એક એવું સ્કૂટર જે તમને નીચે નહી પડવા દે:સેલ્ફ બેલેન્સિંગથી અટકાવવા પર પણ સીધુ જ ઊભુ રહેશે, 200kmphની દમદાર સ્પીડ મળશે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓટો એક્સપો 2023માં કારનાં નવા મોડલ જોવા મળ્યા હતા ત્યારે ટુ-વ્હીલર્સમાં પણ અમુક ખૂબ જ અનોખા એક્સપેરિમેન્ટ જોવા મળ્યા હતા. વિશ્વના પહેલા સેલ્ફ બેલેન્સિંગ સ્કૂટરથી લઇને ભારતની સૌથી ઝડપી ઇલેક્ટ્રિક રેસિંગ બાઇક લોન્ચ કરવામાં આવી છે. જ્યાં સેલ્ફ બેલેન્સિંગ સ્કૂટર તેના રાઇડરને પડવા દેતું નથી, ત્યાં નવી ઇ-બાઇક તમને 200 કિમી પ્રતિ કલાકની સ્પીડ મેળવવામાં મદદરુપ થશે.

હીરો મોટોકોર્પ, હોન્ડા, TVS, બજાજ, રોયલ એનફિલ્ડ અને યામાહા જેવા દેશનાં ઘણા મોટા ટૂ-વ્હીલર મેન્યુફેક્ચરર આ શોમાં સામેલ થયા ન હતા પરંતુ, ઘણા નવા મેન્યુફેક્ચરર્સે અહી પોતાની ગાડીઓ લોન્ચ કરી છે. જેમાં ટોર્ક મોટર્સ, બેનેલી, એમ્પીયર, બેન્ડા, મેટર, ગોદાવરી જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. અમે એક્સ્પોમાં લોન્ચ કરવામાં આવેલી કેટલીક ખાસ બાઇક અને સ્કૂટર્સ વિશે જણાવી રહ્યા છીએ ...

અલ્ટ્રાવાયોલેટ E-રેસિંગ બાઇક
અલ્ટ્રાવાયોલેટે અહીં પોતાની હાઇ સ્પીડ રેસિંગ ઇલેક્ટ્રિક બાઇક F-99 લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે, તેની ટોપ સ્પીડ 200 કિલોમીટર પ્રતિ કલાકની હશે. તેની ઇલેક્ટ્રિક મોટર 65bhp સુધીની ઈલેક્ટ્રિસિટી જનરેટ કરી શકે છે. ગયા વર્ષે કંપનીએ અલ્ટ્રાવાયોલેટ F77 ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ કરી હતી.

લાઈગરનું સેલ્ફ-બેલેન્સિંગ સ્કૂટર
મુંબઈ સ્થિત ઇલેક્ટ્રિક મોબિલિટી સ્ટાર્ટ-અપ લાઈગર મોબિલિટીએ ભારતનું પહેલું સેલ્ફ બેલેન્સિંગ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. આ એક્સ્પોમાં તેના બે મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે. લાઈગર X અને લાઈગર X+. આમાં ઓટોબેલેન્સિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીનો ફાયદો એ છે કે, જ્યારે તેને રોકવામાં આવે છે ત્યારે પણ આ સ્કૂટર નમ્યા વગર સીધું ઊભું રહે છે. તેની રેન્જ 65-100 કિમીની છે.

બેનેલીએ નવી સ્પોર્ટ્સ બાઇક 752S લોન્ચ કરી
બેનેલીએ તેની ઈન્ટરનેશનલ રેન્જમાં બે મોટરસાયકલ લોન્ચ કરી છે. તેના નામ 752-S સ્પોર્ટી નેકેડ અને નીઓ-રેટ્રો લિયોન્સિનો 800 છે. બંનેમાં એક જ લિક્વિડ-કૂલ્ડ, 754ccનું પેરેલલ ટ્વીન એન્જિન આપવામાં આવ્યું છે. સ્ટાઈલનાં તફાવત સિવાય લિયોન્સિનો 800નું વજન 752-S કરતાં 14 કિલો ઓછું છે.

કીવેએ SR-250ની બુકિંગ શરુ કરી
કીવેએ તેની નિયો-રેટ્રો મોટરસાયકલોની SR લાઇન-અપમાં SR-250 મોડેલ ઉમેર્યું છે. તેની કિંમત 1.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) છે. SR-250 માટે બુકિંગ પણ શરૂ થઈ ગયું છે, જેની ડિલિવરી એપ્રિલ 2023માં શરૂ થવાની છે. SR-250 ભારતીય બજારમાં કિવીની આઠમી પ્રોડક્ટ છે.

મોટો મોરિનીએ ભારતીય પોર્ટફોલિયો બહાર પાડ્યું
મોટો મોરિનીએ તેનું ભારતીય પોર્ટફોલિયો બહાર પાડ્યું. જેમાં સિમેઝો 6 1/2 અને X-Cape 650 ડ્યુઓ સામેલ છે. સિમેજો 6 1/2 ન્યૂ-રેટ્રો રોડસ્ટર છે અને તેને બે વર્ઝન સ્ક્રેમ્બલર અને રોડસ્ટરમાં ઓફર કરવામાં આવી છે. તેવી જ રીતે X-Cape 650ને પણ બે વર્ઝન X-Cape 650 અને X-Cape 650 Xમાં લોન્ચ કરવામાં આવી છે.

MBPએ લોન્ચ કરી ક્રૂઝર બાઇક
મૂળ ઇટાલિયન પરંતુ, ચીનની માલિકીની MBP (મોટો બોલોગ્ના પેશન)એ ઓટો એક્સ્પો 2023માં તેની બે પ્રોડક્ટ્સ M-502N નેકેડ બાઇક અને C-1002V ક્રૂઝર લોન્ચ કરી છે. M502N લિક્વિડ-કૂલ્ડ 486cc પેરેલલ ટ્વીન એન્જિન દ્વારા સંચાલિત છે, જે 46.9hp અને 45Nm પાવર ઉત્પન્ન કરે છે. C-1002V ક્રૂઝર લિક્વિડ-કૂલ્ડ, 997cc V-ટ્વીન એન્જિનથી સંચાલિત છે.

હીરોનો V1પ્રો અને V1 પ્લસ પણ શો કેસ બતાવે છે
ઓટો એક્સ્પોમાં હીરો મોટોકોર્પે તેની EV બ્રાન્ડ વીદા હેઠળ તેના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ વીડા V1 પ્રો અને V1 પ્લસનું પણ શોકેસ કર્યું હતું. જો કે, કંપનીએ આ બંને ઇલેક્ટ્રિક સ્કૂટરને ગયા વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ કર્યા છે.