• Gujarati News
  • Utility
  • Automobile
  • Speed, Location Information Will Be Found On The Windshield Of Volvo 'SUV XC90' Car, Sensors Will Prevent Accidents; See The Features Of The Car In 10 Photos

ન્યૂ લોન્ચ:વોલ્વો 'SUV XC90' કારની વિન્ડ શિલ્ડ પર સ્પીડ, લોકેશન સહિતની માહિતી મળશે, સેન્સર્સ એક્સીડન્ટ થતાં બચાવશે; 10 ફોટોઝમાં જુઓ કારનાં ફીચર્સ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એર ક્લીનર ટેક્નોલોજી કારના કેબિનને 95% સુધી ફ્રેશ એર આપે છે
  • નવી SUVની ટોપ સ્પીડ 180Km/h છે. તેનું એન્જિન 1969CCનું છે

વોલ્વો કાર ઈન્ડિયાએ પોતાનું ખાસ 'SUV XC90' ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે. તેના બેઝિક મોડેલની કિંમત 89.9 લાખ રૂપિયા છે. આ કારને ખાસ બનાવતી તેની એર ક્લીનર ટેક્નોલોજી છે. આ ટેક્નોલોજી કારના કેબિનને 95% સુધી ફ્રેશ એરથી ભૂરપૂર બનાવે છે. ડ્રાઈવરને કારની સ્પીડ, લોકેશન સહિતની માહિતી ડેશબોર્ડને બદલે વિન્ડ શિલ્ડ પર મળે છે.

નવી SUVમાં નવું પેટ્રોલ હાઈબ્રિડ એન્જિન મળે છે. આ પહેલાં કંપનીએ ભારતીય માર્કેટમાં માઈલ્ડ હાઈબ્રિડ મોટર સાથે S90 અને XC60 લોન્ચ કરી હતી. નવી SUVની ટોપ સ્પીડ 180Km/h છે. તેનું એન્જિન 1969CCનું છે. એન્જિન 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે અટેચ છે. કારનું પેટ્રોલ મોડેલ ક્રિસ્ટલ વ્હાઈટ પીયર, પાઈન ગ્રે, ઓનિક્સ બ્લેક અને ડેનિમ બ્લૂ કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે. ફોટોઝનાં માધ્યમથી કારનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ જાણો...

1.સેફ્ટી ફીચર્સ
કારમાં એડવાન્સ્ડ ડ્રાઈવ સપોર્ટ છે. કાર 100 કિમી.ની સ્પીડમાં હોય તો પણ તેને તે સેન્ટર લેનમાં રાખે છે. જો ડ્રાઈવર સૂઈ જાય તો તે આપમેળે રોકાઈ જાય છે.

2. ફોકસ રહેશે
કારની સ્પીડ, ટર્ન બાય ટર્ન નેવિગેશન અને ફોન કોલ્સ આ તમામ સુવિધા કારની વિન્ડ શિલ્ડ મિરર પર ડિસ્પ્લે થશે. આ સુવિધાને કારણે રોડ પરથી ધ્યાન ભટકાયા વગર ડ્રાઈવિંગ કરી શકાશે.

વિન્ડ શિલ્ડ પર સ્પીડ અને નેવિગેશન મળશે
વિન્ડ શિલ્ડ પર સ્પીડ અને નેવિગેશન મળશે
7 સીટર
7 સીટર
ડ્રાઈવિંગ સ્પેસ
ડ્રાઈવિંગ સ્પેસ

3. કેબિન એર ક્લીનર
કંપનીનો દાવો છે કે આ દુનિયાની પ્રથમ એર ક્વોલિટી સિસ્ટમ છે જે બહારની હવામાંથી 95% સુધી બિન જરૂરી પ્રદૂષિત તત્વો બહાર ફેંકી કારની અંદર શુદ્ધ હવા આપે છે.

કેબિન એર ક્લીનર
કેબિન એર ક્લીનર
વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ
વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ

4. ઓપન સ્કાય
કારમાં ઓપન અને ટિલ્ટ પેનારોમિક રૂફ મળે છે. ટ્રાવેલિંગ અને પિકનિકમાં આ સ્પેસને કારણે બમણી બની જાય છે.

ફુલ એન્ટરટેઈનમેન્ટ પણ મળશે
ફુલ એન્ટરટેઈનમેન્ટ પણ મળશે

5. હેન્ડ ફ્રી નેવિગેશન સિસ્ટમ
કારમાં ગૂગલ મેપ વોઈસ કમાન્ડ પર કામ કરે છે. તે તમારા વોઈસ કમાન્ડથી રિયલ ટાઈમ ટ્રાફિક ઈન્ફો અને ડેસ્ટિનેશન સુધી પહોંચાડવા માટે સરળ રૂટ બતાવે છે.

નેવિગેશન સિસ્ટમ ડેસ્ટિનેશન સુધી પહોંચાડશે
નેવિગેશન સિસ્ટમ ડેસ્ટિનેશન સુધી પહોંચાડશે