તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ લોન્ચ:સ્પોર્ટ્સ બાઇક ડુકાટી Streetfighter V4 ભારતમાં લોન્ચ થઈ, કિંમત 19.99 લાખ રૂપિયા

2 મહિનો પહેલા

2021 ડુકાટી સ્ટ્રીટ ફાઇટર V4 ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. કંપનીની આ ફ્લેગશિપ નેકેડ સ્પોર્ટ બાઇકમાં ગ્રાહકોને Streetfighter V4 અને Streetfighter V4 Sનો ઓપ્શન મળશે. કંપનીએ ઇન્ડિયન માર્કેટમાં તેની Streetfighter V4 ની એક્સ શો રૂમ કિંમત 19.99 લાખ રૂપિયા રાખી છે. જ્યારે તેની સ્ટ્રીટફાઇટર V4 Sની કિંમત 22.99 લાખ રૂપિયા છે. તેમજ, તેના V4 S Dark Stealth વેરિઅન્ટની કિંમત 23.19 લાખ રૂપિયા છે. કંપનીએ આ બાઇકનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે.

બાઇકમાં પાવર માટે 1103cc V4 એન્જિન આપવામાં આવ્યું છે
બાઇકમાં પાવર માટે 1103cc V4 એન્જિન આપવામાં આવ્યું છે

એન્જિન ડિટેલ્સ
2021 Ducati Streetfighter V4 બાઇકમાં પાવર માટે 1103cc V4 એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 13,000 rpm પર 205 bhp મેક્સિમમ પાવર અને 9,500 rpm પર 122 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આમાં ગ્રાહકોને Akrapovic પર્ફોર્મન્સ એક્ઝોસ્ટ પસંદ કરવાનો પણ ઓપ્શન મળે છે. આ બાઇકનું વજન 6 કિલો ઘટાડી દે છે. તેમજ, તેનું પર્ફોર્મન્સ વધારીને 218 bhpનો મેક્સિમમ પાવર અને 130 Nm પીક ટોર્ક જનરેટ કરે છે.

બાઇકમાં રેસ, સ્પોર્ટ અને સ્ટ્રીટ એમ ત્રણ રાઇડિંગ મોડ મળશે
બાઇકમાં રેસ, સ્પોર્ટ અને સ્ટ્રીટ એમ ત્રણ રાઇડિંગ મોડ મળશે

ફીચર્સ
બેસ્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ માટે આ બાઇકમાં ત્રણ રાઇડિંગ મોડ્સ આપવામાં આવ્યા છે. તેમાં રેસ રાઇડિંગ મોડ, સ્પોર્ટ રાઇડિંગ મોડ અને સ્ટ્રીટ રાઇડિંગ મોડ સામેલ છે. તેમાં 6-એક્સિસ ઇનર્શિયલ મેઝરમેન્ટ યૂનિટ (IMU) સાથે કોર્નરિંગ, ABS, ટ્રેક્શન કન્ટ્રોલ, વ્હીલી કન્ટ્રોલ, પાવર લોન્ચ બાય ડાયરેક્શનલ ક્વિક શિફ્ટર, એન્જિન બ્રેક કન્ટ્રોલ અને ઇલેક્ટ્રોનિક સસ્પેન્શન જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. Streetfighter V4માં 5-ઇંચની ફુલ TFT હાઈ રિઝોલ્યૂશન કલર સ્ક્રીન આપવામાં આવી છે.