કાર લોન્ચ / 'મારુતિ સુઝુકી XL6'માં આવશે સ્માર્ટ હાઈબ્રિડ એન્જિન, કિંમત રૂ. 9.8 લાખથી શરૂ

Smart Hybrid engine will come in 'Maruti Suzuki XL6', priced at Rs. Starting at 9.8 million

  • સ્માર્ટ હાઈબ્રિડ એન્જિનમાં ઈન્ટિગ્રેટેડ સ્ટાર્ટર જનરેટર અને બેટરી કોમ્બિનેશન આપ્યું છે
  • ડ્રાઈવિંગ દરમિયાન કોઈ પણ જગ્યાએ ગાડી બંધ પડવાથી એન્જિન તરત બંધ થઈ જશે

Divyabhaskar.com

Sep 10, 2019, 02:40 PM IST

ઓટો ડેસ્ક. ગયા અઠવાડિયે મારુતિ સુઝુકીએ પોતાનું લેટેસ્ટ મલ્ટિ પર્પઝ વ્હીકલ 'XL6' (એક્સ્ટ્રા લાર્જ 6) લોન્ચ કર્યું હતું. XL6 એમપીવીમાં સ્માર્ટ હાઈબ્રિડ એન્જિન આપવામાં આવ્યું છે. આ બીજી એવી કાર છે, જેમાં કંપની આ એન્જિનનો ઉપયોગ કરી રહી છે. સ્માર્ટ હાઈબ્રિડ એન્જિનનો પ્રથમ વખત 2014માં 'સિઆઝ'નાં ડીઝલ વેરિઅન્ટમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ એન્જિન ફ્યૂઅલ બચાવવાની સાથે કારને પણ સ્માર્ટ બનાવે છે.

XL6નું પાવરફૂલ એન્જિન

XL6માં 1.5 લીટર સ્માર્ટ હાઈબ્રિડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 103hp પાવર અને 138Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તે BS6 એમિશન નોર્મ્સને અનુરૂપ છે. એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને 4-સ્પીડ ઓટોમેટિક ગિઅરબોક્સથી સજ્જ છે. પેટ્રોલ વેરિઅન્ટનું માઈલેજ 17.99 Kmpl છે.

સ્માર્ટ હાઈબ્રિડ એન્જિન

સ્માર્ટ હાઈબ્રિડ એન્જિનમાં ISG (ઈન્ટિગ્રેટેડ સ્ટાર્ટર જનરેટર) મોટર અને બેટરીનું કોમ્બિનેશન આપવામાં આવ્યું છે. એટલે કે, ફ્યૂઅલ બચાવવાની સાથે એન્વાયરમેન્ટને પણ ક્લીન રાખે છે. ડ્રાઈવિંગ દરમિયાન સિગ્નલ અથવા કોઈ અન્ય જગ્યા પર કાર ઊભી રહેશે ત્યારે ગાડીનું એન્જિન તરત બંધ થઈ જશે. આ પ્રોસેસમાં જ્યારે પણ એન્જિન ઓન હશે, ત્યારે ફ્યૂઅલનો ઉપયોગ નહીં થાય. બેટરી અને ISG મોટર એન્જિનને ઓન રાખશે.

કાર જ્યારે પણ ઊભી રહેશે ત્યારે AC બંધ થઈ જશે, પરંતુ કારની અંદરનું બ્લોઅર કામ કરશે. કારની અંદરનું સેટ ટેમ્પ્રેચર જેવું વધશે ત્યારે એન્જિન ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જશે અને AC પણ ઓન થઈ જશે. જો કાર કોઈ સિગ્નલ અથવા જગ્યા પર 180 સેકન્ડ (3 મિનિટ) સુધી બંધ રહેશે ત્યારે એન્જિન ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જશે. એટલે કે કારના બીજાં ફંક્શન કામ કરવા લાગશે.

બંધ કારમાં બ્રેક પેડલ દબાવવા પર પ્રેશર જનરેટ થાય છે. એવામાં બ્રેક પેડલને જ્યારે 3-4 વખત દબાવવામાં આવશે ત્યારે બ્રેક પ્રેશર જનરેટ થશે, તેનાથી એન્જિન સ્ટાર્ટ થઈ જશે. મારુતિ સુઝુકી XL6ની કિંમત 9.8 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તે 6 કલરમાં ઉપલબ્ધ છે. મેટાલિક પ્રિમિયમ સિલ્વર, મેટાલિક મેગ્મા ગ્રે, પ્રાઈમ અર્બમ રેડ, પર્લ બ્રેવ ખાખી, નેક્સા બ્લૂ, અને પર્લ આર્ક્ટિક વ્હાઈટ.

X
Smart Hybrid engine will come in 'Maruti Suzuki XL6', priced at Rs. Starting at 9.8 million
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી