• Home
  • Utility
  • Automobile
  • Spotted during MG Gloster testing, price likely to be between ₹ 28 million to થી 35 million

ટેસ્ટિંગ / MG Gloster ટેસ્ટિંગ દરમિયાન પહેલીવાર ભારતમાં સ્પોટ થઈ, કિંમત ₹28 લાખથી ₹35 લાખ વચ્ચે રહેવાની શક્યતા

X

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 06:05 PM IST

દિલ્હી. બ્રિટિશની ઓટોમોબાઇલ કંપની MG Motors ભારતમાં આવતા મહિને Hector Plus લોન્ચ કરવા માટે સંપૂર્ણરીતે તૈયાર છે. તેની સાથે જ કંપની ભારત માટે તેની પ્રીમિયમ 7 સીટર SUV Gloster પર પણ કામ કરી રહી છે. જે પહેલીવાર ઇન્ડિયામાંટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગ્લોસ્ટર દેશમાં કંપનીની સૌથી મોટી SUV હશે. જે ભારતમાં ટોયોટા ફોર્ચ્યૂનર અને ફોર્ડ એન્જેવર ગાડીઓને ટક્કર આપશે.

ડિઝાઇન
MG Gloster તાજેતરમાં જ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી ચૂકી છે, જેનાથી એ અનુમાન લગાવી શકાય કે આ કાર તેના સેગમેન્ટની અન્ય ગાડીઓથી સાઇઝમાં થોડી મોટી હશે. તેની કિલ લંબાઈ 5005mm, પહોળાઈ 1932mm અને ઉંચાઈ 1875mm હશે. ગાડીના સેન્ટરમાં MG સિગન્ચેર બેજ સાથે એક બ્લેક આઉટ B અને C પિલર, બ્લેક રૂફ રેલ અને બ્લેક OVRM આપવામાં આવ્યા છે. તેમજ, આ SUVમાં અલગ-અલગ વ્હીલ સાઇઝ સાથે 17થી 21 ઇંચ સુધીના વ્હીલ્સ આપવામાં આવશે.

એન્જિન ડિટેલ્સ
MG Glosterમાં નવું 2.0 લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન મળશે, જેને 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ગિયરબોક્સ સાથે જોડવામાં આવશે. આ ઉપરાંત, આ SUVમાં 2.0 લિટર ટર્બો પેટ્રોલમોટર પણ સામેલ હશે, જે 224bhp પાવર અને 360Nm ટોર્ક જનરેટ કરશે. તેમાં ઓછી રેન્જ ટ્રાન્સફર કેસ સાથે 4WD સિસ્ટમ હશે. તેમજ, આ પ્રીમિયમ SUVમાં 7 ડ્રાઇવિંગ મોડ્સ ઇકોનોમી, ઓટોમેટિક, મડ, સ્નો, મોશન, રોક અને સેન્ડ આપવામાં આવશે.

કિંમત
અત્યારે આ કારની કિંમત વિશે કોઈ જાણકારી નથી મળી. પરંતુ રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ કારની કિંમત 28 લાખ રૂપિયાથી 35 લાખ રૂપિયા વચ્ચે હોઈ શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી