ઓટો મિથ / ઇલેક્ટ્રિક ગાડીઓની ચાર્જિંગ કેપેસિટી અને કિંમત માટેની ખોટી માન્યતાઓની વાસ્તવિકતા જાણવી જરૂરી

Some assumptions about electric cars that are totally wrong

Divyabhaskar.com

Feb 15, 2020, 12:05 PM IST

ઓટો ડેસ્કઃ ઇલેક્ટ્રિક કાર્સ સિંગલ ચાર્જ પર સરેરાશ 250થી 400 કિ.મી. સુધીનું અંતર સરળતાથી કાપી લે છે. તાજેતરમાં જ યોજાયેલા ઓટો એક્સપો 2020માં એકથી એક ચઢિયાતી ઇલેક્ટ્રિક કાર્સ જોવા મળી. સરકાર દ્વારા પણ ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ વધારવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમજ, ઓટોમોબાઇલ કંપનીઓ પણ શક્ય એટલી સસ્તી કિંમતે માર્કેટમાં ઇલેક્ટ્રિક કાર્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જો કે, ઇલેક્ટ્રિક કારનું માર્કેટ એટલે વધી નથી રહ્યું કારણ કે, સામાન્ય જનતાના મગજમાં ઇલેક્ટ્રિક કાર્સને લઇને કેટલીક ખોટી માન્યતા પ્રવર્તી રહી છે.

1. ચાર્જ કરવી મુશ્કેલ હોય છે
કંપનીઓ આ કાર્સના ચાર્જરની વ્યવસ્થા કરવામાં લાગી ગઇ છે. જેમ-જેમ આ ગાડીઓ વેચાશે તેમ-તેમ ચાર્જિંગ સ્ટેશનો વધતા જશે. થોડાં વર્ષોમાં જ પેટ્રોલ પંપ જેટલા વ્યાપમાં પણ ચાર્જિંગ સ્ટેશન્સ આવી શકે છે. ઘરે પણ ચાર્જિંગ સ્ટેશન સરળતાથી તૈયાર કરી શકાય છે.

2. વધુ ઝડપી નથી
આ કાર્સને 0થી 100ની ઝડપ સુધી પહોંચવામાં હાલ થોડો સમય જરૂર લાગી રહ્યો છે પણ વિશ્વની સૌથી ઝડપી કાર એક ઇલેક્ટ્રિક કાર જ છે, જેનું નામ પિનિનફરીના બતીસ્તા છે. આ કાર 2 સેકંડથી પણ ઓછા સમયમાં 100 કિમીની ઝડપ મેળવી લે છે.

3. સિંગલ ચાર્જ પર ઓછી ચાલે છે
આ કાર્સ સિંગલ ચાર્જ પર સરેરાશ 250થી 400 કિમી સુધીનું અંતર સરળતાથી કાપી લે છે. અચાનક નક્કી થયેલી મુસાફરીઓ તથા શોર્ટ-રેન્જ ચાર્જિંગની સમસ્યા વધુ દિવસની નથી કારણ કે, મેકર્સ આ રેન્જ વધારવા સક્રિય છે. ટેસ્લાના અમુક મોડેલ્સ તો 500 કિમી સુધીનું અંતર કાપે છે.

4. બહુ મોંઘી છે
ઇલેક્ટ્રિક ગાડીઓની કિંમત ઝડપથી ઘટી રહી છે. ભારતમાં તો આ કાર્સને બહુ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવાના પ્રયાસ ઓટો એક્સ્પોમાં જોવા મળ્યા. દુનિયાભરમાં મોટાભાગની ઇલેક્ટ્રિક કાર્સ 22 લાખ રૂપિયાથી ઓછી કિંમતની છે. થોડા સમય પછઈ એવો દાવો પણ કરી શકાશે કે, ભારતમાં વિશ્વની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર્સની રેન્જ વિશાળ છે.

5. વધુ સમયની મહેમાન નહીં
આ ગાડીઓથી કાર્બન ઉત્સર્જન ઘણું ઘટી જશે. આ કાર્સને દરેક રીતે પર્યાવરણની કાળજી રાખનાર બનાવવા કંપનીઓ પ્રયાસ કરી રહી છે. હવે તો ‘ફિસ્કર ઓશન’ જેવી કાર પણ આવી ચૂકી છે, જે સમુદ્રમાંથી મળેલા રિસાઇકલ્ડ પ્લાસ્ટિકમાંથી બની છે અને તેમાં ફુલ લેન્થ સોલર રૂફ પણ છે. બેટરી લાઇફ વધારવામાં પણ કંપનીઓ ઘણી આગળ નીકળી ગઇ છે.

મહત્ત્વપૂર્ણ બાબતો

  • ધ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીનો અંદાજ છે કે, વર્ષ 2030 સુધી દુનિયાભરમાં આશરે 12.5 કરોડ ઇલેક્ટ્રિક કાર્સ રસ્તા પર દોડતી હશે.
  • પોર્શે, લેક્સસ, BMW જેવાં મેકર્સ તેને સુંદર બનાવવામાં સૌથી આગળ છે.
  • ફોર્ડ અને GM પાસે આશા રાખવામાં આવી રહી છએ કે તેઓ ટ્રક્સ પણ ઇલેક્ટ્રિક બનાવશે.
X
Some assumptions about electric cars that are totally wrong
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી