તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ લોન્ચ:સ્કોડા કુશાક બે પેટ્રોલ એન્જિન અને 3 વેરિઅન્ટમાં લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત 10.49 લાખ રૂપિયા

3 મહિનો પહેલા

સ્કોડાએ ભારતમાં તેની મિડસાઇઝ SUV સ્કોડા કુશાક લોન્ચ કરી દીધી છે. તેની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 10.49 લાખ રૂપિયા રાખવામાં આવી છે. ઓટો એક્સ્પો 2020 માં કંપનીએ પહેલીવાર આ ગાડી શોકેસ કરી હતી. આ કાર સ્કોડાના લોકલ MQB A0 IN પ્લેટફોર્મ પર તૈયાર થનારી ફર્સ્ટ SUV પણ છે. તેને એક્ટિવ, એમ્બિશન અને સ્ટાઇલ એમ ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. આ કારની ડિલિવરી 12 જુલાઈથી શરૂ થશે.

લોન્ચિંગની સાથે કંપનીએ તેનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. ગ્રાહકો કંપનીની ડીલરશીપ અથવા ઓફિશિયલ વેબસાઇટ પર જઇને 35,000 રૂપિયા ભરીને તેને બુક કરાવી શકે છે.

2021 સ્કોડા કુશાકના વેરિઅન્ટની એક્સ-શો રૂમ કિંમત (રૂપિયામાં)

એન્જિનએક્ટિવએમ્બિશનસ્ટાઇલ
1.0 TSI MT10.49 લાખ12.79 લાખ14.59 લાખ
1.0 TSI AT-14.19 લાખ15.79 લાખ
1.5 TSI MT--16.19 લાખ
1.5 TSI AT--17.59 લાખ
કાર બે ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન ઓપ્શનમાં મળશે
કાર બે ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન ઓપ્શનમાં મળશે

એન્જિન ડિટેલ્સ
આ કારને બે ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવી છે. પહેલું 1.0 લિટરનું ત્રણ સિલિન્ડર TSI પેટ્રોલ એન્જિન છે, જે 115bhp પાવર અને 175Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. બીજું 1.5-લિટરનું TSI ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 150bhp પાવર અને 250Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 6 સ્પીડ મેન્યુઅલ સાથે 7 સ્પીડ ડીએસજી ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.

ડિઝાઇન
સ્કોડા કુશકમાં આઇકોનિક મોટી ફ્રંટ ગ્રિલ આપવામાં આવી છે. કારમાં LED હેડલેમ્પ્સ, LED ફોગ લેમ્પ્સ અને LED ટેલ લાઇટ આપવામાં આવી છે. કારની આગળ એક મોટો એર ડેમ અને અપરાઇટ બોનેટ આપવામાં આવ્યું છે. ટેલ સેક્શનમાં ઇન્વર્ટેડ L શેપમાં LED ટેલલાઇટ અને ઉપર એક સ્ટોપ લાઇટ આપવામાં આવી છે. આ સિવાય, શાર્ક ફિન એન્ટિના, રિઅર વાઇપર અને મોટા રિઅર બંપર આપવામાં આવ્યાં છે. SUV એલોય વ્હીલ્સ, રૂફ રેલ અને સનરૂફ સ્ટાન્ડર્ડ ફીચર્સ તરીકે મળશે.

ફીચર્સ
કારમાં પુશ-બટન સ્ટાર્ટ/સ્ટોપ, ઓ-ટો-ડિમિંગ હેડલેમ્પ, એમ્બિયન્ટ કેબિન લાઇટિંગ, 10 ઇંચની ટચસ્ક્રીન, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સિસ્ટમ, સ્કોડા 6-સ્પીકર ઓડિયો સિસ્ટમ, સબ વૂફર, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર, કૂલ્ડ ગ્લોવબોક્સ, ઇલેક્ટ્રો ઓપરેટેડ અને ઓટો-ફોલ્ડિંગ ORVM અને ઇલેક્ટ્રિક સનરૂફ આપવામાં આવ્યું છે. તેમજ, સેફ્ટી માટે 6 એરબેગ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ, હિલ હોલ્ડ કન્ટ્રોલ, રેન સેન્સિંગ વાઇપર, આઇસોફિક્સ સીટ, ઓટોમેટિક હેડલાઇટ, રિઅર પાર્કિંગ કેમેરા અને મલ્ટી કોલિજન બ્રેક, ABS સાથે EBD આપવામાં આવ્યું છે.

ક્રેટા અને સેલ્ટોસને ટક્કર આપશે
સ્કોડા કુશકની પ્રારંભિક કિંમત 10.49 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તેમજ, તેના ટોપ એન્ડ વેરિઅન્ટની કિંમત 17.59 લાખ રૂપિયા છે. આ કાર ભારતમાં આ સેગમેન્ટની હ્યુન્ડાઇ ક્રેટા, કિઆ સેલ્ટોસ, નિસાન કિક્સને ટક્કર આપશે. આ ઉપરાંત, તે MG હેક્ટર અને ટાટા હેરિયર સાથે સ્પર્ધા કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...