હીરો મોટોકોર્પ જલ્દી જ દેશમાં પ્રીમિયમ સેગ્મેન્ટની ઈલેક્ટ્રિક બાઈક્સ લાવવાની છે. તેના માટે કંપનીએ અમેરિકાની ઝીરો મોટરસાયકલ સાથે એગ્રીમેન્ટ સાઈન કર્યો છે. સોમવારનાં રોજ હીરો મોટોકોર્પે તેની જાહેરાત કરી હતી. ઝીરો મોટરસાઈકલને અમેરિકામાં ઈલેક્ટ્રિક મોટરસાઈકલ અને પાવરટ્રેનમાં લીડિંગ પ્લેયર માનવામાં આવે છે. સપ્ટેમ્બર 2022માં હીરો મોટોકોર્પનાં બોર્ડે કેલિફોર્નિયા સ્થિત ઝીરો મોટરસાઈકલમાં 60 મિલિયન અમેરિકી ડોલર એટલે કે અંદાજે 585 કરોડ રુપિયા સુધીનાં ઈક્વિટી શેરને મંજૂર આપી દીધી હતી.
એથર એનર્જી પછી હીરો મોટોકોર્પનું બીજુ સૌથી મોટુ રોકાણ
એથર એનર્જી પછી હીરો મોટોકોર્પનું કોઈ ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર કંપનીમાં બીજુ સૌથી મોટુ રોકાણ છે. તમને જણાવી દઈએ કે, ઈલેક્ટ્રિક વ્હીકલ્સ સ્પેસમાં પોતાની શાખ જમાવવા માટે હીરો મોટોકોર્પ એ કંપનીઓની શોધમાં છે, જે સેગ્મેન્ટમાં તેનું એકપણ પ્રોડક્ટ નથી.
બી ધ ફ્યૂચર ઓફ મોબિલિટી
કંપનીનું કહેવુ છે કે, પોતાના વિઝન ‘બી ધ ફ્યૂચર ઓફ મોબિલિટી’ અંતર્ગત હીરો મોટોકોર્પ ઓર્ગેનિક અને ઈનઓર્ગેનિક કોલોબ્રેશનની સીરિઝનાં માધ્યમથી ઈલેક્ટ્રિક મોબિલિટી સ્પેસને સંબોધિત કરે છે. હીરો મોટોકોર્પનાં ચેરમેન અને CEO પવન મુંઝાલે કહ્યું કે, ‘વ્હીકલ સેક્ટરમાં નિરંતર ટેક્નોલોજીનાં સમયની શરુઆત કરવાની દિશામાં અમારી યાત્રામાં ઝીરો મોટરસાઈકલની સાથે આ ભાગીદારી એક મહત્વપૂર્ણ પડાવ છે. ઝીરો મોટરસાઈકલનાં CEO સેમ પાસચેલે કહ્યું કે, બંને કંપનીઓનો રાઈડિંગ એક્સપિરિયન્સ અને વિશ્વ માટે રિમાર્કેબલ ન્યૂ પ્રોડક્ટ્સ લાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.’
હીરો મોટોકોર્પની પહેલી ઈલેક્ટ્રિક સ્કૂટર વીડા V1
હીરો મોટોકોર્પે વીડા V1 સ્કૂટરની સાથે દેશમાં ઈલેક્ટ્રિક સ્કૂટરનાં સેગ્મેન્ટમાં પગ મૂક્યો છે. હીરો મોટોકોર્પે બેંગ્લોર, દિલ્હી અને જયપુરમાં પોતાના પબ્લિક ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને શરુ કરી દીધુ છે. કંપનીએ પબ્લિક યૂઝ માટે ત્રણ શહેરોમાં લગભગ 300 ચાર્જિંગ પોઈન્ટ પણ લગાવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.