ન્યૂ લોન્ચ:9 એરબેગ્સ અને 12 સ્પીકરથી સજ્જ સ્કોડા 'કોડિએક ફેસલિફ્ટ SUV' કાર લોન્ચ થઈ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ SUV હેન્ડ્સ ફ્રી પાર્કિંગ, એમ્બિઅન્ટ લાઈટ, ફ્રન્ટ અને રિયર પાર્કિંગ સેન્સર સહિતનાં અનેક ફીચર્સ મળે છે
  • કાર 190 bhpનો મેક્સિમમ પાવર અને 320Nmનું ટોર્ક જનરેટ કરે છે

સ્કોડાએ ભારતીય માર્કેટમાં તેની મોસ્ટ અવેઈટેડ કાર 'કોડિએક ફેસલિફ્ટ SUV' લોન્ચ કરી છે. તેનાં બેઝિક વેરિઅન્ટની X શૉ રૂમ કિંમત 34.99 લાખ રૂપિયા છે. ટોપ વેરિઅન્ટની કિંમત 37.49 લાખ રૂપિયા છે. લોન્ચિંગ સાથે કંપનીએ કારનું બુકિંગ પણ શરૂ કર્યું છે. ટૂંક સમયમાં તેની ડિલિવરી શરૂ થશે. ગ્લોબલ માર્કેટમાં કંપનીએ ગયા વર્ષે આ કાર લોન્ચ કરી હતી. ભારતમાં હવે તેનું BS6 વેરિઅન્ટ લોન્ચ થયું છે.

બ્રાન્ડ ન્યૂ કારની એક્સ-શૉ રૂમ કિંમત

વેરિઅન્ટકિંમત
સ્ટાઈલ34.99 લાખ રૂપિયા
સ્પોર્ટલાઈન35.99 લાખ રૂપિયા
લોરેન અને ક્લેમેન્ટ37.49 લાખ રૂપિયા

સ્કોડા કોડિએક ફેસલિફ્ટ SUVનું એક્સટિરિયર

  • આ નવી 7 સીટર કારમાં કંપનીએ વધારે એગ્રેસિવ એક્સટિરિયર આપ્યું છે. ફ્રન્ટમાં સિગ્નેચર ગ્રિલ છે તેમાં ક્રોમ સરાઉન્ડ રિબ્સ અટેચ છે. તેમાં બોડી કલર્ડ બમ્પર અને ફ્રન્ટ સ્પોઈલર, રીટ્રેક્ટેબલ હેડલાઈટ વૉશર અને ક્રિસ્ટલાઈન LED હેડલાઈટ્સ મળશે.
  • સાઈડ પ્રોફાઈલમાં કંપનીએ ડ્યુઅલ ટોન અલોય વ્હીલ, ડોર હેન્ડલેમ્પ્સમાં 4 રિક્વેસ્ટર સેન્સર સાથે એડવાન્સ કેસ્સી અને ફંક્શનલ સિલ્વર રુફ રેલ્સ આપ્યાં છે. કારની બેક સાઈડ ડાયનેમિક ટર્ન ઈન્ડિકેટર અને વર્ચ્ચુઅલ પેડલ સાથે ઈલેક્ટ્રિક ટેલગેટ મળે છે.

ઈન્ટિરિયર

આ SUVનું કેબિન અપડેટેડ થયું છે. તેમાં ડ્યુઅલ ટોન બ્લેક અને બેઝ થીમનો ઉપયોગ થયો છે. ડેશબોર્ડ પર 2 સ્પોકવાળું સ્ટીયરિંગ વ્હીલ મળે છે. ડેશબોર્ડમાં સેન્ટર પર 8 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેઈન્મેન્ટ સિસ્ટમ મળે છે. તે ઈનબિલ્ટ નેવિગેશન અને વાયરલેસ કનેક્ટિવિટી સાથે આવે છે. દરવાજા 12 સ્પીકર કેન્ટન સાઉન્ટ સિસ્ટમ સાથે અટેચ છે.

  • સ્ટીયરિંગ વ્હીલની નીચે 10.25 ઈંચની ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે મળે છે. તેમાં ઓટોમેટિક ક્લાઈમેટ કન્ટ્રોલમાં 3 મોડ મળે છે. કારમાં વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ છે. તેમાં કૂલિંગ અને હીટિંગ બંને ફીચર મળે છે. આ કારની ખાસ વાત એ છે કે ડ્રાઈવરની સીટને 12 પ્રકારને એડ્જસ્ટ કરી શકાય છે. તેમાં મેમરી ફંક્શન પણ મળે છે.
  • કાર પેનારોમિક સનરુફથી સજ્જ છે. તેને ઈલેક્ટ્રિકલી કન્ટ્રોલ કરી શકાય છે. હેન્ડ્સ ફ્રી પાર્કિંગ, એમ્બિઅન્ટ લાઈટ, ફ્રન્ટ અને રિયર પાર્કિંગ સેન્સર, 9 એરબેગ સહિતનાં અનેક ફીચર્સ મળે છે.

ફેસલિફ્ટ SUVનું એન્જિન
સ્કોડાની આ કારમાં 2.0 લિટરનું ટર્બો પેટ્રોલ એન્જિન છે. તે 190 bhpનો મેક્સિમમ પાવર અને 320Nmનું ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 7 સ્પીડ DCT ગિયરબોક્સ સાથે અટેચ કરાયું છે. ભારતીય માર્કેટમાં તેની ટક્કર ફોક્સવેગન ટિગુઆન, હ્યુન્ડાઈ ટક્સન અને સિટ્રોએન C5 એરક્રોસથી થશે.