• Gujarati News
  • Utility
  • Automobile
  • Scooters With A Range Of 120 Km Are Manufactured In 30 To 45 Thousand, The Owner Of Such Scooters Said The Full Cost Of Manufacturing.

કેટલી હશે ઓલા ઈ-સ્કૂટરની કિંમત:120 કિમીની રેન્જ ધરાવતું સ્કૂટર 30થી 45 હજારમાં તૈયાર થાય છે, આવા સ્કૂટર બનાવનાર ઓનરે જણાવ્યો મેન્યુફેક્ચરિંગનો સંપૂર્ણ ખર્ચ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે તે ઇલેક્ટ્રિક સ્કૂટરન પ્રતીક્ષાનો અંત આવી જશે, જેવે 24 કલાકમાં એક લાખથી વધુ બુકિંગ મળ્યા. હા, અમે વાત કરી રહ્યા છીએ ઓલા ઈ-સ્કૂટરની. એક મહિનાથી આ સ્કૂટર ઘણું ચર્ચામાં છે. તેની ડિઝાઈન અને માઈલેજની ડિટેઈલ સામે આવી ગઈ છે. કંપનીના દાવાના અનુસાર, 18 મિનિટના ચાર્જિંગમાં તે 75 કિલોમીટર સુધી દોડશે. માનવામાં આવી રહ્યું છે કે સબ્સિડી બાદ તેની કિંમત 80થી 85 હજાર રૂપિયા થઈ શકે છે.

ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરને તમિલનાડુની કૃષ્ણાગિરી પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઓલાએ તેને ફ્યુચર ફેક્ટરીનું નામ આપ્યું છે. સ્કૂટરને 10 કલર ઓપ્શનની સાથે લોન્ચ કરવામાં આવશે.

આ ઈલેક્ટ્રિક સ્કૂટરની કિંમત તેની મોટર, બેટરી, રેન્જ અને બીજા કમ્પોનન્ટના હિસાબથી કેટલી હોઈ શકે છે? એ જાણવા માટે અલ્ટીઅસ ઓટો સોલ્યુશન (Altius Auto solutions)કંપનીના ફાઉન્ડર રાજીવ અરોડાએ જણાવ્યું. તેમની કંપની ઈ-વ્હીકલ મેન્યુફેક્ચર કરી રહી છે. EV એક્સપો દરમિયાન તેમને બે મોડેલ રજૂ કર્યા.

એક ઈલેક્ટ્રિક સ્કૂટરને તૈયાર કરવામાં કેટલો ખર્ચ આવે છે...
રાજીવે જણાવ્યું કે, ઈ-સ્કૂટર તૈયાર કરવામાં લગભગ 30થી 45 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. આ અંતર એટલા માટે છે કેમ કે ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલરમાં વિવિધ પ્રકારની મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. સ્કૂટરને તૈયાર કરવામાં સૌથી વધારે ખર્ચ તેની મોટરનો હોય છે. અત્યારે બે પ્રકારની મોટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મોટરની ક્વોલિટીના હિસાબથી સ્કૂટકની કિંમત વધારે-ઓછી હોય છે.

  • હબ મોટરઃ તેનો ઉપયોગ ગાડીના ટાયરની અંદર કરવામાં આવે છે. તેની કિંમત વધારે નથી હોતી, 20 હજારની આસપાસ હોય છે.
  • મિડ ડ્રાઈવ મોટરઃ તેને ગાડીના સેન્ટરમાં લગાવવામાં આવે છે. ગાડીને ચેન અથવા બેલ્ટની મદદથી ડ્રાઈવ કરે છે. આ મોટર થોડી મોંઘી હોય છે.

ગાડીની કિંમતમાં બેટરી એકદમ ફ્રી
રાજીવના જણાવ્યા મુજબ, ઈલેક્ટ્રિક ગાડીમાં ઉપયોગ થનારી લિથિયમ બેટરીની કિંમત 13થી 15 હજાર પ્રતિ કિલોવોટ હોય છે. તેમજ સરકાર પ્રતિ કિલોવોટ પર 15,000 રૂપિયા સુધીની સબ્સિડી આપી રહી છે. તેનાથી મેન્યુફેક્ચર્સને 2 હજાર રૂપિયા પ્રતિ કિલોવોટની બચત થઈ જાય છે. આવી સ્થિતિમાં ગાડીમાં ઉપયોગ થતા બીજા પાર્ટ્સનો ખર્ચ ઓછો થઈ જાય છે. જો એક સ્કૂટરની રેન્જ 120 કિમી સુધી હોય છે તો તેમાં બેટરી માટે 40 હજાર રૂપિયા સુધી ખર્ચ થાય છે, પરંતુ અત્યારે સરકાર બેટરીની સંપૂર્ણ કિંમત પર સબ્સિડી આપી રહી છે.

બીજા પાર્ટ્સ અથવા કમ્પોનન્ટમાં કેટલો ખર્ચ
ગાડીમાં સૌથી સારી ક્વોલિટીનું સ્ટીલ લગાવવા પર લગભગ 5 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. તેમજ પ્લાસ્ટિકનો ખર્ચ લગભગ 7 હજાર રૂપિયા થાય છે. તેવી જ રીતે હાર્મેસ, લાઈટ, કંટ્રોલર, કન્વર્ટર જેવી વસ્તુઓ પર પણ 2થી 3 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. એટલે કે ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર પર બીજા પાર્ટ્સમાં લગભગ 15 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે.

48 હજારની ઈ-બાઈક, 140 કિલોમીટર સુધી ચાલે છે
અલ્ટીઅસ ઓટો સોલ્યુશનના પ્લાન્ટ અલ્ટીઅસ ટેક્નોલોજીના નામથી અત્યારે દિલ્હીમાં છે. આ પ્લાન્ટને કંપની સોનીપથમાં શિફ્ટ કરી રહી છે. પ્લાન્ટમાં અલ્ટીઅસ ઈ-સ્કૂટર, ઈ-બાઈક, ઈ-રિક્ષા, ઈ-લોડિંગ તૈયાર કરે છે. અલ્ટીઅસની ફેમિલી બાઈકની કિંમત 48 હજાર રૂપિયાની આસપાસ છે. આ કિંમતમાં તે 140 કિલોમીટરની રેન્જ આપે છે. તેમજ ઈ-સ્કૂટરની કિંમત લગભગ 35 હજાર રૂપિયા છે. આ કિંમતમાં તે 100 કિલોમીટરની રેન્જ આપે છે.

ઓલા ઈ-સ્કૂટરના ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • સિંગલ ચાર્જ પર 150km રેન્જઃ આ ઈલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જમાં 150 કિલોમીટર સુધી દોડી શકે છે. તેની ટોપ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાકની હશે. આ ઈલેક્ટ્રિક સ્કૂટર હોમ ચાર્જરની સાથે આવશે. કસ્ટમર આ સ્કૂટરને રેગ્યુલર વોલ સોકેટથી ચાર્જ કરી શકશે.
  • બૂટ સ્પેસમાં બે હેલમેટઃ તેમાં મોટી બૂટ સ્પેસ પણ મળશે. તેના વીડિયો ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે બે હેલમેટ રાખવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે સ્કૂટરની બૂટ સ્પેસમાં એક જ હેલમેટ આવે છે.
  • 18 મિનિટમાં 50% ચાર્જઃ તે ફાસ્ટ ચાર્જરથી 18 મિનિટમાં 50% ચાર્જ થઈ જશે. તેમાં 75 કિલોમીટરની રેન્જ મળશે. તેની સાથે આ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં સ્માર્ટફોન કનેક્ટિવિટીની સુવિધા પણ મળશે.

કંપની 400 શહેરોમાં બનાવશે ચાર્જિંગ પોઈન્ટ
​​​​​​​
કંપનીએ ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર માટે 400 શહેરોમાં 100,000થી વધારે લોકેશન અથવા ટચપોઈન્ટ્સ પર હાઈપરચાર્જર લગાવવાની જાહેરાત કરી છે. તેનાથી ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરના ગ્રાહકોને ચાર્જિંગમાં અસુવિધા નહીં થાય. કઈ સિટીમાં ચાર્જિંગ પોઈન્ટ છે એ વાતની જાણકારી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર મળશે.