ઓટો CES 2020 / સ્માર્ટ સનવાઈઝર અને 3 કેમેરાવાળા રિઅર વ્યૂ મિરર ડ્રાઇવિંગનું ભવિષ્ય બદલી નાખશે

Smart viewer and rear view mirror with 3 cameras change the future of driving

  • ‘બોશ’એ હેક્સાગોનલ LCD પેનલથી ઘણા વર્ચુઅલ વાઈઝર બનાવ્યા છે
  • એસ્ટન માર્ટિનની કારમાં મિરરમાં ત્રણ કેમેરા લગાવવામાં આવ્યા છે
  • એમેઝોન સીટની પાછળ સ્ક્રીન પર ફાયર ટીવી લાવવાનો નિર્ણય કર્યો છે

Divyabhaskar.com

Jan 11, 2020, 05:52 PM IST

ઓટો ડેસ્ક. લાસ વેગસમાં કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક શો (CES)માં ઓટોમોટિવ કંપનીઓએ ખાસ વસ્તુઓ રજૂ કરી છે. ભવિષ્યની દૃષ્ટિએ જોવા જઈએ તો, આ ખાસ વસ્તુઓથી તે નક્કી થાય છે કે ભવિષ્યમાં ડ્રાઈવિંગનો અંદાજ સંપૂર્ણપણે બદલાઈ જશે.

સ્માર્ટ સનવાઇઝર


સનવાઈઝરમાં ટેક્નોલોજીનો પ્રવેશ ઓછો જોવા મળે છે. ‘બોશ’એ સીન ચેન્જ કરી દીધો છે. કંપનીએ હેક્સાગોનલ LCD પેનલથી ઘણા વર્ચુઅલ વાઈઝર બનાવ્યા છે. તે એકદમ પારદર્શી રહે છે પરંતુ તમે તેમને ઓર્ડર આપતાની સાથે જ, સૂર્યપ્રકાશને રોકવા માટે તે અપારદર્શક થઈ જાય છે. એક કેમેરા આખો દિવસ તમારા ચહેરા પર નજર રાખે છે અને તે માત્ર તે પેનલને ડાર્ક કરે છે જેના કારણે તમારી આંખો પર પ્રકાશ પડે છે. જ્યારે બીજી પેનલ પારદર્શી જ હોય છે જ્યાં તમે વધારેમાં વધારે જોઈ શકશો.


રિઅર વ્યૂ મિરરમાં ત્રણ કેમેરા


એસ્ટન માર્ટિનની સ્પોર્ટ્સ કારમાં ઘણી ખાસ વસ્તુઓ હોઈ શકે છે. હવે આ કારનો રિઅર વ્યૂ મિરર પણ જોવા જેવો છે. આ મિરરમાં ત્રણ કેમેરા લગાવવામાં આવ્યા છે. ત્રણેય કેમેરા પાછળનો નજારો દેખાય છે. માત્ર એક જ મુખ્ય કેમેરા છે અને બીજા અન્ય બંને કેમેરા એવા છે જે કારના બ્લાઈંડ સ્પોર્ટસ પર નજર રાખે છે. આ ત્રણેય કેમેરાથી કારની પાછળનો વ્યૂ આગળની વિંડ સ્ક્રીન જેવો થઈ જાય છે. તેને ફૂલ ડિસ્પ્લે મિરર પણ કહેવામાં આવે છે. બંને કેમેરા સાઈડ મિરર્સમાં છે અને એક કેમેરા છત પર છે. તેને ડિસ્પ્લેને ઓટો ડિમિંગ મિરરની જેમ ઉપયોગ કરી શકાય છે.

એલેક્સા દ્વારા ગેસ પંપ પર પેમેન્ટ કરી શકાશે


એવી સંભાવના છે કે, આ વર્ષના અંત સુધી અમેરિકામાં એલેક્સા દ્વારા ગેસ પંપ પર પેમેન્ટ કરી શકાશે. તેના માટે યુઝરે માત્ર એટલું જ કહેવાનું રહેશે કે, ‘એલેક્સા, પે ફોર ગેસ’. આ ટ્રાન્ઝેક્શન એમેઝોન પે અને એક ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મની ફાઈસર્વ મળીને કરશે. અત્યારે ત્યાં 11,500 સ્ટેશન પર જ આ રીતે પેમેન્ટ કરી શકાય છે. જો કે, ભારતમાં તેને આવતાસમય લાગી શકે છે, પરંતુ એ વાત નક્કી છે કે હવે પેટ્રોલ પંપ પર ક્રેટિડ કાર્ડનો ઉપયોગ ધીમે ધીમે બંધ થઈ જશે.

ઈન્ટરફેસ પાસે બેઠેલા વ્યક્તિ સાથે વાત કરશે


ગત વર્ષે બીએમડબ્લ્યુએ ‘નેચરલ ઈન્ટરેક્શન’ અંતર્ગત એવું ઈન્ટરફેસ રજૂ કર્યું હતું, જે ઈશારાને સમજીને સનરૂફ ઓપન કરવા અથવા વિંડોઝ બંધ કરતું હતુ. હવે કંપની એક ડગલું આગળ છે. નવા ઈન્ટરફેસમાં આંગળીઓને ખસેડવાની પણ જરૂર નથી, માત્ર ગેજ ટ્રેકિંગથી આ કાર સમજી જશે કે તમારુ ધ્યાન કોઈ રેસ્ટોરાં પર છે કેપાસે બેઠેલ કોઈ વ્યક્તિ પર. કંપનીનું માનવું છે કે, આ ઈન્ટરફેસને જ્યારે તે જાણકારી મળશે ત્યારે કાર ડ્રાઇવર સાથે વધુ આરામદાયક અને સ્વાભિક રીતે વાત કરી શકશે.

ફાયર ટીવી


હવે એમેઝોન સીટની પાછળ સ્ક્રીન પર ફાયર ટીવી લાવવાનો નિર્ણય કર્યો છે. બીએમડબ્લ્યુ અને ફિયાટ ક્રિસલર ઓટોમોબાઈલ્સની ગાડીઓ પર તેને લગાવવામાં આવશે. ઈન્ટરનેટ ક્નેકશન દ્વારા તેનું સ્ટ્રીમ કન્ટેન્ટ પણ જોઈ શકાશે.

X
Smart viewer and rear view mirror with 3 cameras change the future of driving

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી