લોન્ચ:વાયરલેસ ચાર્જિંગની સાથે સ્કોડા સ્લાવિયા લોન્ચ, 11,000 રૂ.માં બુકિંગ કરી શકશો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રારંભિક કિંમત 10 લાખ રૂપિયા સુધી
  • નવી મિડ-સાઈઝ સેડાન 5 કલર ઓપ્શનમાં મળશે

સ્કોડાએ પોતાની મિડ-સાઈઝ સેડાન કાર સ્કોડા સ્લાવિયાને લોન્ચ કરી દીધી. નવા મોડલને કંપનીએ રેપિડ સેડાન કાર સાથે રિપ્લેસ કરશે. લોન્ચિંગની સાથે જ કારનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. તેને 11,000 રૂપિયામાં બુક કરી શકાય છે. ભારતમાં સ્કોડા સ્લાવિયાને ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. તેમાં સ્કોડા એક્ટિ, સ્કોડા એમ્બિશન અને સ્કોડા સ્ટાઈલ વેરિઅન્ટ સામેલ છે.

આ કાર મેડ-ઈન-ઈન્ડિયા MQB A0 IN પ્લેટફોર્મ પર બેસ્ડ છે. કુશાક SUV બાદ સ્લેવિયા સ્કોડાની બીજી કાર છે. સેડાન મોડલ લાઈનઅપ 3 ટ્રિમ્સ-એક્ટિવ, એમ્બિશન અને સ્ટાઈમમાં મળશે.

રેપિડ સેડાન કાર કરતા મોટી હશે
નવી સ્કોડા સેડાનની કુલ લંબાઈ 4541 mm, પહોંળાઈ 1752 mm, લંબાઈ 1487 mm છે. તેના વ્હીલબેઝ 2651 mm છે, જે પોતાના સેગમેન્ટમાં સૌથી લાંબા છે. રેપિડની તુલનામાં સ્લાવિયામાં 128 mm લાંબી, 53 mm પહોંળી અને 20 mm ઉંચી છે.

એક્સટિરિયર લુક અને સ્ટાઈલ
સ્કોડા સેડાનના એક્સટિરિયર લુક અને સ્ટાઈલની વાત કરીએ તો તેમાં બ્રાન્ડની સિગ્નેચર બટરફ્લાય ગ્રિલની સાથે L-આકારના DRLની સાથે સ્લીક હેડલેમ્પ અને ઇન્વર્ટેડ L-આકારના મોટિફની સાથે ફોગ લેમ્પ છે. તેની સ્લોપિંગ રુફલાઈન બુટ લિડમાં મળી જાય છે. જ્યારે બોલ્ડ કેરેક્ટર લાઈન્સ શોલ્ડરથી લઈને ટેલલેમ્પસ સુધી જોવા મળે છે. સાઈડ પ્રોફાઈલ 16 ઈંચ ડ્યુઅલ ટોન અલોય વ્હીલ્સ (માત્ર ટોપ-એન્ડ ટ્રિમ માટે) અને વિન્ડો લાઈનની ચારેય તરફ ક્રોમ ટ્રિમથી સજાવવામાં આવી છે. કારના રિયરમાં C-શેપ્ડ LED ટેલલેમ્પસ અને ક્રોમ સ્ટ્રિપની સાથે બંપર મળે છે.

કલર ઓપ્શન
નવી મિડ-સાઈઝ સેડાન 5 કલર સ્કિમમાં આવશે. તેમાં કેન્ડી વ્હાઈટ, ટોરનેડો રેડ, કાર્બન સ્ટીલ, રિફ્લેક્સ સિલ્વર અને ક્રિસ્ટલ બ્લુ જેવા કલર સામેલ છે.

એન્જિન અને પાવર
નવી સ્કોડા સેડાન બે TSI ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિનની સાથે મળે છે. પહેલા 1.0 લીટર, 3-સિલિન્ડર TSI એન્જિન છે. આ એન્જિન 115 bhpનો પાવર અને 178 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6 સ્પીડ મેન્યુઅલ અથવા 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યા છે. સેડાન 1.5 લિટર, 4-સિલિન્ડર TSI પેટ્રોલ એન્જિનની સાથે મળે છે. આ એન્જિન 148 bhpનો પાવર અને 250 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનની સાથે 6-સ્પીડ મેન્યુઅલ અને 7-સ્પીડ DSG ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવશે.

બટન, ટચ-બેસ્ડ ક્લાઈમેટ કંટ્રોલ ફીચર
નવી સ્લાવિયાનું ઈન્ટિરિયર લેઆઉટ ઓક્ટેવિયા જેવું જ છે. એવું લાગે છે કે, તેના કેટલાક સ્વિચગિયર્સ અને ટ્રિમ્સ કુશાકમાંથી લેવામાં આવ્યા છે, જેમાં બટન, ટચ-બેસ્ડ ક્લાઈમેટ કંટ્રોલ અને ટૂ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ સામેલ છે. તેમાં સ્માર્ટફોન કનેક્ટિવિટીની સાથે ડેશબોર્ડ ઈન્ટીગ્રેટેડ 10 ઈંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે. ઈન્ફો યુનિટની નીચે AC વેંટ્સ છે.

આ સેડાનમાં ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, વાયરલેસ ચાર્જિંગ પેડ, વેન્ટિલેટેડ સીટ્સ, લેધર અપહોલ્સ્ટરી, ઓટો ડિમિંગ ઈન્ટરનલ રિયર વ્યુ મિરર, કીલેસ એન્ટ્રી, કનેક્ટેડ કાર ફીચર્સ અને ઘણા અન્ય ફીચર્સ છે. રિપોર્ટના અનુસાર, એન્ટ્રી લેવલ એક્ટિવ ટ્રિમ 7 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફો યુનિટની સાથે આવશે.

સેફ્ટી ફીચર 6 એરબેગ સામેલ
સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો નવી સ્લાવિયા સેડાનમાં 6 એરબેગ, એક રિયર પાર્કિંગ કેમેરા, આઈસોફિક્સ ચાઈલ્ડ સીટ માઉન્ટ, હિલ હોલ્ડ કંટ્રોલ (ઓપ્શનલ), એક ઈલેક્ટ્રોનિક ડિફરન્શિયલ સિસ્ટમ (EDS),મલ્ટી-કોલીઝન બ્રેક અને એક ટાયર પ્રેશર મોનિટર સિસ્ટમ મળે છે. નવી સ્કોડા સેડાનમાં સેગમેંટમાં સૌથી મોટા વ્હીલબેઝ મળે છે, જેનાથી વધુ લેગરૂમ મળે છે.

પ્રારંભિક કિંમત 10 લાખ રૂપિયા સુધી
નવી સ્કોડા સેડાનને કંપની આવતા વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરી અથવા માર્ચમાં શોરૂમમાં લાવશે. લોન્ચિંગ બાદ ભારતીય માર્કેટમાં સ્કોડાની ટક્કર મારુતિ સિયાઝ, હ્યુન્ડાઈ વર્ના, હોન્ડા સિટી અને આવનારી વોક્સવેગન વર્ટુસ સાથે થશે. તેની કિંમત એન્ટ્રિ લેવલ વેરિઅન્ટ માટે લગભગ 10 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે અને ટોપ મોડલ માટે 16 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે.