સ્કોડાએ ઇન્ડિયન માર્કેટમાં ત્રણ નવી કાર્સ લોન્ચ કરી છે. તેમાં MPV Skoda Karoq SUV, 2020 Skoda Superb ફેસલિફ્ટ અને Skoda Rapid 1.0 TSI સામેલ છે. Karoq SUV ફક્ત એક વેરિઅન્ટ જ્યારે Superb બે વેરિઅન્ટ Rapid 1.0 TSI પાચં વેરિઅન્ટમાં ઉતારવામાં આવી છે. ત્રણેય કાર્સ ફક્ત પેટ્રોલ એન્જિનમાં માર્કેટમાં લોન્ચ કરાઈ છે.
સ્કોડા Karoq
Skoda Karoq 5 સીટર SUV છે. આ માત્ર ફુલ લોડેડ વર્ઝનમાં ઇન્ડિયન માર્કેટમાં ઉતારવામાં આવી છે. તેની કિંમત 24.99 લાખ રૂપિયા છે. તેમાં 1,5 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 148 bhp પાવર અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 7-સ્પીડ DSG ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે, આ SUV ફક્ત 9 સેકંડમાં કલાક દીઠ 0થી 100 કિમીની ઝડપ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ કલાક દીઠ 2020 કિમી છે અને તેની એવરેજ લિટર દીઠ 14.49 કિમી છે.
ફીચર્સ
આ કારમાં પેનોરમિક સનરૂફ, વર્ચ્યુઅલ કોકપિટ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેનટ્ ક્લસ્ટર, 17 ઇંચના એલોય વ્હીલ્સ, LED હેડલાઇટ્સ, 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડ્યુઅલ ટોન ક્લાઇમેટ કન્ટ્રોલ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. સેફ્ટી માટે SUVમાં 9 એરબેગ્સ, ABS EBD, બ્રેક આસિસ્ટ, ESC, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, ફ્રંટ અને રિઅર પાર્કિંગ સેન્સર્સ અને રિઅર પાર્કિંગ કેમેરા જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.
સ્કોડા Superb
સ્કોડા Superb ફેસિલફ્ટની કિંમત 29.99 લાખ રૂપિયાથી 32.99 લાખ રૂપિયા વચ્ચે છે. જૂનાં મોડેલ કરતાં તેની કિંમત 4 લાખ રૂપિયા વધારે છે.તેમાં નવું 2.0 લિટરનું ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 190hp પાવર અને 320Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 7-સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેકિટ ગિયરબોક્સથી સજ્જ છે.
ફીચર્સ
સ્કોડાનો દાવો છે કે, નવી Superb ફક્ત 7.7 સેકંડમાં કલાક દીઠ 0થી 100 કિમીની ઝડપ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ કલાક દીઠ 239 કિમી છે. અપડેટેડ કારની એવરેજ 15.10 કિમી છે. તેમાં વર્ચ્યુઅલ કોકપિટ, 3 ઝોન ક્લાઇમેટ કન્ટ્રોલ, પેનોરમિક સનરૂફ, 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પાવર્ડ એન્ડ વેન્ટિલેટેડ ફ્રંટ સીટ્સ, ફ્રંટ અને રિઅર સેન્સર્સ અને હેન્ડ્સ ફ્રી પાર્કિંગ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.
સ્કોડા Rapid 1.0 TSI
Rapid 1.0 TSIની પ્રારંભિક કિંમત 7.49 લાખ રૂપિયાથી 11.79 લાખ રૂપિયા વચ્ચે છે. તેમાં 1.0 લિટરનું ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 110hp પાવર અને 175Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 6 સ્પીડમેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે. નવા એન્જિન સાથે સ્કોડા રેપિડની એવરેજ લિટર દીઠ 18.79 કિમી છે.
ફીચર્સ
નવી રેપિડ કારની ડિઝાઇન અને ડાયમેન્શન જૂનાંમોડેલ જેવાં જ છે. પરંતુ તેને થોડું સ્પોર્ટિયર લુક આપવામાં આવ્યો છે. કારમાં 16 ઇંચના નવા બ્લેક એલોય વ્હીલ્સ, LED હેડલેમ્પ, LED DRL, રિઅર ડિફ્યૂઝર અને બ્લેક લિપ સ્પોઇલર જેવાં ફીચર્સ ઉમેરવામાં આવ્યાંછે. કારમાં લેધર અપહોલ્સ્ટ્રી, ક્લાઇમેટ કન્ટ્રોલ, ઓટો ડિમિંગ ઇનાઇડ મિરર, રિઅર એસી વેન્ટ્સ, ક્રૂઝ કન્ટ્રોલ અને 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવાં ફીચર્સ અવેલેબલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.