન્ટ્રોલ્સ, 8-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ સેન્સર, રિવર્સ પાર્કિંગ કેમેરા જેવા ઘણા સારા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ SUVના ટોપ-સ્પેક વેરિઅન્ટ્સમાં સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે 9 ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ સિવાય iRA કનેક્ટેડ કાર ટેક, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), સ્માર્ટ કી-લેસ એન્ટ્રી, પુશ-બટન સ્ટાર્ટ/સ્ટોપ, મલ્ટિ-ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, પાવર-સંચાલિત ORVMs, ઓટો-ફોલ્ડિંગ ORVMs, ક્રુઝ કન્ટ્રોલ જેવા ઘણા સારા ફીચર્ આપવામાં આવ્યા છે.

એન્જિન સ્પેસિફિકેશન્સ
ટાટા હેરિયર હાલમાં બજારમાં ઉપલબ્ધ 5-સીટર SUVમાંની એક છે. તેમાં 2.0 લિટર, ટર્બોચાર્જ્ડ, 4-સિલિન્ડર, ક્રાયોટેક ડીઝલ એન્જિનમાંથી પાવર મળે છે. તેનું એન્જિન 3,750 RPM પર 170 bhpનો પીક પાવર અને 1,750 RPM પર 350nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ સિવાય તેમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અથવા 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ મળે છે. સત્તાવાર માહિતી મુજબ ટાટા હેરિયરના મેન્યુઅલ ગિયરબોક્સ વેરિઅન્ટમાં 16.35 કિમી/લિ.ની માઇલેજ મળે છે. તે જ સમયે, તેના સ્વચાલિત ટ્રાન્સમિશનથી સજ્જ મોડેલો 14.6 કિ.મી./લિ.ની માઇલેજ આપે છે.

સેફ્ટી ફીચર્સ
જો સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો ટાટા હેરિયર SUVમાં મલ્ટીપલ એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, ABS સાથે EBD, હિલ હોલ્ડ કંટ્રોલ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, ઓટો ડિમિંગ IRVM, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ જેવા ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે.