શું તમે આ ચલાવશો?:રસ્તા પર સુપરકાર જેવી દેખાતી બાઈક જોઈને લોકોના હોશ ઊડ્યા, સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શું તમે ક્યારેય તમારી પાસેથી પસાર થતા કોઈ વાહનને નીરખીને જોયુ છે કે, તે કેવુ લાગે છે? જો ન જોયુ તો હોય તો આજે જરુર જોશો. ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર પ્રિયંકા કોચર એક ખૂબ જ સ્પેશિયલ વાહન લઈને આવ્યા છે, જેને એકવાર જોયા પછી તમે તમારી નજરો ત્યાથી હટાવી શકશો નહી. તમે પણ વિચારશો કે, શું છે આ? તે જ્યારે આ વાહન લઈને રસ્તામાં નીકળ્યા ત્યારે તેને કેવો અનુભવ થયો તે પણ રેકોર્ડ કર્યો અને તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો. આ વીડિયોમાં તમને જે સુપરકાર દેખાઈ છે તે ખરેખર કાર નથી.

સુપરકાર જેવુ દેખાતુ વાહન કાર નથી પણ બાઈક છે
હા, આ સાંભળીને તમને થોડીવાર માટે ઝટકો જરુર લાગશે પણ આ હકીકત છે. આ સુપરકાર જેવુ દેખાતુ વાહન કાર નથી પણ બાઈક છે. તેણીએ આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘શું તમે આ ચલાવશો?’ આ ક્લિપની શરુઆતમાં લોકો આ વાહનને ઘેરીને ઊભા હોય છે અને પ્રિયંકા તેઓને તેના વિશે જણાવે છે. જ્યારે પ્રિયંકાએ કહ્યું કે, આ બાઈક નહી પણ કાર છે તો કોઈ આ વાત માનવા જ તૈયાર નહોતુ. જો કે, જ્યારે વાહન પર લાગેલા એક લેબલમાં મોટરસાયકલ લખેલુ દેખાય છે ત્યારે લોકોને વિશ્વાસ આવે છે. આ વીડિયોમાં કોચરે એ પણ જણાવ્યું છે કે આ વાહનને Polaris Slingshot R તરીકે ઓળખવામાં આવે છે, જે ત્રણ પૈડાં પર ચાલે છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયો વીડિયો
આ ક્લિપ એક દિવસ પહેલા શેર કરવામાં આવી હતી. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો પોસ્ટ થયા પછી તેને 9.8 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ઉપરાંત લગભગ 1.6 લાખ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે. લોકોએ આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા અલગ-અલગ કોમેન્ટ્સ પણ પોસ્ટ કરી હતી.

એક ઇન્સ્ટાગ્રામ યુઝરે મજાકમાં કહ્યું, ‘મોટર-ટ્રાઇસિકલ.’ બીજા યૂઝરે કહ્યું, ‘આ એક રિવર્સ ઑટો છે.’ ‘હું આ બ્યૂટી બાઈકને ક્યાંથી ખરીદી શકું?’. ત્રીજા યૂઝરે કહ્યું, ‘તમે તેને ગમે તે કહો... પરંતુ, તે એક કાર છે.’ અન્ય એક યૂઝરે લખ્યું, ‘જો આ બ્લેક કલરમાં હોય તો તે બેટમોબાઈલ જેવી દેખાશે.’